ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Know about Judge Devkumar Khatri who gave Verdict for Salman Khan case

    આ જજે સંભળાવી સલમાનને સજા, કહ્યું- તેનો જૂનો રેકોર્ડ બહુ ખરાબ છે

    divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 05:19 PM IST

    બોલિવુડ અભિનેતા સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી છે
    • જસ્ટિસ દેવકુમાર ખત્રીએ સંભળાવી સલમાનને પાંચ વર્ષની જેલની સજા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જસ્ટિસ દેવકુમાર ખત્રીએ સંભળાવી સલમાનને પાંચ વર્ષની જેલની સજા.

      નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. સલમાન ખાનને આ સજા સંભળાવનાર જોધપુર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ સંભળાવી છે. ખત્રીએ કેસના અન્ય પાંચ આરોપીઓ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારીને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જજનો ચુકાદો જાણે કહે છે કે, 'તુમ સાથ સાથ નહીં હો.' ઉલ્લેખનીય છે કે આ મામલો 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ વખતે સામે આવ્યો હતો.


      દેવકુમાર ખત્રીનું ટુંક સમયમાં થશે પ્રમોશન

      - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જજ દેવકુમાર ખત્રીનું ટુંક સમયમાં પ્રમોશન થવાનું છે. ત્યારબાદ તેમને ડીજે બનાવવામાં આવશે.

      - ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને સજા સંભળાવતા પહેલા જો દેવકુમાર ખત્રીનું પ્રમોશન થઇ જાત તો આ કેસની સુનાવણી કોઇ અન્ય જજે કરી હોત. સલમાનને સજા સંભળાવનાર ખત્રીના ફેંસલાથી ખ્યાલ આવે છે કે તેઓ પોતાના ફેંસલા પર અટલ અને ટાઇમના ખૂબ પંક્ચ્યુઅલ છે. કોર્ટ શરૂ થતા પહેલા જ જજ પોતાના ટાઇમ પર પહોંચી ગયા.

      દેવકુમાર ખત્રીએ કોર્ટમાં ફેંસલા દરમિયાન કહી આ મોટી વાત

      - જસ્ટિસ દેવકુમાર ખત્રીએ ફેંસલો સંભળાવતા પહેલા કહ્યું કે સલમાન ખાનનો જૂનો રેકોર્ડ બહુ ખરાબ છે અને તેમને સજા જરૂર આપવામાં આવશે.

      - હિટ એન્ડ રન કેસમાં પણ કોર્ટે સલમાનને 5 વર્ષની સજા આપી હતી. કાળિયારના શિકાર મામલે 6 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. તેમાં જામીન ન મળવા જોઇએ. કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે.
      - સલમાનના વકીલે કોર્ટને કહ્યું કે તે બીઇંગ હ્યુમન ચલાવે છે અને તેમને ઓછામાં ઓછી સજા આપવામાં આવે.

    • જસ્ટિસ દેવકુમાર ખત્રીએ ફેંસલો સંભળાવતા પહેલા કહ્યું કે સલમાન ખાનનો જૂનો રેકોર્ડ બહુ ખરાબ છે અને તેમને સજા જરૂર આપવામાં આવશે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જસ્ટિસ દેવકુમાર ખત્રીએ ફેંસલો સંભળાવતા પહેલા કહ્યું કે સલમાન ખાનનો જૂનો રેકોર્ડ બહુ ખરાબ છે અને તેમને સજા જરૂર આપવામાં આવશે.

      નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. સલમાન ખાનને આ સજા સંભળાવનાર જોધપુર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ સંભળાવી છે. ખત્રીએ કેસના અન્ય પાંચ આરોપીઓ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારીને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જજનો ચુકાદો જાણે કહે છે કે, 'તુમ સાથ સાથ નહીં હો.' ઉલ્લેખનીય છે કે આ મામલો 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ વખતે સામે આવ્યો હતો.


      દેવકુમાર ખત્રીનું ટુંક સમયમાં થશે પ્રમોશન

      - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જજ દેવકુમાર ખત્રીનું ટુંક સમયમાં પ્રમોશન થવાનું છે. ત્યારબાદ તેમને ડીજે બનાવવામાં આવશે.

      - ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને સજા સંભળાવતા પહેલા જો દેવકુમાર ખત્રીનું પ્રમોશન થઇ જાત તો આ કેસની સુનાવણી કોઇ અન્ય જજે કરી હોત. સલમાનને સજા સંભળાવનાર ખત્રીના ફેંસલાથી ખ્યાલ આવે છે કે તેઓ પોતાના ફેંસલા પર અટલ અને ટાઇમના ખૂબ પંક્ચ્યુઅલ છે. કોર્ટ શરૂ થતા પહેલા જ જજ પોતાના ટાઇમ પર પહોંચી ગયા.

      દેવકુમાર ખત્રીએ કોર્ટમાં ફેંસલા દરમિયાન કહી આ મોટી વાત

      - જસ્ટિસ દેવકુમાર ખત્રીએ ફેંસલો સંભળાવતા પહેલા કહ્યું કે સલમાન ખાનનો જૂનો રેકોર્ડ બહુ ખરાબ છે અને તેમને સજા જરૂર આપવામાં આવશે.

      - હિટ એન્ડ રન કેસમાં પણ કોર્ટે સલમાનને 5 વર્ષની સજા આપી હતી. કાળિયારના શિકાર મામલે 6 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. તેમાં જામીન ન મળવા જોઇએ. કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે.
      - સલમાનના વકીલે કોર્ટને કહ્યું કે તે બીઇંગ હ્યુમન ચલાવે છે અને તેમને ઓછામાં ઓછી સજા આપવામાં આવે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know about Judge Devkumar Khatri who gave Verdict for Salman Khan case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top