સિંધુ જળ સમજૂતી અંગે શું છે વિવાદ? ભારત-પાકિસ્તાન વચ્ચે આ રીતે થઈ છે 6 નદીઓના પાણીની વહેંચણી

ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ કમિશનની 29 અને 30 ઓગસ્ટ એમ બે દિવસ સુધી બેઠક મળશે.

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 11:46 AM
સિંધુ જળ વિવાદ
સિંધુ જળ વિવાદ

નેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકાર બન્યાં બાદ એક વખત ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મુદ્દાને લઈને વાતચીત શરૂ થવા જઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ કમિશનની 29 અને 30 ઓગસ્ટ એમ બે દિવસ સુધી બેઠક યોજાવવાની છે. બેઠકમાં સિંધુ જળ સમજૂતી અંતર્ગત અનેક મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત થશે. ત્યારે શું છે સિંધુ જળ સમજૂતી, આ સમજૂતી ક્યારે અમલમાં આવી હતી અને સિંધુ જળને લઈને બંને દેશ વચ્ચે શું છે વિવાદ?

શું છે સિંધુ જળ સમજૂતી?


- 1947માં આઝાદી મળ્યાં બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીના મુદ્દે પણ જોરદાર ખેંચતાણ જોવા મળી અને નહેરના પાણીને લઈને ઘણો જ વિવાદ થયો.
- બે દેશ વચ્ચે ભાગલાં પડ્યાં બાદ નહેરના પાણીને લઈને પાકિસ્તાન સશંકિત થઈ ગયું હતું.
- ત્યારે 1949માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયેન્થલે આ સમસ્યાના ઉકેલ માટે ટેકનિકલ તથા વ્યાપારિક દ્રષ્ટીએ સમાધાન લાવવાની સલાહ આપી.
- લિલિયેન્થલે બંને દેશોને સલાહ આપી કે આ મામલે વિશ્વ બેંક પાસેથી મદદ પણ લઈ શકો છો.
- સપ્ટેમ્બર 1951માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતા કરવાનું સ્વીકાર્યું. જે બાદ લગભગ 10 વર્ષ સુધી વાતચીત ચાલી હતી.
- અંતે 19 સપ્ટેમ્બર, 1960નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી થઈ તેને 1960ની સિંધુ જળ સંધિ કહેવાય છે.

આગળ વાંચો સિંધુ જળ સમજૂતી ક્યારથી લાગુ થઈ અને શું છે શર્તો?

સિંધુ જળ સમજૂતી પર હસ્તાક્ષર કરતાં તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અૈયુબ ખાન (ફાઈલ)
સિંધુ જળ સમજૂતી પર હસ્તાક્ષર કરતાં તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અૈયુબ ખાન (ફાઈલ)

સિંધુ જળ સમજૂતી 1961થી લાગુ


- 1960માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતી થયાં બાદ તેના પર તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયૂબ ખાને રાવલપિંડીમાં હસ્તાક્ષર કર્યાં હતા.
- 12 જાન્યુઆરી, 1961નાં રોજ સંધિની શરતો લાગુ કરવામાં આવી. 
- સંધિ મુજબ 6 નદીઓના પાણી કે જે ભારતમાંથી પાકિસ્તાન જતી હોય તેની વ્હેંચણી નક્કી કરવામાં આવી. 
- 3 પૂર્વી નદીઓ જેમાં રાવી, વ્યાસ અને સતલજના પાણી પર ભારતને પૂરો હક્ક આપવામાં આવ્યો. જ્યારે 3 પશ્ચિમી નદીઓ જેવી કે ઝેલમ, ચિનાબ અને સિંધુના પાણીના અડધા પ્રવાહને પાકિસ્તાનને આપવાનું નક્કી થયું. 
- સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ 20 ટકા પાણી ભારતના ભાગે છે. 
- ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે. 

 

આગળ વાંચો બે દિવસ થનારી વાતચીતથી શું છે આશા? 

Know about Indus water treaty

વાતચીતથી શું છે આશા? 


- ઘણાં વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના અધિકારીઓ કોઈ મુદ્દે વાતચીત કરવા મળી રહ્યાં છે.
- ઈસ્લામાબાદમાં થનારી સ્થાયી સિંધુ કમિશનની બેઠકમાં બંને દેશોના અધિકારીઓ સિંધુ જળના મુદ્દે ચર્ચા કરશે. 
- ભારતીય દળનું નેતૃત્વ પીકે સકસેના કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી સૈયદ મેહર અલી શાહ અને તેમની ટીમ ઉપસ્થિત રહેશે. 
- 2017માં સિંધુ નદી જળ સંધિ પર ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે અમેરિકાના વોશિંગ્ટન સ્થિત વિશ્વ બેંકની હેડ ઓફિસમાં આ મુલાકાત યોજાઈ હતી. 
- આ બંને પક્ષ વચ્ચે બીજા તબક્કાની વાતચીત હતી, આ પહેલાં બંને પક્ષ ઓગસ્ટમાં મળ્યાં હતા. 
- સચિવ સ્તરની વાતચીત સારા માહોલમાં થઈ હતી અને તે સમયે તેવું નક્કી થયું હતું કે સપ્ટેમ્બરમાં બીજી વખત વાતચીત થશે. જો કે હાલ બંને દેશો વચ્ચે ફરી નિવેદનબાજી થઈ રહી છે. 

 

આગળ વાંચો શું છે વિવાદ? 

Know about Indus water treaty

શું છે વિવાદ?


- પાકિસ્તાન વર્લ્ડ બેંકની સામે જમ્મુ કાશ્મીરમાં ભારતના કિશનગંગા અને રાટલે પરમાણુ વીજળી યોજનાનો મુદ્દે અનેક વખત ઉઠાવી ચુક્યું છે. 
- પાકિસ્તાન રાતલે, કિશનગંગા સહિત ભારત દ્વારા બનાવવામાં આવતાં 5 પરમાણુ વીજળી યોજનાની ડિઝાઈનને લઈને ચિંતા જાહેર કરી હતી અને વર્લ્ડ બેંકને કહ્યું હતું કે આ ડિઝાઈ સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કરે છે. 
- આ પ્રોજેક્ટને લઈને પાકિસ્તાને વર્ષ 2016માં વિશ્વ બેંકને ફરિયાદ કરી સમિતિની રચનાની માગ કરી હતી. 
- પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં બની રહેલાં જળવિદ્યુત પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. તેમના મતે આ પ્રોજેક્ટ ભારતની સાથે થયેલી સિંધુ જળ સમજૂતી મુજબની નથી. જો કે ભારતનું કહેવું છે કે પ્રોજેક્ટ કોઈપણ રીતે સમજૂતીનું ઉલ્લંઘન નથી કરતી અને વર્લ્ડ બેંકે નિષ્પક્ષ એક્સપર્ટની નિયુક્ત કરવી જોઈએ.

 

આગળ વાંચો સિંધુના પાણી પર પાકિસ્તાનનો કેટલો મદાર? 

Know about Indus water treaty

પાકિસ્તાન માટે સિંધુનું પાણી કરોડરજ્જૂ સમાન


- ઉરીમાં આતંકી હુમલો થયાં બાદ ભારતે સંકેત આપ્યાં હતા કે પાકિસ્તાન પર આતંકવાદ વિરૂદ્ધ કડક પગલાં ઉઠાવવાના દબાણમાં તેઓ સિંધુ જળ સમજૂતીનો ઉપયોગ કરી શકે છે.
- સિંધુનું પાણી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જૂ સમાન છે. કારણ કે પાકિસ્તાન મુખ્યરીતે કૃષિપ્રધાન દેશ છે અને તેમના દેશમાં ખેતી માટે 80 ટકા સિંચાઈ સિંધુના પાણી પર નિર્ભર છે. 
- ભારતે હજુ સુધી સિંધુના પાણી પર પોતાના હિસ્સાનો વધુ ઉપયોગ કર્યો ન હતો. 

 

આગળ વાંચો પશ્ચિમ તરફ વહેતી નદીઓ પર ભારતનો કેટલો અધિકાર? 

Know about Indus water treaty

પશ્ચિમી જળ પર પણ ભારતનો અધિકાર


- સંધિ મુજબ ભારત પશ્ચિમી નદીઓનું પાણી પણ ઉપયોગ કરી શકે છે, જેનું લગભગ 20 ટકા પાણી ભારતના ભાગે છે. 
- ભારત પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ પોતાના સ્થાનિક કામો, સિંચાઈ અને વિદ્યુત જળ ઉર્જા માટે કરી શકે છે. 
- સમજૂતી અંતર્ગત ભારતને પશ્ચિમી નદીઓમાંથી 36 લાખ એકર ફીટ (MAF) પાણી સ્ટોર કરવાનો અધિકાર છે. 
- આ પશ્ચિમી નદીઓના પાણીથી 7 લાખ એકર જમીનમાં લગાડવવામાં આવેલાં પાક માટે સિંચાઈ કરી શકે છે. જો કે ભારતે અત્યારસુધી સ્ટોરેજની સુવિધા વિકસિત નથી કરી. 
- ભારત, પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે અફઘાનિસ્તાનની પણ મદદ લઈ શકે છે. 
- અફઘાનિસ્તાન સાથે કાબલી નદીના પાણીને રોકવા માટે વહેણ પર નિર્માણની વાત કરી શકાય છે. આ નદીં સિંધુ બેસિનના રસ્તે પાકિસ્તાનમાં જાય છે. 

 

આગળ વાંચો સિંધુ જળ વિવાદને લઈને શું કરી શકે છે ભારત? 

Know about Indus water treaty

શું કરી શકે છે ભારત? 


નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભારતની પાસે સમજૂતી તોડવા ઉપરાંત અન્ય વિકલ્પો પણ છે. જેમાં પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવો અને સિંધુ જળ કમિશનની બેઠકોને નિરસ્ત કરવા માટેનાં પગલાંઓ સામેલ છે. આ પગલાંથી પણ ભારત પોતાના પાડોશી દેશ પર દબાણ બનાવી શકે છે.
- કરારના સ્ટાન્ડર્ડ મુજબ ભારતમાં પશ્ચિમી નદીઓના પાણીનો પણ ઉપયોગ કરી શકે છે. તેનો લગભગ 20 ટકા હિસ્સો ભારત માટે છે. 
- સંધિ પર અમલ માટે સિંધુ કમિશનની રચના થઈ જેમાં બંને દેશના કમિશ્નર છે. તેઓ દર વર્ષે મળે અને વિવાદના સમાધાનનો પ્રયાસ કરે છે. 

X
સિંધુ જળ વિવાદસિંધુ જળ વિવાદ
સિંધુ જળ સમજૂતી પર હસ્તાક્ષર કરતાં તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અૈયુબ ખાન (ફાઈલ)સિંધુ જળ સમજૂતી પર હસ્તાક્ષર કરતાં તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અૈયુબ ખાન (ફાઈલ)
Know about Indus water treaty
Know about Indus water treaty
Know about Indus water treaty
Know about Indus water treaty
Know about Indus water treaty
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App