રાફેલ ડીલઃ શું છે વિવાદ? કોંગ્રેસના મોદી સરકાર પર શું છે આરોપ? જાણો રાફેલ ડીલ અંગે A to Z

રાફેલ ડીલ અંતર્ગત ફાઈટર પ્લેનને સપ્ટેમ્બર, 2019થી મોકલવાની શરૂઆત થશે

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 12:31 PM
રાફેલ અનેક ભૂમિકાઓ ભજવનાર ડબસ એન્જિનથી સજ્જ ફ્રાંસનું લડાયક વિમાન છે
રાફેલ અનેક ભૂમિકાઓ ભજવનાર ડબસ એન્જિનથી સજ્જ ફ્રાંસનું લડાયક વિમાન છે

નેશનલ ડેસ્કઃ રાફેલ ડીલને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યાં છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાફેલ ડીલને લઈને કોંગ્રેસે આ હુમલાઓ તેજ કરી દીધાં અને મોદી સરકાર વિરૂદ્ધ જન આંદોલનનો મૂડ બનાવ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા દેશભરમાં રાફેલ મુદ્દે મોદી સરકાર વિરૂદ્ધ જુમલાઓ કરશે. આ મુદ્દાને રાહુલ ગાંધી સંસદમાં પણ ઉઠાવી ચુક્યાં છે. અને કોંગ્રેસ મોનસૂન સત્રમાં પણ સંસદ પરિસરમાં પ્રદર્શન કરી ચુક્યાં છે. કોંગ્રેસના મતે રાફેલ ડીલને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલું કૌભાંડ છે. ત્યારે વધતાં આ વિવાદ વચ્ચે ફ્રાંસ પાસેથી લગભગ 59000 કરોડ રૂપિયાના ખર્ચે ભારતને 36 ફાઈટર પ્લેન ખરીદવાનો શું છે મામલો તે જાણીએ.

શું છે રાફેલ?


- રાફેલ અનેક ભૂમિકાઓ ભજવનાર ડબલ એન્જિનથી સજ્જ ફ્રાંસનું લડાયક વિમાન છે.
- રાફેલનું નિર્માણ ડસોલ્ટ એવિએશને કર્યું છે.
- રાફેલ વિમાનોને વૈશ્વિક સ્તરે સર્વાધિક સક્ષમ લડાયક વિમાન માનવામાં આવે છે.

આગળ વાંચો UPA સરકારના સમયે શું થઈ હતી ડીલ?

રાફેલ વિમાનની કિંમત સત્તાવાર રીતે જાહેર કરાઈ ન હતી પરંતુ UPA સરકારે સંકેત આપ્યાં હતા કે સૌદો 10.2 અબજ અમેરિકી ડોલરનો હશે (ફાઈલ)
રાફેલ વિમાનની કિંમત સત્તાવાર રીતે જાહેર કરાઈ ન હતી પરંતુ UPA સરકારે સંકેત આપ્યાં હતા કે સૌદો 10.2 અબજ અમેરિકી ડોલરનો હશે (ફાઈલ)

UPA સરકારના સમયે રાફેલ અંગે શું થઈ હતી ડીલ? 


- ભારતે વર્ષ 2007માં 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 
- તત્કાલિન રક્ષા મંત્રી એકે એન્ટનીએ ભારતીય વાયુ સેનાના પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. 
- આ મોટા સૌદાના દાવેદારોમાં લોકહીડ માર્ટીનના એફ-16, યુરોફાઈટર ટાઈફુન, રશિયાના મિગ-35, સ્વીડનના ગ્રિપેન, બોઈંગના એફ/એ 18 અને ડસોલ્ટ એવિએશનના રાફેલને સામેલ કરવામાં આવ્યા હતા. 
- લાંબી પ્રક્રિયા પછી ડિસેમ્બર 2012માં બોલી લગાવવામાં આવી. જેમાં ડસોલ્ડ એવિએશને સૌથી ઓછી બોલી લગાવી હતી.
- મૂળ પ્રસ્તાવમાં 18 વિમાન ફ્રાંસમાં બનાવવાના હતા જ્યારે 108 હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે મળીને તૈયાર કરવાના હતા. 
- UPA સરકાર અને ડસોલ્ટ વચ્ચે કિંમતો અને પ્રોદ્યોગિકીના હસ્તાંતરણ પર લાંબી વાતચીત થઈ હતી. 
- છેલ્લે 2014ની શરૂઆત સુધી વાતચીત થઈ હતી પરંતુ સૌદો થયો ન હતો. 
- રાફેલ વિમાનની કિંમત સત્તાવાર રીતે જાહેર કરાઈ ન હતી પરંતુ UPA સરકારે સંકેત આપ્યાં હતા કે સૌદો 10.2 અબજ અમેરિકી ડોલરનો હશે. 
- કોંગ્રેસે પ્રત્યેક વિમાનની કિંમત એવિયોનિક્સ અને હથિયારોને સામેલ કરતાં 526 કરોડ રૂપિયા ગણાવી હતી. 

 

આગળ વાંચો મોદી સરકારના સમયમાં ડીલ કઈ દિશામાં?

ફ્રાંસ યાત્રા દરમિયાન 10 એપ્રિલે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે સમજૂતી અંતર્ગત ભારત 36 રાફેલ વિમાન ખરીદશે (ફાઈલ)
ફ્રાંસ યાત્રા દરમિયાન 10 એપ્રિલે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે સમજૂતી અંતર્ગત ભારત 36 રાફેલ વિમાન ખરીદશે (ફાઈલ)

મોદી સરકારમાં સૌદો કઈ દિશામાં? 


- ફ્રાંસ યાત્રા દરમિયાન 10 એપ્રિલે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે સમજૂતી અંતર્ગત ભારત 36 રાફેલ વિમાન ખરીદશે. 
- જાહેરાત બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાને સુરક્ષા મામલાના મંત્રીમંડળીય સમિતિની મંજૂરી વગર કઈ રીતે આ ડીલને અંતિમ રૂપ આપ્યું છે. 
- મોદી અને તત્કાલીન ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદે વચ્ચે વાતચીત બાદ 10 એપ્રિલ, 2015નાં રોજ જાહેર કરાયેલાં સંયુક્ત નિવેદનમાં કહેવાયું કે 36 રાફેલ જેટની આપૂર્તિ માટે સમજૂતી પર સહમત થયા. 

 

આગળ વાંચો શું છે રાફલ પર અંતિમ ડીલ?

ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાન ખરીદવા માટે 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ 7.87 અબજ યુરોના સૌદા પર હસ્તાક્ષર થયા
ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાન ખરીદવા માટે 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ 7.87 અબજ યુરોના સૌદા પર હસ્તાક્ષર થયા

રાફેલ પર શું છે અંતિમ ડીલ?

 
- ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાન ખરીદવા માટે 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ 7.87 અબજ યુરોના (લગભગ 59000 કરોડ રૂપિયા) સૌદા પર હસ્તાક્ષર થયા. 
- વિમાનને સપ્ટેમ્બર, 2019થી મોકલવાની શરૂઆત થશે. 

 

આગળ વાંચો મોદી સરકાર પર કોંગ્રેસના આરોપ અંગે

પાર્ટીએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સૌદામાં સામેલ કરવામાં નથી આવ્યાં (ફાઈલ)
પાર્ટીએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સૌદામાં સામેલ કરવામાં નથી આવ્યાં (ફાઈલ)

મોદી સરકાર પર કોંગ્રેસના શું છે આરોપ?


- કોંગ્રેસ આ ડીલમાં અનિયમિતતાના આરોપ લગાવી રહ્યાં છે. તેમના આરોપ મુજબ સરકાર પ્રત્યેક વિમાન 1,670 કરોડ રૂપિયામાં ખરીદે છે જ્યારે કે યુપીએ સરકારે પ્રતિ વિમાન 526 કરોડ રૂપિયાની કિંમત નક્કી કરી હતી. ત્યારે આ કિંમત કઈ રીતે વધી તે જણાવવાની માગ કરી છે.  
- પાર્ટીએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સૌદામાં સામેલ કરવામાં નથી આવ્યાં. 
- સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતીના એક પ્રાવાધનનો હવાલો આપીને ડીલની વિગત સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે. 

 

આગળ વાંચો શું છે મોદી સરકારની પ્રતિક્રિયા? 

સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતીના એક પ્રાવાધનનો હવાલો આપીને ડીલની વિગત સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે (ફાઈલ)
સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતીના એક પ્રાવાધનનો હવાલો આપીને ડીલની વિગત સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે (ફાઈલ)

શું છે મોદી સરકારની પ્રતિક્રિયા?

 

- લગભગ 2 વર્ષ પહેલાં રક્ષા રાજ્ય મંત્રીએ સંસદમાં એક પ્રશ્નના ઉત્તર આપતાં કહ્યું હતું કે પ્રત્યેક રાફેલ વિમાનની કિંમત લગભગ 670 કરોડ રૂપિયા છે. પરંતુ સંબંધિત ઉપકરણો, હથિયાર અને સેવાઓની કિંમતની જાણકારી ન આપી.

- જે બાદ સરકારે કિંમતો અંગે વાત કરવાનો ઈન્કાર કરી દીધો. સાથે જ એવું કહેવાય છે કે 36 રાફેલ વિમાનોની કિંમતની ડિલિવરેબલ્સના રૂપમાં 126 ફાઈટર પ્લેન ખરીદવાના મૂળ પ્રસ્તાવ સાથે સીધી તુલના ન કરી શકાય.

Know about all things in details about Rafale deal
X
રાફેલ અનેક ભૂમિકાઓ ભજવનાર ડબસ એન્જિનથી સજ્જ ફ્રાંસનું લડાયક વિમાન છેરાફેલ અનેક ભૂમિકાઓ ભજવનાર ડબસ એન્જિનથી સજ્જ ફ્રાંસનું લડાયક વિમાન છે
રાફેલ વિમાનની કિંમત સત્તાવાર રીતે જાહેર કરાઈ ન હતી પરંતુ UPA સરકારે સંકેત આપ્યાં હતા કે સૌદો 10.2 અબજ અમેરિકી ડોલરનો હશે (ફાઈલ)રાફેલ વિમાનની કિંમત સત્તાવાર રીતે જાહેર કરાઈ ન હતી પરંતુ UPA સરકારે સંકેત આપ્યાં હતા કે સૌદો 10.2 અબજ અમેરિકી ડોલરનો હશે (ફાઈલ)
ફ્રાંસ યાત્રા દરમિયાન 10 એપ્રિલે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે સમજૂતી અંતર્ગત ભારત 36 રાફેલ વિમાન ખરીદશે (ફાઈલ)ફ્રાંસ યાત્રા દરમિયાન 10 એપ્રિલે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે સમજૂતી અંતર્ગત ભારત 36 રાફેલ વિમાન ખરીદશે (ફાઈલ)
ભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાન ખરીદવા માટે 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ 7.87 અબજ યુરોના સૌદા પર હસ્તાક્ષર થયાભારત અને ફ્રાંસના 36 રાફેલ વિમાન ખરીદવા માટે 23 સપ્ટેમ્બર, 2016નાં રોજ 7.87 અબજ યુરોના સૌદા પર હસ્તાક્ષર થયા
પાર્ટીએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સૌદામાં સામેલ કરવામાં નથી આવ્યાં (ફાઈલ)પાર્ટીએ સરકાર પાસે જવાબ માંગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની HALને આ સૌદામાં સામેલ કરવામાં નથી આવ્યાં (ફાઈલ)
સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતીના એક પ્રાવાધનનો હવાલો આપીને ડીલની વિગત સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે (ફાઈલ)સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 સમજૂતીના એક પ્રાવાધનનો હવાલો આપીને ડીલની વિગત સાર્વજનિક કરવાનો ઈન્કાર કરી દીધો છે (ફાઈલ)
Know about all things in details about Rafale deal
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App