સફળતા / J&Kના કુલગામમાં સેનાએ ખૂંખાર આતંકી જીનત-ઉલ-ઈસ્લામને ઠાર કર્યો, ઘાટીમાં 2 જ ટોપ કમાન્ડર બચ્યા

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 01:38 PM
killed two terrorist in encounter with security forces in Jammu and Kashmir
X
killed two terrorist in encounter with security forces in Jammu and Kashmir

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકી ઠાર થયા છે. જેમાંથી એક ખૂંખાર આતંકી જીનત-ઉલ-ઈસ્લામ પણ છે. જીનલ-ઉલ-ઈસ્લામ આતંકી સંગઠન અલ બદ્ર સંગઠનની સાથે જોડાયેલો હતો. જ્યારે બીજા આતંકીનું નામ શકીલ અહેમદ ડાર છે. આ પહેલાં આતંકી જીનત-ઉલ-ઈસ્લામ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે પણ જોડાયેલો હતો. અથડામણની જગ્યાએ હથિયાર અને વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી હતી.

 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સિક્યોરિટી ફોર્સે સાંજે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે સુરક્ષા દળના જવાન જ્યારે તપાસ કરી રહ્યાં હતા ત્યારે આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર થયા. અધિકારીએ કહ્યું કે ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યાં છે. 

સેનાનું ઓપરેશન ઓલઆઉટ

આતંકીઓની કમર તૂટી
1.અલ બદરના ટોપ કમાન્ડર જીનત-ઉલ-રહેમાનના ખાતમાની સાથે જ કાશ્મીર ઘાટીમાં આતંકીઓની કમર તૂટી ગઈ છે.
2.આતંકીઓના ટોપ 12 કમાન્ડરોમાંથી હવે માત્ર રિયાઝ નાયકૂ અને જાકિસ મૂસા જ બચ્યાં છે. 
3.કાશ્મીર ઘાટીમાં આતંકીઓના કેટલાંક ગણતરીના જ કમાન્ડર બચ્યાં છે. 
4.સેના અને સુરક્ષા દળોની કાર્યવાહીમાં ગત વર્ષે માર્યાં ગયેલાં આતંકીઓનો આંકડો 260ની પાર પહોંચી ગયો છે. 
5.વર્ષની શરૂઆતમાં જ સેના અને સિક્યોરિટી ફોર્સને મળેલી મોટી સફળતાને કારણે આતંકી કમાન્ડરના ખાતમા કરવાના અભિયાનમાં વધુ તેજી આવી શકે છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ 2019માં સેનાનું ઓપરેશન ઓલઆઉટ યથાવત જ રહેશે. 
ગત વર્ષે સેનાને મળેલી સફળતા
6.માર્ચ 2018માં સેનાને અબૂ મતીન અને અબૂ હમાસને ઠાર કરવામાં મોટી સફળતા મળી હતી.
7.1લી એપ્રિલ, 2018નાં રોજ સિક્યોરિટી ફોર્સે શોપિયાંમાં સમીર અહેમદ ભટ ઉર્ફે સમીર ટાઈગરને ઠાર કર્યો હતો. 
8.ગત વર્ષે મે, જૂન અને જુલાઈમાં સદ્દામ પાડર અને આબુ કાસિમ જેવાં ખૂંખાર આતંકિઓનો ખાતમો કરાયો હતો. 
9.ઓક્ટોબરના મહિનામાં સેનાએ 27 આતંકીઓને ઢાળી દીધા હતા. જેમાં મન્નાન વાની, મેહરાજુદ્દીન બાંગરુ અને સબ્ઝાર અહમદ સોફી સામેલ હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App