ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» બાળકીએ અપહરણકર્તાને કોડ પૂછતાં તે ભાગી ગયો હતો | Courage of a Girl Child and stop Kidnapped incidents

    બાળકીની સમજદારીથી ભાગ્યો કિડનેપર, પૂછ્યો હતો પપ્પાનો 'કોડવર્ડ'

    Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 05:00 PM IST

    બાળકીના સવાલોથી ગભરાયેલો શખ્સ સોસાયટીમાંથી ફરાર થઈ ગયો હતો.
    • બાળકો સાથે વધતાં ગુનાઓને જોતા સોસાયટીના લોકોએ પોતાના બાળકોને સચેત કર્યા છે (સિમ્બોલિક ઈમેજ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બાળકો સાથે વધતાં ગુનાઓને જોતા સોસાયટીના લોકોએ પોતાના બાળકોને સચેત કર્યા છે (સિમ્બોલિક ઈમેજ)

      ગાઝિયાબાદઃ ઈન્દિરાપુરમના પાર્શ્વનાથ મેજિસ્ટિક સોસાયટીના પ્રાંગણમાં રમી રહેલી એક બાળકીની હોશિયારીથી અપહરણની ઘટના બચી ગઈ છે. સોસાયટીના ગેટ સુધી પહોંચેલા આરોપી યુવકે બાળકીને તેના પપ્પાનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવી તેની સાથે આવવાનું કહ્યું હતું. ત્યારે બાળકીએ સમજદારી દાખવી અને આરોપી શખ્સ સાથે સવાલ જવાબ શરૂ કરી દીધાં હતા. આટલું જ નહીં બાળકીએ યુવકને પોતાના પપ્પાનો કોડ પણ પૂછ્યો હતો. બાળકીના સવાલોથી ગભરાયેલો શખ્સ સોસાયટીમાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ CCTVની મદદથી આરોપીને શોધી રહી છે.

      બાળકીએ કોડ પૂછતાં ગભરાયો અપહરકર્તા


      - સોસાયટીના એક રહીશ રત્નદીપ સિંહે જણાવ્યું કે, રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે સોસાયટીમાં રહેતી એક પરિવારની 11 વર્ષની બાળકી ગેટ નંબર 3ની આજુબાજુ ફરી રહી હતી.
      - આ દરમિયાન 35 વર્ષનો એક યુવક આવ્યો અને બાળકીને કહ્યું કે તેના પિતાનું અકસ્માત થઈ ગયું છે. તે તેની સાથે આવે.
      - જો કે આ સમયે બાળકીએ સમજદારી બતાવતાં યુવકને પોતાના પપ્પાનો કોડ પૂછ્યો હતો.
      - આ સવાલથી ગભરાઈ જતાં શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે બાળકીએ જાણકારી આપી હતી.

      કામ આવ્યો સેફ્ટી કોડ


      - સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાળકો સાથે વધતાં ગુનાઓને જોતા સોસાયટીના લોકોએ પોતાના બાળકોને સચેત કર્યા છે.
      - લોકોએ પોતાના બાળકોને કોડ સિસ્ટમથી સમજાવ્યાં છે.
      - કોડ સિસ્ટમના કારણે કોઈ અજાણી વ્યક્તિ કોઈપણ બાળકને ફોસલાવી ન શકે કે કોઈપણ પ્રકારની લાલચ આપીને તેની સાથે ગુનાહિત કૃત્ય ન કરી શકે.
      - કોઈપણ અજાણ્યો શખ્સ કોઈ બાળકને કંઈપણ જણાવીને પોતાની સાથે આવવાનું કહે તો તે સમયે બાળક તેને કોડ પૂછે છે.
      - સંબંધિત વ્યક્તિ સાચો કોડ બતાવે તો જ બાળક તેની સાથે જાય છે. આ પદ્ધતિ બાળકોને જાગરૂત કરે છે તેમજ તેની સુરક્ષા પણ થાય છે.

      સોસાયટીની સુરક્ષા પર સવાલ


      - સોસાયટીના પદાધિકારીઓનો આરોપ છે કે ધોળે દિવસે સોસાયટીની અંદર અજાણી વ્યક્તિ ઘૂસી અને બાળકીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે.
      - સોસાયટીના ગેટ પર 24 કલાક તૈનાત ગાર્ડને તેની જાણ પણ થતી નથી. ત્યારે લોકોએ સોસાયટીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

      લોકોનો આરોપ બંધ છે CCTV


      - સોસાયટીના લોકોનો દાવો છે કે જે સ્થાને બાળકીના અપહરણનો પ્રયાસ થયો ત્યાં લગાવવામાં આવેલા CCTV ઘટના સમયે બંધ હતા. આ કારણથી જ આરોપી શખ્સ કેમેરામાં કેદ થયો ન હતો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • સોસાયટીના ગેટ સુધી પહોંચેલા આરોપી યુવકે બાળકીને તેના પપ્પાનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવી તેની સાથે આવવાનું કહ્યું હતું
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોસાયટીના ગેટ સુધી પહોંચેલા આરોપી યુવકે બાળકીને તેના પપ્પાનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવી તેની સાથે આવવાનું કહ્યું હતું

      ગાઝિયાબાદઃ ઈન્દિરાપુરમના પાર્શ્વનાથ મેજિસ્ટિક સોસાયટીના પ્રાંગણમાં રમી રહેલી એક બાળકીની હોશિયારીથી અપહરણની ઘટના બચી ગઈ છે. સોસાયટીના ગેટ સુધી પહોંચેલા આરોપી યુવકે બાળકીને તેના પપ્પાનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવી તેની સાથે આવવાનું કહ્યું હતું. ત્યારે બાળકીએ સમજદારી દાખવી અને આરોપી શખ્સ સાથે સવાલ જવાબ શરૂ કરી દીધાં હતા. આટલું જ નહીં બાળકીએ યુવકને પોતાના પપ્પાનો કોડ પણ પૂછ્યો હતો. બાળકીના સવાલોથી ગભરાયેલો શખ્સ સોસાયટીમાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ CCTVની મદદથી આરોપીને શોધી રહી છે.

      બાળકીએ કોડ પૂછતાં ગભરાયો અપહરકર્તા


      - સોસાયટીના એક રહીશ રત્નદીપ સિંહે જણાવ્યું કે, રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે સોસાયટીમાં રહેતી એક પરિવારની 11 વર્ષની બાળકી ગેટ નંબર 3ની આજુબાજુ ફરી રહી હતી.
      - આ દરમિયાન 35 વર્ષનો એક યુવક આવ્યો અને બાળકીને કહ્યું કે તેના પિતાનું અકસ્માત થઈ ગયું છે. તે તેની સાથે આવે.
      - જો કે આ સમયે બાળકીએ સમજદારી બતાવતાં યુવકને પોતાના પપ્પાનો કોડ પૂછ્યો હતો.
      - આ સવાલથી ગભરાઈ જતાં શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે બાળકીએ જાણકારી આપી હતી.

      કામ આવ્યો સેફ્ટી કોડ


      - સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાળકો સાથે વધતાં ગુનાઓને જોતા સોસાયટીના લોકોએ પોતાના બાળકોને સચેત કર્યા છે.
      - લોકોએ પોતાના બાળકોને કોડ સિસ્ટમથી સમજાવ્યાં છે.
      - કોડ સિસ્ટમના કારણે કોઈ અજાણી વ્યક્તિ કોઈપણ બાળકને ફોસલાવી ન શકે કે કોઈપણ પ્રકારની લાલચ આપીને તેની સાથે ગુનાહિત કૃત્ય ન કરી શકે.
      - કોઈપણ અજાણ્યો શખ્સ કોઈ બાળકને કંઈપણ જણાવીને પોતાની સાથે આવવાનું કહે તો તે સમયે બાળક તેને કોડ પૂછે છે.
      - સંબંધિત વ્યક્તિ સાચો કોડ બતાવે તો જ બાળક તેની સાથે જાય છે. આ પદ્ધતિ બાળકોને જાગરૂત કરે છે તેમજ તેની સુરક્ષા પણ થાય છે.

      સોસાયટીની સુરક્ષા પર સવાલ


      - સોસાયટીના પદાધિકારીઓનો આરોપ છે કે ધોળે દિવસે સોસાયટીની અંદર અજાણી વ્યક્તિ ઘૂસી અને બાળકીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે.
      - સોસાયટીના ગેટ પર 24 કલાક તૈનાત ગાર્ડને તેની જાણ પણ થતી નથી. ત્યારે લોકોએ સોસાયટીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

      લોકોનો આરોપ બંધ છે CCTV


      - સોસાયટીના લોકોનો દાવો છે કે જે સ્થાને બાળકીના અપહરણનો પ્રયાસ થયો ત્યાં લગાવવામાં આવેલા CCTV ઘટના સમયે બંધ હતા. આ કારણથી જ આરોપી શખ્સ કેમેરામાં કેદ થયો ન હતો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાળકીએ અપહરણકર્તાને કોડ પૂછતાં તે ભાગી ગયો હતો | Courage of a Girl Child and stop Kidnapped incidents
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top