Home » National News » Desh » 8 વર્ષના બાળકને કિડનેપ કરીને એક જ દિવસમાં છોડી દીધો| Kidnapped Child In Kanpur Returns Home in one day

બાળકને કિડનેપ કરી માંગી 5 કરોડની ખંડણી, પછી કિડનેપરોએ લીધો U-ટર્ન

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 02:53 PM

8 વર્ષના બાળકને સ્કૂલ જતી વખતે કિડનેપ કર્યો અને પછી એક દિવસમાં પરત કરી દીધો

 • 8 વર્ષના બાળકને કિડનેપ કરીને એક જ દિવસમાં છોડી દીધો| Kidnapped Child In Kanpur Returns Home in one day
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  8 વર્ષના આદિત્યને કરવામાં આવ્યો હતો કિડનેપ

  કાનપુર: યુપી પોલીસે માત્ર એક જ દિવસમાં કિડનેપ થયેલા બાળકને સુરક્ષીત રીતે ઘરે પરત લાવવાનું કામ કર્યું છે. બાળક ફતેહપુર જઈ રહેલી બસમાં બેઠેલો મળી આવ્યો છે. નોંધનીય છે કે, કિડનેપરોએ બાળકના પિતા પાસેથી રૂ. 5 કરોડની ખંડણી માગી હતી.

  સોમવારે સવારે થયો હતો કિડનેપ


  - કાકા દેવ વિસ્તારમાં રહેચા મંજીત શુક્લા એક હોસ્ટેલ ચલાવે છે. તેઓ અહીં તેમની પત્ની ઉમા અને 8 વર્ષના દીકરા આદિત્ય સાથે રહેતા હતા.
  - આદિત્ય નજીરાબાદમાં આવેલીઓંકારેશ્વર સરસ્વતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતો હતો. સોમવારે તે રોજની જેમ રિક્શામાં સ્કૂલે જતો હતો. રસ્તામાં બે બાઈક સવારે રિક્ષા રોકી અને ડ્રાઈવરની રાનપટી પર પિસ્તોલ રાખી દીધી હતી. આ જોઈને બાળકો ગભરાઈ ગયા હતા. એક બદમાશે બાળકોને પૂછ્યું કે, તમારામાંથી આદિત્ય કોણ છે? ઓળખ થતા જ તેઓ તેને બાઈક પર બેસાડીને જતા રહ્યા.
  - રિક્ષા ડ્રાઈવરે તુરંત આ વિશેની માહિતી સ્કૂલ પ્રશાસન અને બાળકના પરિવારજનોને આપી હતી.

  માંગી રૂ. 5 કરોડની ખંડણી


  - કિડનેપિંગની વાત સાંભળતા જ બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં માહિતી આપી હતી. અંદાજે એક કલાક પછી જ કિડનેપરોએ તેમને ફોન કર્યો હતો. તેમણે ફોન પર કહ્યું હતું કે, દીકરાને જીવતો જોવા માગો છો તોરૂ. 5 કરોડ તૈયાર રાખજો.
  - માહિતી મળતા જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ ગયા હતા અને સમગ્ર શહેરમાં શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.
  - પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓને પોલીસ શોધખોળની ખબર પડતા જ તેમણે ફતેહપુર જતી બસમાં બાળકને બેસાડી દીધો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
  - પોલીસ બાળકની મદદથી આરોપીઓનો સ્કેચ બનાવીને જાહેર કરે તેવી પણ શક્યતા છે.

  આ રીતે ઘરે પરત ફર્યો આદિત્ય


  - એસપી સાઉથ અશોક કુમાર વર્માએ જણાવ્યું કે, અમારી પાસે 8 વર્ષના છોકરાના કિડનેપિંગનો કેસ આવ્યો હતો. માહિતી મળતાં જ અમે સમગ્ર શહેરના વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું હતું. ફતેહપુરથી અમને ફરી માહિતી મળી કે તેમને બસમાંથી એક સ્કૂલ ડ્રેસ પહેરેલો બાળક મળી આવ્યો છે અને તેણે તેના પિતાનું નામ મંજિત જણાવ્યું છે. કાનપુર પોલીસ ટીમ ફતેહપુર રવાના થઈ અને અમે બાળકને સુરક્ષીત રીતે ઘરે પરત લઈ આવ્યા. કિડનેપિંગ કોણે કર્યું તે વિશેની હજુ તપાસ કરવામાં આવી રહી છે. અમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેમાં બાઈક પર બે લોકો બાળકને સાથે લઈ જતા જોવા મળ્યા છે. ટૂંક સમયમાં જ તે લોકોની ધરપકડ કરવામાં આવશે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • 8 વર્ષના બાળકને કિડનેપ કરીને એક જ દિવસમાં છોડી દીધો| Kidnapped Child In Kanpur Returns Home in one day
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગભરાયેલા અને ચિંતામાં આદિત્યના માતા-પિતા
 • 8 વર્ષના બાળકને કિડનેપ કરીને એક જ દિવસમાં છોડી દીધો| Kidnapped Child In Kanpur Returns Home in one day
  આ રિક્ષામાં સ્કૂલ જતી વખતે કિડનેપ થયો હતો આદિત્ય
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ