ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kerala HC said merely watching terrorist video reading jihadist literature dont make you Terrorist

  જેહાદી સાહિત્ય-વીડિયોથી કોઈ આતંકી ન બને: કેરળ HC

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 10:05 AM IST

  આરોપીએ તેના જામીન નામંજૂર કરવાના એનઆઇએ કોર્ટના આદેશને પડકાર્યો હતો
  • બેંચે કહ્યું કે આ પ્રકારના વીડિયો સાર્વજનિક છે અને લોકોની વચ્ચે ફરે જ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેંચે કહ્યું કે આ પ્રકારના વીડિયો સાર્વજનિક છે અને લોકોની વચ્ચે ફરે જ છે. (ફાઇલ)

   કોચિ (કેરળ): કેરળ હાઇકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા એક આરોપીને જામીન આપીને કહ્યું કે આતંક સાથે સંબંધિત વીડિયો જોવો અને જેહાદી સાહિત્ય વાંચવાથી કોઇ આતંકવાદી નથી બની જતું.

   હિંદુ પત્નીની ફરિયાદ હેઠળ આરોપીની થઇ હતી ધરપકડ

   - જજ એ.એમ. શફીક અને જજ પી. સોમરાજનની બેંચે મુહમ્મદ રિયાસ નામના એક વ્યક્તિની અપીલ પર વિચાર કરીને આ ટિપ્પણી કરી છે. આરોપીએ તેના જામીન નામંજૂર કરવાના એનઆઇએ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

   - રિયાસે કહ્યું કે તે કોઇપણ આતંકી સંગઠનનો હિસ્સો ન હતો. રિયાસે પોતાની અપીલમાં દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની હિંદુ પત્નીની ફરિયાદ પછી આતંકી આરોપો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

   આરોપીના લેપટોમાં જેહાદ આંદોલન વિશે સાહિત્ય, ઝાકિર નાઇકના ભાષણોના વીડિયો છે

   - અરજકર્તાએ કહ્યું કે તે ફક્ત લગ્નના વિવાદ સાથે જોડાયેલો મામલો છે અથવા તો તેની પત્નીએ કોઇના દબાણમાં આવીને તેના વિરુદ્ધ આ આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેની પત્ની ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.

   - સુનાવણી દરમિયાન કેન્દ્રીય એજન્સી એનઆઇએએ દલીલ કરી કે રિયાસ પાસેથી બે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, જેમાં જેહાદ આંદોલન વિશે સાહિત્ય, ઇસ્લામી ઉપદેશક ઝાકિર નાઇકના ભાષણોના વીડિયો અને સીરિયામાં યુદ્ધ સાથે જોડાયેલા કેટલાક વીડિયો છે.
   - જોકે બેંચે કહ્યું કે આ પ્રકારના વીડિયો સાર્વજનિક છે અને લોકોની વચ્ચે ફરે જ છે. ફક્ત એટલા માટે કે કોઇ વ્યક્તિ આ વીડિયો કે સાહિત્યને જોવે-વાંચે છે, તેને લઇને તેને આતંકવાદ સાથે સંકળાયેલો માની લેવું શક્ય નથી.

  • અરજકર્તાએ કહ્યું કે તે ફક્ત લગ્નના વિવાદ સાથે જોડાયેલો મામલો છે અથવા તો તેની પત્નીએ કોઇના દબાણમાં આવીને તેના વિરુદ્ધ આ આરોપ લગાવ્યા છે. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરજકર્તાએ કહ્યું કે તે ફક્ત લગ્નના વિવાદ સાથે જોડાયેલો મામલો છે અથવા તો તેની પત્નીએ કોઇના દબાણમાં આવીને તેના વિરુદ્ધ આ આરોપ લગાવ્યા છે. (પ્રતીકાત્મક)

   કોચિ (કેરળ): કેરળ હાઇકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા એક આરોપીને જામીન આપીને કહ્યું કે આતંક સાથે સંબંધિત વીડિયો જોવો અને જેહાદી સાહિત્ય વાંચવાથી કોઇ આતંકવાદી નથી બની જતું.

   હિંદુ પત્નીની ફરિયાદ હેઠળ આરોપીની થઇ હતી ધરપકડ

   - જજ એ.એમ. શફીક અને જજ પી. સોમરાજનની બેંચે મુહમ્મદ રિયાસ નામના એક વ્યક્તિની અપીલ પર વિચાર કરીને આ ટિપ્પણી કરી છે. આરોપીએ તેના જામીન નામંજૂર કરવાના એનઆઇએ કોર્ટના આદેશને પડકાર્યો હતો.

   - રિયાસે કહ્યું કે તે કોઇપણ આતંકી સંગઠનનો હિસ્સો ન હતો. રિયાસે પોતાની અપીલમાં દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની હિંદુ પત્નીની ફરિયાદ પછી આતંકી આરોપો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

   આરોપીના લેપટોમાં જેહાદ આંદોલન વિશે સાહિત્ય, ઝાકિર નાઇકના ભાષણોના વીડિયો છે

   - અરજકર્તાએ કહ્યું કે તે ફક્ત લગ્નના વિવાદ સાથે જોડાયેલો મામલો છે અથવા તો તેની પત્નીએ કોઇના દબાણમાં આવીને તેના વિરુદ્ધ આ આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેની પત્ની ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.

   - સુનાવણી દરમિયાન કેન્દ્રીય એજન્સી એનઆઇએએ દલીલ કરી કે રિયાસ પાસેથી બે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, જેમાં જેહાદ આંદોલન વિશે સાહિત્ય, ઇસ્લામી ઉપદેશક ઝાકિર નાઇકના ભાષણોના વીડિયો અને સીરિયામાં યુદ્ધ સાથે જોડાયેલા કેટલાક વીડિયો છે.
   - જોકે બેંચે કહ્યું કે આ પ્રકારના વીડિયો સાર્વજનિક છે અને લોકોની વચ્ચે ફરે જ છે. ફક્ત એટલા માટે કે કોઇ વ્યક્તિ આ વીડિયો કે સાહિત્યને જોવે-વાંચે છે, તેને લઇને તેને આતંકવાદ સાથે સંકળાયેલો માની લેવું શક્ય નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kerala HC said merely watching terrorist video reading jihadist literature dont make you Terrorist
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top