તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળઃ આજે થોડી રાહત મળે તેવી શક્યતા, રેડ એલર્ટ ખતમ, રાહત કાર્યમાં તેજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ કેરળમાં રવિવારે પૂર અને વરસાદથી થોડી રાહત મળી છે. છેલ્લાં 10 દિવસમાં પહેલી વખત એવું થયું છે કે જ્યારે કોઈપણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. રાજ્યમાં 94 વર્ષમાં સૌથી ભીષણ આપત્તિમાં 9 ઓગસ્ટથી અત્યારસુધીમાં લગભગ 200 લોકોનાં મોત નિપજ્યાં છે. અલપૂજ્જામાં એર ફોર્સના જી.એસ.એફ.ના વિંગ કમાન્ડર પ્રશાંતે જીવના જોખમે પૂરમાં ડૂબેલા એક ઘરની છત પર રડતાં 2 વર્ષના બાળકને એરલિફ્ટ કર્યું હતું. એરફોર્સે આ ઘટનાની વીડિયો પણ જાહેર કર્યો છે. આ પહેલા જ શૌર્ય ચક્ર વિજેતા કૈપ્ટન પી રાજકુમારે એક મકાનની છત પરથી 26 લોકોનો જીવ બચાવ્યો હતો.   

 

 

રાહત અને બચાવ કાર્ય માટે સેનાએ ઈસરોના એશિયન સેટ-2, કાર્ટોસેટ-2 સહિત પાંચ સેટેલાઈટથી મળનારી રિયલ ટાઈમ તસ્વીરોની મદદ લઈ રહ્યાં છે. કેન્દ્ર અને અનેક રાજ્ય સરકાર ઉપરાંત સામાન્ય લોકો પણ પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યાં છે. 

રવિવારે નેવીનું જહાજ દીપક રાશન અને પાણી લઈને દક્ષિણી નૌસૈન્ય બેઝ પર પહોંચ્યું. કેન્દ્ર પાસેથી મંજૂરી મળ્યાં બાદ સોમવારે પેસેન્જર ફ્લાઈટ કોચ્ચિ નેવી બેઝથી ટેક ઓફ થશે. 14 ઓગસ્ટે પેરિયાર નદીમાં આવેલાં પૂરના પાણી એરપોર્ટ સુધી આવવાને કારણે તેને 26 ઓગસ્ટ સુધી બંધ કરવું પડ્યું છે. વડાપ્રધાન મોદીએ પૂર પ્રભાવિત કેરળને તત્કાલ 500 કરોડ રૂપિયા સહાયતા આપવાની જાહેરાત કરી છે. PM મોદીએ તમામ મૃતકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખ રૂપિયાની સહાયત રકમ અને ગંભીર રીતે ઘાયલ થયેલાં લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. 

 

ધારાસભ્યો-સાંસદોને સેલરી દાન કરવાની અપીલ


- કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને પૂર પીડિતોની મદદ માટે તમામ સાંસદો અને ધારાસભ્યોને એક મહિનાની સેલેરી રાહત કોષમાં દાન કરવાનું કહ્યું છે.

 

10 જિલ્લામાં ઓરેન્જ અને બે જિલ્લામાં યલો એલર્ટ


- રવિવારે અનેક જિલ્લામાં પૂરનું પાણી ઉતરવા લાગ્યાં છે. જેને પગલે હવામાન વિભાગે તમામ 14 જિલ્લામાંથી રેડ એલર્ટ પરત લઈ 10 જિલ્લામાં ઓરેન્જ અને બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યાં છે. 

 

અનેક રાજ્યો આગળ આવ્યાં કરી મદદની જાહેરાત


- કેન્દ્રની મદદ ઉપરાંત અનેક રાજ્યોએ પણ કેરળને આર્થિક મદદની જાહેરાત કરી છે. 
- તેલંગાણાએ 25 કરોડ, મહારાષ્ટ્રએ 20 કરોડ, ઉત્તરપ્રદેશે 15 કરોડ, ઉત્તરાખંડે 5 કરોડ, તામિલનાડુએ 5 કરોડ, ગુજરાતે 10 કરોડ, ઝારખંડે 5 કરોડ, મધ્યપ્રદેશે 10 કરોડ, ઓરિસ્સાએ 5 કરોડ, બિહારે 10 કરોડ, હરિયાણાએ 10 કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 2 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. 

 

કેરળમાં 350થી વધુ મોત, 21000 કરોડ ડૂબ્યાં


- પૂરને પગલે મે માસથી અત્યારસુધી મરનારની સંખ્યા 350ને પાર પહોંચી ગઈ છે.
- 9 ઓગસ્ટ પછી પૂરથી 196 લોકોનાં મોત નિપજ્યાં છે. 
- શનિવારે એર્નાકુર્લમ, ત્રિસુર, ઇડુક્કી, પથનમથિટ્ટા અને ચેનગન્નૂર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યાં અને આ વિસ્તારમાં 33 લોકોનાં મોત નિપજ્યાં છે.

 

NDRFનું સૌથી મોટું ઓપરેશન


- પ્રદેશમાં અલુવા, ચાલકુડી, ચેનગન્નૂર, અલપ્પુઝા અને પથનમથિટ્ટામાં પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે.
- NDRF, આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડ અહીં બચાવ તેમજ રાહત કાર્યમાં મહેનત કરી રહ્યાં છે.
- શનિવારે પીએમ મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નીરિક્ષણ કર્યા બાદ 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 

 

કોચ્ચિ નૌસેના હવાઈ પટ્ટી પર ઉતરશે પ્લેન


- કેરળ પૂર પર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોચ્ચિ નૌસેના હવાઈ પટ્ટી પરથી સોમવારથી પેસેન્જર્સ પ્લેનને માટે ખુલ્લી મૂકવામાં આવશે. 

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...