તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kerala Flood Disaster Of Century|કેરળમાં આસમાની આફતનો કાળો કેર

કેરળમાં આસમાની આફતનો કાળો કેર, જંગલથી લઈને સિમેન્ટ કોંક્રિટના જંગલો પણ આવ્યાં ઝપટમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેરળમાં 13 દિવસ પછી વરસાદ અને પૂરથી લોકોને રાહત મળી છે. ઘણાં વિસ્તારોમાં હવે ધીમે ધીમે પાણી ઓછું થયું છે અને તેના કારણે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળવાની શરૂ થઈ છે. જોકે હજુ પણ ઘણી એવી જગ્યા છે જ્યાં હજારો લોકો ફસાયેલા છે. સોમવારે વધુ 6 લોકોના મોત થયા છે. આમ, 8થી 20 ઓગસ્ટ સુધીમાં મરનાર લોકોની કુલ સંખ્યા 223 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં 29મેના રોજ આવેલા પૂર પછી કુલ મરનાર લોકોની સંખ્યા વધીને 400થી વધુ થઈ ગઈ છે. ત્યારે એક નજર એ દૃશ્યો પર જેમાં કેરળ પર વરસેલી કયામતનો અંદાજ લગાવી શકાય છે.