Home » National News » Desh » Know about Shwetambri Sharma investigate officer in Kathua Case

આ પોલીસ અધિકારીએ જણાવ્યું કઠુઆ રેપ કેસ સોલ્વમાં કરવામાં શું આવી હતી મુશ્કેલીઓ? કઈ રીતે લોકો કરી રહ્યાં હતા પરેશાન

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 04:00 PM

JK ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની એકમાત્ર મહિલા અધિકારીએ જણાવી કથુઆ કેસમાં આવેલી મુશ્કેલીઓ.

 • Know about Shwetambri Sharma investigate officer in Kathua Case
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્વેતામ્બરી શર્મા

  જમ્મુઃ આસિફા રેપ કેસે દેશભરમાં લોકોને ખળભળાવી મુક્યાં છે. સાથે જ દરેક લોકો, સેલિબ્રિટી અને બાળકો પણ કઠોર સજા અપાવવાની માગ કરી રહ્યાં છે. આ કેસમાં 8 વર્ષની બાળકીના ગેંગરેપ પછી હત્યાના મામલે સોમવારે બે કોર્ટમાં સુનાવણી થઈ. જમ્મુની જિલ્લા અદાલતમાં 8માંથી સાત આરોપીઓને રજૂ કરવામાં આવ્યાં. આ મામલે જમ્મુ કાશ્મીર ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમમાં સામલે એકમાત્ર મહિલા અધિકારી શ્વેતામ્બરી શર્માએ મીડિયાને જણાવ્યું કે આ કેસને સોલ્વ કરવા માટે તેની સામે અનેક મુશ્કેલીઓ આવી, અનેક વખતે તેને પરેશાન કરવામાં આવી અને કેટલાંક સ્થાનિકોએ કેસ છોડવા માટે મજબૂર પણ કરી હતી.

  કેસ છોડવા કર્યાં હતા મજબૂર


  - શ્વેતામ્બરી શર્માએ જણાવ્યું કે બાળકીના રેપ અને હત્યા કર્યા બાદ ટીમને જે લોકો પર શંકા હતી તેઓએ અને તેમના સંબંધીઓએ તપાસ દરમિયાન અનેકવખત અડચણો ઊભી કરી.
  - સાથે જ અનેક વખત તેમના પર અને ટીમ પર ખોટાં આરોપો લગાવ્યા અને અનેક વખત અલગ અલગ રીતે અમને કેસ છોડવા માટે મજબૂર કર્યા.
  - શ્વેતામ્બરીના જણાવ્યા મુજબ તેના માટે તે સૌથી મુશ્કેલ સમય હતો જ્યારે તેને ખ્યાલ પડ્યો કે પોલીસે જ મામલો દબાવવા માટે પૈસા લીધા હતા.
  - વધુમાં તેઓએ જણાવ્યું કે તેમના પર જાતિગત દબાણ પણ કરવામાં આવ્યું કે જે બાળકીનું મર્ડર થયું તે મુસ્લિમ હતી અને મોટા ભાગના આરોપીઓ બ્રાહ્મણ છે. તેમને કહેવામાં આવ્યું કે તે પણ બ્રાહ્મણ છે અને તેને આરોપીઓને સામે ન લાવવાં જોઈએ.
  - જ્યારે વિરોધીઓના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યાં તો તેઓ દંડા લઈને રોડ પર આવી ગયા. રેલીઓ કાઢી અને અલગ અલગ રીતે ધમકીઓ આપવા લાગ્યાં પરંતુ તેઓએ હિંમત રાખી અને આરોપીઓને જેલ સુધી પહોંચાડ્યા.

  કોણ છે શ્વેતામ્બરી શર્મા?


  - 2012માં શ્વેતામ્બરીએ પોલીસ જોઈન કર્યું હતું. માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી અને જમ્મુ વિશ્વવિદ્યાલયથી સ્ટડી કરી સાથે જ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો હતો.
  - પોલીસમાં આવ્યાં બાદ પણ તેઓએ પોતાની સ્ટડી યથાવત રાખી હતી PHD કર્યું હતું.

  રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી


  - શ્વેતામ્બરીએ કહ્યું કે કેસના સમયે તેની રાતની નીંદ ઉડી ગઈ હતી પરંતુ આ કેસની નવરાત્ર દરમિયાન તપાસ શરૂ કરી તો માં દુર્ગાએ કેસ સોલ્વ કરવામાં અમારી મદદ કરી હતી.
  - આગળ તેઓએ જણાવ્યું કે કેસ સોલ્વ કરવા અને મામલાની ઉંડાણ સુધી જવા અનેક રાત સુતી પણ ન હતી.
  - હું મારા બાળકો અને ફેમિલીને બિલકુલ જ સમય આપી શક્યો ન હતો. દીકરાની પરીક્ષા ચાલી રહી હતી પરંતુ તેને ભણાવવા માટેનો સમય પણ મારી પાસે ન હતો.

  શું છે મામલો?


  - પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં અલ્પસંખ્યક બકરવાલ સમુદાયની 8 વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને ઘણાં દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જે બાદ તેની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
  - આ મામલે ગામના એક મંદિરના 60 વર્ષના સેવાદાર સાંઝી રામ સહિત 8 લોકો આરોપી છે. જેમાં એક સાંઝી રામનો ભત્રીજો સગીર છે. તમામની ધરપકડ કરવામાં આવી છે.
  - 10 એપ્રિલે આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે રોક્યા હતા, જે બાદ આ મામલાએ તૂલ પકડ્યું છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Know about Shwetambri Sharma investigate officer in Kathua Case
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  DSP શ્વેતામ્બરી શર્માએ કેસ સોલ્વ કરવામાં ઘણી જ મહત્વની ભૂમિકા ભજવી
 • Know about Shwetambri Sharma investigate officer in Kathua Case
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વકીલ દીપિકા રાજાવત જેઓએ પોતાના જીવ પર ખતરો હોવાનું પણ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું
 • Know about Shwetambri Sharma investigate officer in Kathua Case
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  60 વર્ષનો આરોપી સાંઝી રામ
 • Know about Shwetambri Sharma investigate officer in Kathua Case
  આ હાલતમાં મળી હતી 8 વર્ષની માસૂમ આસિફાની લાશ (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ