વિદ્યાર્થીનીએ પીઠ પર લખાવ્યું મહાદેવ, પૂછતા જણાવ્યું આ કારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારાણસી: બીએચયુ આઈઆઈટી કલ્ચરલ ઈવેન્ટ કાશી યાત્રા શરૂ થતાં જ કેમ્પસમાં સ્ટૂડન્ટ પર તેનો રંગ દેખાવા લાગ્યો હતો. ગુરુવારે કાર્યક્રમ દરમિયાન સનબીમ કોલેજમાંથી બીકોમ કરી રહેલી વિદ્યાર્થીની સૃષ્ટી સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેણે તેની પીઠ ઉપર મહાદેવનું ટેટુ બનાવ્યું હતું. જાણો મહાદેવનું નામ લખાવનાર વિદ્યાર્થીનીએ શું કહ્યું...

 

- બીકોમની સ્ટૂડન્ટ સૃષ્ટીએ જણાવ્યું કે, હું કાશીને રિપ્રેઝન્ટ કરી રહી છું. આ નગર મહાદેવનું છે. દરેક વ્યક્તિ તેમને આત્મસાત કરે છે તેથી મે પીઠ પર તેમનું નામ લખાવ્યું છે. શિવને અર્ધનારીશ્વર પણ કહેવામાં આવે છે. તેથી માથા ઉપર તેમના જેવું જ ત્રિપુંડ પણ તેમના જેવું જ લગાવ્યું છે.
- તે ઉપરાંત 10માં ઘોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીના સ્કર્ટ પર રામનું નામ લખેલુ છે. તેણે જણાવ્યું કે, બનારસમાં લાકડાના રમકડાં સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. પરંતુ આર્ટ હવે પુરૂ થઈ રહ્યું છે. તેથી મે મારા સ્કર્ટ ઉપર જ રામ નામ લખાવી દીધું છે. કારણકે કાશી ધાર્મિક નગરી છે. 
- પ્રોફેશનલ મોડલ દીપિકાએ જ્યુટમાંથી બનેલા શોર્ટ જેકેટને પહેર્યું હતું.
- તનુ પ્રિયાએ જણાવ્યું કે, આ ઈવેન્ટ યુથમાટેની છે. એટલે અમે કલર્સ ઓફ ઈન્ડિયાની થીમ રાખી છે. 

શું કહે છે કાર્યક્રમના અધિકારીઓ
- ચેરમેન કમલેશ કુમારે જણાવ્યું કે, ડાન્સિંગ, નુક્કડ નાટક, વાદ-વિવાદ કોમ્પીટીશન, ક્વિઝ, લાઈવ સ્કેટિંગ અને કવિ સંમેલન જેવી ઈવેન્ટ રાખવામાં આવી છે. 
- કાર્યક્રમમાં 75 અન્ય કોલેજોમાંથી 750થી વધારે વિદ્યાર્થીઓ અને બનારસમાંથી 850 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે ફેશન શોનો પહેલો રાઉન્ડ રાખવામાં આવ્યો છે. તેમાંથી સિલેક્ટ થતા લોકો નેક્સ્ટ રાઉન્ડમાં જશે. શો માટે છોકરીઓનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય વિવિધ તસવીરો

અન્ય સમાચારો પણ છે...