ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Karti Chidambaram has been arrested in INX money laundering case

  INX કેસઃ કાર્તિ ચિદંબરમને અરેસ્ટ કરી સીબીઆઈ દિલ્હી લાવી; મોટી સફળતા- સ્વામી

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 06:13 PM IST

  લંડનથી પરત ફરતી વખતે ચેન્નાઈ એરપોર્ટ પર કાર્તિની કરાઈ ધરપકડ
  • કાર્તિની સીબીઆઈએ કરી ધરપકડ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્તિની સીબીઆઈએ કરી ધરપકડ

   ચેન્નઈઃ આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમના દીકરા કાર્તિ ચિદંબરમને સીબીઆઈએ બુધવારે ચેન્નઈ એરપોર્ટ પરતથી ધરપકડ કરી લીધી. તેઓ કોર્ટની મંજૂરી લઈને થોડા દિવસ પહેલા લંડન ગયા હતા. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે કાર્તિ વિરુદ્ધ મજબૂત પુરાવા છે, તેઓ જેલ જશે. આ મોટી સફળતા છે. બીજી તરફ, તપાસ એજન્સીએ જણાવ્યું કે કાર્તિ પર આઈએનએક્સ મીડિયાની મદદ કરવાના બદલામાં 10 લાખ રૂપિયા લાંચ આપવાનો આરોપ છે. તેઓ તપાસમાં મદદ નથી કરી રહ્યા. ધરપકડ બાદ કાર્તિને ફ્લાઇટથી દિલ્હી લાવવામાં આવ્યા. કોર્ટમાં રજૂઆત બાદ તેમને સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે તેને બદલાની કાર્યવાહી કરાર કરી અને કહ્યું કે મોદી સરકાર પોતાના ગોટાળા છૂપાવી રહી છે.

   ધરપકડથી કોંગ્રેસનો અવાજ નહીં દબાવી શકાય

   - કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કાર્તિની ધરપકડ કોંગ્રેસને મોદી સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા નહીં રોકી શકે. આ બદલાની કાર્યવાહી છે. કેન્દ્ર સરકાર પણ ભ્રષ્ટાચારથી ઘેરાયેલી છે અને પોતાના ગોટાળા છૂપાવી રહી છે.
   - ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી કાર્તિ તરફથી રજૂઆત કરી.

   જેલ જશે કાર્તિ, આ મોટી સફળતાઃ સ્વામી

   - બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સીબીઆઈએ તેમને (કાર્તિ ચિદંબરમને) અનેક તક આપી, પરંતુ તમામ સાબિતી હોવા છતાંય ખોટું બોલતા રહ્યા. સીબીઆઈ ચાર્જશીટ રજૂ કરશે અને કાર્તિ અંતમાં જેલ જશે. આ મોટી સફળતા છે.

   કાર્તિના ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા

   - તાજેતરમાં જ ઈડીએ કાર્તિ ચિદંબરમના દિલ્હી અને ચેન્નાઈમાં આવેલા ઘર અને ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા.
   - ઈડીએ 2007માં આઈએનએક્સ મીડિયા માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટમાં અનિયમિતતાઓના કારણે કાર્તિ ચિદંબરમ સામે સમન્સ જાહેર કરવામાં આવ્યો હતો.
   - સીબીઆઈ આ મામલે અલગથી તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે પીટર અને ઈન્દ્રાણી મુખરજીની પણ પૂછપરછ કરી છે.

   આગળની સ્લાઈડમાં જાણો, શું છે કાર્તિ પર આરોપ?

  • કાર્તિ પૂછપરછમાં સહયોગ કરતા ન હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્તિ પૂછપરછમાં સહયોગ કરતા ન હોવાથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Karti Chidambaram has been arrested in INX money laundering case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `