કરતારપુર / ગુરુદ્વારા જમીન પર પાકિસ્તાનનો કબજો, ભારતે કહ્યું- મેનેજમેન્ટ કમિટિને પરત કરો

divyabhaskar.com

Mar 16, 2019, 06:05 PM IST
kartarpur corridor issue gurudwara land encroached by pakistan government india demands return to gurudwara committee

  • ભારતીય અધિકારીઓએ ગુરુદ્વારાની જમીન પર કબજાને સિખોની લાગણીઓ સાથે રમત ગણાવી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ત્યાંના પંજાબ પ્રાંતમાં આવેલા નલોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર સાહેબ ગુરુદ્વારા અને તેની આસપાસની જમીન કબજો કર્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાનને તે કબજે કરેલી જમીનને ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટિને તુરંત પરત કરવા કહ્યું છે.

ગુરુદ્વારા માટે નલોવાલમાં આ જમીન મહારાજા રણજીત સિંહ અને અમુક સિખ સેવકોએ દાન કરી હતી. માનવામાં આવે છે કે, પાકિસ્તાન સરકારે અલગ અલગ સમયે તેના અમુક હિસ્સાઓ પર કબજો કરી લીધો હતો. ભારતીય અધિકારીઓએ ગુરુદ્વારાની કાયદેસર જમીન લઈ લેતા વિરોધ વ્યક્ત કરીને તેને ગુરુનાનક દેવ જીના ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાને કોરિડોર વિશેની ભારતની માગણી નકારી: કરતારપુર કોરિડોર પર પાકિસ્તાને ભારત સાથેની અમૃતસર મીટિંગના બીજા જ દિવસે ભારતે આપેલા સૂચનો માનવાનો ઈનકાર કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનની આ બે મોઢાની નીતિને વખોડી નાખી છે અને કહ્યું છે કે, સિખ શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત કરવાથી કોરિડોરનો વાસ્તવિક લક્ષ્ય પૂરો થશે નહીં. કરતારપુર ગુરુદ્વારાની રોજ દર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ.

ભારતની આ માંગણી પાકિસ્તાને નકારી

  • ભારતે કરતારપુર કોરિડોર પર થયેલી પહેલી બેઠકમાં પાકિસ્તાનને પ્રસ્તાવ આપ્યો હતો કે એક દિવસમાં 5,000 શ્રદ્ધાળુઓને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. તે સાથે ગુરુપર્વ અને બૈસાખી જેવા ખાસ પ્રસંગોએ વિઝા વગર 15,000 લોકોને દર્શન કરવાનો મોકો આપવો જોઈએ. જોકે પાકિસ્તાને આ માંગ નકારી દીધી છે.
  • આ સિવાય ભારતે માંગણી કરી હતી કે, દેશ અને વિદેશથી રોજ હજારો લોકો કરતારપુર પહોંચશે. આ સંજોગોમાં ભારતીય અને ભારતીય મૂળના લોકોની એન્ટ્રી માન્ય રાખવામાં આવવી જોઈએ. આ વિશે પણ પાકિસ્તાને સહમતી આપી નથી.
  • ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, એક પરિવાર કે સમૂહમાં જતા લોકોની સંખ્યા ભલે ગમે તેટલી હોય તેમને કરતારપુરમાં દર્શન માટે પાકિસ્તાન જવાની મંજૂરી મળવી જોઈએ. જોકે પાકિસ્તાને આ માંગણીને એવુ કહીને ટાળી દીધી છે કે એક વારમાં 15 શ્રદ્ધાળુઓનું એક ટોળું જ દર્શન માટે જઈ શકે છે.

ગયા વર્ષે કોરિડોરની આધાર શિલા રાખી હતી: કોરિડોર ડેરા બાબા નાનકથી પાકિસ્તાનના કરતારપુર વચ્ચે બનવાનો છે. નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાને આ કોરિડોરને તેમના તેમના વિસ્તારમાં નિર્માણની આધારશિલા રાખી હતી. પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ભારતીય ઉચ્ચાયુક્તને આ કોરિડોર પર આગામી ચર્ચા માટે ભારતીય પક્ષને 28 માર્ચે પાકિસ્તાન મોકલવાનો આગ્રહ કર્યો હતો.

X
kartarpur corridor issue gurudwara land encroached by pakistan government india demands return to gurudwara committee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી