Home » National News » Latest News » National » Karnataka Congress JDS government formation

કર્ણાટકઃ પહેલાં સ્પીકરની પસંદગી બાદમાં બહુમત સાબિત કરીશું- ખડગે

Divyabhaskar.com | Updated - May 22, 2018, 12:42 PM

કોંગ્રેસ-JDS વચ્ચે મંત્રીમંડળ અને સત્તાની વહેંચણીને લઈને ચાલતી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી.

 • Karnataka Congress JDS government formation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મલ્લિકાર્જુન ખડગેએ પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસે JDSને સમર્થન કર્યું છે તો તેને સરકારમાં યોગ્ય ભાગ મળવો જોઈએ (ફાઈલ)

  નવી દિલ્હીઃ કોંગ્રેસ-JDS વચ્ચે મંત્રીમંડળ અને સત્તાની વહેંચણીને લઈને ચાલતી મડાગાંઠ હજુ ઉકેલાઈ નથી. કોંગ્રેસ-JDS વચ્ચે ખાતાઓની ફાળવણીના સવાલ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે, "અમારો પહેલો હેતુ સ્પીકરની ચૂંટણી છે, જે બાદ બહુમત સાબિત કરવાનો. આ બંને વસ્તુના ઉકેલ પછી અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે." બુધવારે સાંજે 4:30 વાગ્યે કુમારસ્વામી બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે.

  ખડગેએ કહ્યું- સરકાર બનાવવાનો નિર્ણય અમે કરીશું


  - મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર બનાવવાનો નિર્ણય અમારા હાઈકમાન્ડના લોકો કરશે. અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ. JDSને અમે સમર્થન આપ્યું છે, જે એક ક્ષેત્રીય પક્ષ છે. તમામ મૂલ્યોની સાથે અમારે તે ધ્યાન રાખવું પડશે કે અમે સમર્થન આપ્યું છે તો અમને પણ સત્તામાં ભાગ મળે.

  સોમવારે દિલ્હીમાં સોનિયા-રાહુલ અને માયાવતીને મળ્યાં કુમારસ્વામી


  - આ પહેલાં કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ફોર્મૂલાને રદ કરી હતી. તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અમને સત્તામાં યોગ્ય ભાગ મળવો જોઈએ.
  - મંત્રીમંડળની વહેંચણી અંગે કુમારસ્વામી સોમવારે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા. આ પહેલાં તેઓએ બસપા અધ્યક્ષા માયાવતી સાથે પણ મુલાકાત કરી ચૂંટણીમાં સાથ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

  યેદિયુરપ્પાએ ઈલેકશન કમીશનને લખ્યો પત્ર, ચૂંટણીમાં ગડબડીનો આરોપ


  - ભાજપના નેતા બી.એસ.યેદિયુરપ્પાએ મુખ્ય ચૂંટણી કમિશ્નરને પત્ર લખીને કર્ણાટક ચૂંટણીમાં કથિત ગડબડીની ફરિયાદ કરી છે.
  - યેદિયુરપ્પાનું કહેવું છે કે વિજયનગરના માનાગુલી ગામમાં VVPAT મશીન રઝળતા મળી આવ્યાં હતા જે બતાવે છે કે ચૂંટણીમાં મોટા પાયે ગડબડીઓ થઈ છે. અમને આશા છે કે ચૂંટણી પંચ આ મુદ્દાને ગંભીરતાથી લેશે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Karnataka Congress JDS government formation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મંત્રીમંડળની વહેંચણી અંગે કુમારસ્વામી સોમવારે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા
 • Karnataka Congress JDS government formation
  બસપા અધ્યક્ષા માયાવતી સાથે પણ મુલાકાત કરી ચૂંટણીમાં સાથ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ