ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં 25મીએ ફ્લોર ટેસ્ટ| Karnatakas floor test now on 25th May

  કુમારસ્વામીની અગ્નિપરીક્ષા હજુ બાકી, સ્પીકરની ચૂંટણી લડશે ભાજપ

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:01 PM IST

  25મેના રોજ કર્ણાટક વિધાનસભાની પહેલી બેઠક 12.15 PMએ રાખવામાં આવી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુ: કર્ણાટકમાં વિશ્વાસનો મત સાબિત કરે તે પહેલા પણ કુમારસ્વામીને વિધાનસભામાં પોતાની તાકાત બતાવવી પડશે. બહુમતી સાબિત કરતા પહેલા ભાજપ અને જેડીએસ-કોંગ્રેસના ઉમેદવારોમાંથી કોઇ એકને વિધાનસભા અધ્યક્ષ ચૂંટવામાં આવશે. ભાજપ તરફથી 5 બારના ધારાસભ્ય સુરેશકુમારે ઉમેદવારી નોંધાવી છે. કુમારસ્વામી તરફથી કોંગ્રેસના વરિષ્ઠ વિધાયક અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમેશકુમાર સ્પીકર માટે દાવેદાર છે. કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ખૂબ સરળતાથી સ્પીકર તરીકે ચૂંટાઇ આવશે એવો દાવો કર્યો છે. જ્યારે સુરેશકુમારે કહ્યું છે કે 12.30 વાગ્યે ચૂંટણી છે અને તે પછી તમને પરિણામની ખબર પડી જશે.

   સ્પીકરની ચૂંટણી પછી ફ્લોર ટેસ્ટ

   કુમારસ્વામીની એક સીટ અને એક સ્પીકરની બેઠક ઘટતા સંખ્યાઃ 220
   બહુમતી માટે જરૂરીઃ 111
   કોંગ્રેસ (78-1 સ્પીકર) + જેડીએસ(38-1 કુમારસ્વામી)= 114
   ભાજપ = 104

   25 મેના રોજ થશે ફ્લોર ટેસ્ટ

   જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લઈ લીધા છે. કુમારસ્વામી સિવાય કોંગ્રેસી નેતા જી. પરમેશ્વરે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં જ કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી બનશે તેના 24 કલાકમાં જ બહુમત સાબિત કરીને બતાવશે અને ફ્લોર ટેસ્ટ માટે 24 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. હવે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએની ગઠબંધનની સરકાર બની ગઈ છે ત્યારે ફ્લોર ટેસ્ટ એક દિવસ પાછળ ઠેલી દેવામાં આવ્યો છે. એટલે કે હવે ફ્લોર ટેસ્ટ માટે 25 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

   કર્ણાટકની સરકાર સામે ફરી ઊભા થયા સવાલો

   ફ્લોર ટેસ્ટનો દિવસ એક દિવસ પાછળ ઠેલવામાં આવ્યો હોવાથી કર્ણાટકના રાજકારણ સામે ફરી સવાલો ઊભા થવા લાગ્યા છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે, ગઠબંધનની સરકાર સરળતાથી બહુમત સાબીત કરી લેશે. આ સરકાર માટે બહુમત સાબીત કરવી ચિંતાનો વિષય નથી. જોકે ફ્લોરટેસ્ટનો દિવસ કેમ બદલવામાં આવ્યો છે તે વિશે કોઈ ખાસ ખુલાસો કરવામાં આવ્યો નથી. 25મેના રોજ નવીબનેલી 15મી વિધાનસભાના પહેલાં સત્રની બેઠક બપોરે 12.15 રાખવામાં આવી હતી.

   મંત્રી મંડળમાં 12:22ની ફોર્મૂલા

   દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 12 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

  • 25મીએ કુમારસ્વામીને સાબિત કરવો પડશે બહુમત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   25મીએ કુમારસ્વામીને સાબિત કરવો પડશે બહુમત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં 25મીએ ફ્લોર ટેસ્ટ| Karnatakas floor test now on 25th May
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `