Home » National News » Latest News » National » કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election

કર્ણાટક EXIT POLL: 8માંથી 5માં ભાજપ, 3માં કોંગ્રેસને બહુમતી

Divyabhaskar.com | Updated - May 13, 2018, 08:26 AM

યેદૂરપ્પાએ ભાજપને 140થી 145 બેઠકો મળવાનો દાવો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15 મેના રોજ જાહેર થશે.

 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું વોટિંગ પૂરું થયા પછી એક્ઝિટ પોલના પરિણામો બહાર આવ્યા છે. 8માંથી 5 એક્ઝિટ પોલમાં ભાજપ બહુમતીની નજીક જણાય છે. જ્યારે ત્રણ અનુમાનોમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. ટુડેઝ ચાણક્ય, એબીપી ન્યુઝ-સી વોટર, ન્યુઝ નેશન, ન્યુઝ એક્સ-સીએનએક્સ અને રીપબ્લિક-જનની વાતના સરવેમાં ભાજપ બહુમતીની નજીક છે. બીજી બાજુ, ઇન્ડિયા ટીવી-વીએમઆર, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા અને ટાઇમ્સ નાઉ-વીએમઆરના અનુમાનમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી છે. 23 એપ્રિલે પણ ન્યુઝ ચેનલ અને એજન્સીઓએ ઓપિનિયન પોલ જાહેર કર્યા હતા. તેમાં મોટા ભાગના અનુમાનોમાં ત્રિશંકુ વિધાનસભાનું ચિત્ર ઉપસ્યું હતું. ભાજપ- કોંગ્રેસ વચ્ચે કટ્ટર સ્પર્ધા અને જેડીએસ કિંગમેકર બનશે એવો દાવો કરવામાં આવ્યો હતો. મત ગણતરી 15ના રોજ થશે.

  કર્ણાટક એક્ઝિટ પોલ 2018

  પાર્ટી

  2013માં

  બેઠક

  ઇન્ડિયા ટીવી- વીએમઆર

  ઇન્ડિયા ટુડે-એક્સિસ

  ટાઇમ્સ નાઉ-વીએમઆર એબીપી- સીવોટર રિપબ્લિક- જન કી બાત ન્યૂઝ નેશન ન્યૂઝ એક્સ-સીએનએક્સ ચાણક્ય

  ભાજપ

  40

  87

  80-93

  80-93 101-113 95-114 105-109 102-110 120

  કોંગ્રેસ

  122

  97

  106-118

  90-103 82-94 73-82 71-75 72-78 73

  જેડીએસ

  40

  35

  22-30

  31-39 18-31 32-43 36-40 35-39 26

  અન્ય

  22

  3

  1-4

  2-4 1-8 2-3 3-5 3-5 3

  - 224 કુલ વિધાનસભા બેઠકો
  - 113 બહુમતી માટે જરૂરી
  - 15 મેના રોજ પરિણામ

  રાજ્યમાં 46 વર્ષમાં ફક્ત બે વાર 70 ટકાથી વધુ વોટિંગ

  ઉલ્લેખનીય છે કે કર્ણાટક 1952થી 1967ની ચૂંટણી સુધી મૈસૂર કહેવાતુ હતું. પુનર્ગઠન પછી તેનું નામ કર્ણાટક થયું. 1972માં અહીં પહેલી ચૂંટણી થઇ. તે પછી છેલ્લા 46 વર્ષમાં માત્ર બે વાર 1978 અને 2013માં જ રાજ્યમાં વોટિંગ 70 ટકાથી વધુ થયું. પાછલા ત્રણમાંથી બે પ્રસંગે એટલે કે 2004 અને 2008માં વોટિંગ 70 ટકાથી ઓછું થયું હતું ત્યારે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા ચૂંટાઇ હતી.

  વર્ષ વોટિંગ પરિણામ
  1978 વિધાનસભા ચૂંટણી 71.90% કોંગ્રેસને 149 અને જનતા પાર્ટીને પ્રથમવાર 59 બેઠકો મળી
  2013 વિધાનસભા ચૂંટણી 71.45% કોંગ્રેસને 224 માંથી 122 બેઠકો મળી
  2014 લોકસભા ચૂંટણી 67.20% ભાજપને 28 માંથી 17 બેઠકો મળી

  અપડેટ્સ

  - 5 વાગ્યા સુધીમાં 61.25% થયું મતદાન

  3 વાગ્યા સુધીમાં 56% મતદાન નોંધાયું

  - 1 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન થયું છે

  - 11 વાગ્યા સુધીમાં 24% મતદાન

  - શ્રી શ્રી રવિશંકરે કર્યું મતદાન

  - દેવગૌડાએ તેમના પરિવાર સાથે કર્યું મતદાન

  - 09.00 AM: 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયુ છે.

  - 8.15 AM: મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.
  - 7.10 AM: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માગે છે. મને આશા છે કે, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘરેથી નીકળશે.
  - 7.02 AM: ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ શિમોગાના શિકારીપુરામાંથી મતદાન કર્યું. તેમણે લોકોને કહ્યુંસ લોકો સિદ્ધારમૈયા સરકારથી કંટાળી ગયા છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ વધુને વધુ મતદાન કરે. હું વિશ્વાસ અપાવું છું કે, અમે સારી સરકારી લાવીશું.
  - 7.00 AM: રાજ્યની 222 સીટો પર મતદાન શરૂ થયું

  72 લાખ વોટર્સ કરશે મતાધિકારનો ઉપયોગ


  - રાજ્યમાં અંદાજે 4.90 કરોડ મતદાતાઓ છે. આ વખતે 72 લાખ નવા મતદારો જોડાયા છે. તેમાંથી 3 ટકા એટલે કે 15.42 લાખ મતદારોની ઉંમર 18થી 29 વર્ષની વચ્ચે છે.

  2655માંથી 15 ટકા ઉમેદવાર કલંકિત


  - આ વખતે 2655 ઉમેદવાર ચૂંટણીના મેદાનામાં છે. તેમાંથી 15 ટકા એટલે કે 391 કલંકિત અને 35 ટકા ઉમેદવાર એટલે કે 883 ઉમેદવાર કરોડપતિ છે.
  - સૌથી વધારે સંપત્તિ કોંગ્રેસના પ્રિયકૃષ્ણએ (રૂ. 1020 કરોડ) અને સૌથી ઓછી સંપત્તિ અપક્ષના ઉમેદવાર દિલીપ કુમારે રૂ. એક હજાર દર્શાવી છે.

  સિદ્ધારમૈયા અને કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે


  - કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા અને જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. આ પાંચ સીટો વિશે જ ચર્ચા સૌથી વધારે છે.

  બે સીટ પર મતદાન રદ


  - આરઆર નગર અને જયનગર સીટ પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. જયનગર સીટ પર ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય વીએન વિજયકુમારનું નિધન થઈ ગયું છે.
  - જ્યારે બેંગલુરુના રાજરાજેશ્વરીમાં 9મેના રોજ એક ફ્લેટમાંથી અંદાજે 10 હજાર મતદાન કાર્ડ મળ્યા હતા. તેના કારણે જ ઈલેક્શન કમિશને અહીં ચૂંટણી રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ સીટ પર 28મેના રોજ મતદાન કરાશે અને તેના પરિણામ 31મી મેએ આવશે.

  મતદાનની વધી તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રી શ્રી રવિશંકરે કર્યું મતદાન
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રી શ્રી રવિશંકરે કનકપુરાના પોલિંગ બૂથ ખાતે વોટિંગ કર્યુ.
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દેવગૌડાએ પરિવાર સાથે કર્યું મતદાન
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડી રહ્યા છે
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  યેદિયુરપ્પાએ વધુને વધુ લોકોને મતદાન કરવાની કરી અપીલ
 • કર્ણાટકની 222 સીટ પર મતદાન શરૂ| Karnataka Voters Cast Votes In Assembly Election
  બીજેપી એમપી રાજવી ચંદ્રશેખરે કર્યું મતદાન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ