ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Amit Shah in Karnataka said minority status to Lingayat is conspiracy of Siddharamaiya Govt

  લિંગાયતને લઘુમતીનો દરજ્જો કર્ણાટક સરકારનો ગેરમાર્ગે દોરતો પ્રસ્તાવ: શાહ

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 11:17 AM IST

  અમિત શાહે લિંગાયતના મામલાને બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનતા રોકવાનું કાવતરું ગણાવ્યું છે
  • શાહે કહ્યું કે વીરાશૈવ-લિંગાયક સમુદાય પર સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને ળઇને ઘણા લોકોએ ચિંતા દર્શાવી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શાહે કહ્યું કે વીરાશૈવ-લિંગાયક સમુદાય પર સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને ળઇને ઘણા લોકોએ ચિંતા દર્શાવી છે. (ફાઇલ)

   બેંગલુરૂ: કર્ણાટકમાં વીરશૈવ-લિંગાયત સમુદાયને અલગ ધર્મ અને લઘુમતીનો દરજ્જો આપવાના સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી મળવી મુશ્કેલ છે. મંગળવારે અહીંયા ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેના સંકેત આપ્યા છે. તેમણે આ મામલાને બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનતા રોકવાનું કાવતરું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 મેના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે. પરિણામ 15 મેના રોજ જાહેર કરવામાં આવશે.

   ચૂંટણી પહેલા સિદ્ધારમૈયાનું કાવતરું

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે અહીંયા મીડિયાને કહ્યું, "વીરાશૈવ-લિંગાયત સમુદાય પર સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવ પર ઘણા લોકોએ ચિંતા દર્શાવી છે. આ બીજું કશું નહીં, પરંતુ ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું છે, જેથી બીએસ યેદિયુરપ્પાને આગામી મુખ્યમંત્રી બનતા અટકાવી શકાય. અમે એવું નહીં થવા દઇએ."

   કેન્દ્ર સરકારના ખાતામાં બોલ

   - સિદ્ધારમૈયા સરકારે 19 માર્ચના રોજ વીરશૈવ-લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાનું સૂચન મંજૂર કર્યું હતું. આ મંજૂરી નાગભૂષણ કમિટીના સૂચન અને રાજ્ય લઘુમતી કાયદાની કલમ 2ડી હેઠળ આપવામાં આવી. હવે તેને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવી છે.

   ફેંસલાનું શું છે મહત્વ?

   - બીજેપીના મુખ્યમંત્રી પદના દાવેદાર બીજેપી યેદિયુરપ્પા પણ લિંગાયત છે, એવામાં પાર્ટીનો આ સમુદાયમાં ઘણો દબદબો છે.

   - રાજ્યની કોંગ્રેસ સરકાર આ ફેંસલાથી યેદિયુરપ્પાનો જનાધાર કમજોર કરવા માંગે છે.
   - બીજેપી લિંગાયતોને હિંદુ ધર્મનો જ હિસ્સો માને છે. પરિણામે, તે કોંગ્રેસના આ દાવનો તોડ શોધી રહ્યા છે.

   બદલાતું રહ્યું લિંગાયતોનું વલણ

   - 1980ના દાયકામાં લિંગાયતોએ રાજ્યમાં જનતાદળના નેતા રામકૃષ્ણ હેગડે પર ભરોસો દર્શાવ્યો હતો. ત્યારબાદ આ સમુદાય કોંગ્રેસના વીરેન્દ્ર પાટિલ સાથે થઇ ગયો. 1989માં કોંગ્રસની સરકાર બની. પાટિલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા, પરંતુ રાજીવ ગાંધીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારબાદ લિંગાયત ફરીથી હેગડેના સપોર્ટમાં આવી ગઇ. 2004માં હેગડેના અવસાન પછી લિંગાયતો એ બીજેપીના બીએસ યેદિયુરપ્પાને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. જ્યારે બીજેપીએ 2011માં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા તો સમુદાયે બીજેપીથી અંતર વધારી દીધું હતું.

  • સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને મંજૂરી નાગભૂષણ કમિટીના સૂચન અને રાજ્યની લઘુમતી કાયદાની કલમ 2ડી હેઠળ આપવામાં આવી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને મંજૂરી નાગભૂષણ કમિટીના સૂચન અને રાજ્યની લઘુમતી કાયદાની કલમ 2ડી હેઠળ આપવામાં આવી છે. (ફાઇલ)

   બેંગલુરૂ: કર્ણાટકમાં વીરશૈવ-લિંગાયત સમુદાયને અલગ ધર્મ અને લઘુમતીનો દરજ્જો આપવાના સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી મળવી મુશ્કેલ છે. મંગળવારે અહીંયા ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેના સંકેત આપ્યા છે. તેમણે આ મામલાને બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનતા રોકવાનું કાવતરું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 મેના રોજ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે. પરિણામ 15 મેના રોજ જાહેર કરવામાં આવશે.

   ચૂંટણી પહેલા સિદ્ધારમૈયાનું કાવતરું

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે અહીંયા મીડિયાને કહ્યું, "વીરાશૈવ-લિંગાયત સમુદાય પર સિદ્ધારમૈયા સરકારના પ્રસ્તાવ પર ઘણા લોકોએ ચિંતા દર્શાવી છે. આ બીજું કશું નહીં, પરંતુ ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરવાનું કાવતરું છે, જેથી બીએસ યેદિયુરપ્પાને આગામી મુખ્યમંત્રી બનતા અટકાવી શકાય. અમે એવું નહીં થવા દઇએ."

   કેન્દ્ર સરકારના ખાતામાં બોલ

   - સિદ્ધારમૈયા સરકારે 19 માર્ચના રોજ વીરશૈવ-લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાનું સૂચન મંજૂર કર્યું હતું. આ મંજૂરી નાગભૂષણ કમિટીના સૂચન અને રાજ્ય લઘુમતી કાયદાની કલમ 2ડી હેઠળ આપવામાં આવી. હવે તેને અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવી છે.

   ફેંસલાનું શું છે મહત્વ?

   - બીજેપીના મુખ્યમંત્રી પદના દાવેદાર બીજેપી યેદિયુરપ્પા પણ લિંગાયત છે, એવામાં પાર્ટીનો આ સમુદાયમાં ઘણો દબદબો છે.

   - રાજ્યની કોંગ્રેસ સરકાર આ ફેંસલાથી યેદિયુરપ્પાનો જનાધાર કમજોર કરવા માંગે છે.
   - બીજેપી લિંગાયતોને હિંદુ ધર્મનો જ હિસ્સો માને છે. પરિણામે, તે કોંગ્રેસના આ દાવનો તોડ શોધી રહ્યા છે.

   બદલાતું રહ્યું લિંગાયતોનું વલણ

   - 1980ના દાયકામાં લિંગાયતોએ રાજ્યમાં જનતાદળના નેતા રામકૃષ્ણ હેગડે પર ભરોસો દર્શાવ્યો હતો. ત્યારબાદ આ સમુદાય કોંગ્રેસના વીરેન્દ્ર પાટિલ સાથે થઇ ગયો. 1989માં કોંગ્રસની સરકાર બની. પાટિલ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા, પરંતુ રાજીવ ગાંધીએ તેમને આ પદ પરથી હટાવી દીધા હતા. ત્યારબાદ લિંગાયત ફરીથી હેગડેના સપોર્ટમાં આવી ગઇ. 2004માં હેગડેના અવસાન પછી લિંગાયતો એ બીજેપીના બીએસ યેદિયુરપ્પાને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. જ્યારે બીજેપીએ 2011માં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા તો સમુદાયે બીજેપીથી અંતર વધારી દીધું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amit Shah in Karnataka said minority status to Lingayat is conspiracy of Siddharamaiya Govt
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top