Home » National News » Latest News » National » કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ, વિકૃત વિચારનારાઓને મોટો ઝટકોઃ મોદી | Karnataka victory in extraordinary: PM Narendra Modi

કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ, વિકૃત વિચારનારાઓને મોટો ઝટકોઃ મોદી

Divyabhaskar.com | Updated - May 15, 2018, 10:02 PM

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને જનતાએ સ્વીકારી નથી.ભાજપની પહેલા 40 બેઠક હતી ત્યાં હવે 104 બેઠકો છે.

 • કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ, વિકૃત વિચારનારાઓને મોટો ઝટકોઃ મોદી | Karnataka victory in extraordinary: PM Narendra Modi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ બનારસમાં બનેલી ફ્લાયઓવરની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કર્ણાટકમાં જીતની ખુશી અને બનારસમાં થયેલી દુર્ઘટનાથી તેઓ બેચેન થઇ ગયા છે.

  નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા સાથે વાત કરી. મોદીએ બનારસમાં બનેલી ફ્લાયઓવરની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કર્ણાટકમાં જીતની ખુશી અને બનારસમાં થયેલી દુર્ઘટનાથી તેઓ બેચેન થઇ ગયા છે. કોંગ્રેસ પર નિશાન સાધીને તેમણે કહ્યું કે એક પક્ષ માત્ર રાજનીતિ માટે ભારતના બંધારણીય માળખાને નુકસાન કરવા માગે છે. તેમણે કોંગ્રેસને પૂર્વોત્તરમાં લડાઇ ફેલાવવામાં અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ખાઇ બનાવવામાં જવાબદાર ગણાવી. તે અગાઉ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને જનતાએ સ્વીકારી નથી. જ્યાં ભાજપની પહેલા 40 બેઠક હતી ત્યાં હવે 104 બેઠકો છે. લોકોને કોંગ્રેસમાંથી ભરોસો ઊઠી ગયો છે.

  બનારસને અમારી બધી મદદઃ મોદી


  - મોદીએ ભાષણની શરૂઆત બનારસની ઘટના સાથે કરી અને કહ્યું કે, વારાણસી એટલે કે મારા લોકસભા ક્ષેત્રમાં એક ફ્લાયઓવર દુર્ઘટનાથી અનેક લોકો દબાઇ ગયા છે. અનેકના મોત થયા છે. મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથે મારી વાત થઇ છે અને જેટલી મદદ અને રાહત થઇ શકે તે થઇ રહી છે. કર્ણાટકના વિજયની ખુશી અને બીજી બાજુ મન પર આનો ભારે બોજ છે.

  જૂઠ ફેલાવનારાને લોકો પાઠ ભણાવ્યો


  - પીએમે જણાવ્યું કે કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ અને અસમાન્ય છે. દેશમાં છબિ બનાવી દેવાઇ છે કે ભાજપ એટલે ઉત્તર ભારતની છબિ, હિન્દીભાષી પાર્ટી. ના ગુજરાત હિન્દીભાષી છે કે ના મહારાષ્ટ્ર હિન્દીભાષી છે. ના ગોવા હિન્દીભાષી છે કે ના અસમ હિન્દીભાષી છે. પરંતુ એક પર્સેપન્શન બનાવી દેવાય છે. જૂઠુ બોલનારા લોકો વારંવાર જૂઠું બોલે છે. આ રીતે વિકૃત વિચારનારાને કર્ણાટકની જનતાએ મોટો ઝાટકો આપ્યો છે.

  પશ્ચિમ બંગાળમાં થયું તે ચિંતાનો વિષય


  - મોદીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પર પ્રશ્ન કરતા કહ્યું કેસ કાલે આખા દેશે જોયું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં લોકશાબીની કેવી રીતે હત્યા કરવામાં આવી. ઉમેદવારીથી લઇને મતદાન સુધી લોકશાહીને જગ્યા ન હતી. બેલેટ બોક્સ તળાવમાંથી નિકળ્યા, નિર્દોષ કાર્યકર્તાઓની હત્યા થઇ. ત્યાં શાસક પક્ષ સિવાયના બધા પક્ષોને મુશ્કેલી પડી છે. ચૂંટણી કોણ જીતે છે, કોણ હારે છે તે પછીની વાત છે. લોકશાહીના શરીર પર જે ઘા પડ્યા છે તેમાંથી બહાર આવવા બધા રાજકીય પક્ષો, સમાજ, ન્યાયતંત્રે સક્રિય ભૂમિકા અદા કરવી પડશે.

  મોદીની વિકાસયાત્રામાં 15 ચૂંટણીમાં ભાજપની જીતઃ શાહ


  - આ અગાઉ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીમાં સારા પ્રદર્શન માટે કાર્યકારોને વધામણી આપી હતી. તેમણે કહ્યું કે, 2014થી જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા છે 30 વર્ષ પછી પહેલીવાર સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બની. આઝાદી પછી પહેલીવાર કોઇ બિન-કોંગ્રેસી પક્ષની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બની. સરકારના મોરચે મોદીની વિકાસ યાત્રા પર દરેક રાજ્યે પોતાનું સમર્થન આપ્યું. આ વિકાસ યાત્રા દરમિયાન 15 ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે જીત મેળવી છે. કર્ણાટકમાં અમે સૌથી મોટા પક્ષ તરીકે ઊતર્યા. મેઝિક ફીગરથી અમે 7 બેઠક દૂર રહી ગયા. કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા. હું જણાવી દઉં કે 122 બેઠકો હતી તેને 78 કરવાનું કામ કર્ણાટકની જનતાએ કહ્યું છે.

  2019માં ચૂંટણી પણ જીતીશું અને 2022માં ન્યુ ઇન્ડિયાનું સપનું પૂરું કરીશું


  - શાહે 2019 ચૂંટણી મોદીના નેતૃત્વમાં જીતવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે, આવનારી બધી ચૂંટણીઓ અને 2019ની ચૂંટણી પણ સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાનું કામ ભાજપ કરવા જઇ રહ્યું છે. તેની સાથે સાથે મોદીજીની વિકાસ યાત્રાની સાથે 2022માં ન્યુ ઇન્ડિયાનું સપનું પણ પૂરું કરીશું. કોંગ્રેસને લોકોએ સ્વીકારી નથી. પહેલા અમારી ભાજપની 40 બેઠકો હતી અને આજે 104 બેઠકો છે. કર્ણાટકની ચૂંટણી લોકશાહીમાં ભરોસો રાખનારી જનતા માટે સંદેશ છે.

 • કર્ણાટકનો વિજય અભૂતપૂર્વ, વિકૃત વિચારનારાઓને મોટો ઝટકોઃ મોદી | Karnataka victory in extraordinary: PM Narendra Modi
  અમિત શાહે કહ્યું કે છે. લોકોને કોંગ્રેસમાંથી ભરોસો ઊઠી ગયો છે..
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ