• Home
  • National News
  • Latest News
  • National
  • કર્ણાટક ચૂંટણી: ભાજપે વધુ 82 ઉમેદવારોની યાદી જાહેર કરી | Karnataka Polls: BJP Announces List Of 82 More Candidates

કર્ણાટક ચૂંટણી: ભાજપે વધુ 82 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના દીકરા સહિત 218 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ હતી

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:27 AM
કર્ણાટક ચૂંટણી: ભાજપે વધુ 82  ઉમેદવારોની યાદી જાહેર કરી | Karnataka Polls: BJP Announces List Of 82 More Candidates
બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની બીજી યાદી જાહેર કરી છે. તેમાં 82 ઉમેદવારોનાં નામ સામેલ છે. ગત અઠવાડિયે ભાજપે 72 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતાં. બંને યાદીને મિલાવીને ભાજપે 154 ઉમેદવારો જાહેર કરી દીધા છે. અગાઉ કોંગ્રેસે રવિવારે પોતાની યાદી જાહેર કરી હતી. તેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના દીકરા સહિત 218 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ હતી. જોકે ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે આંતરિક વિવાદ શરૂ થઈ ગયો હતો. કર્ણાટક કોંગ્રેસના નેતા કે.રહેમાન ખાને કહ્યું કે જો ટોચના નેતૃત્વએ કોઈ કાર્યવાહી ન કરી તો પાર્ટી ચૂંટણીમાં હારી જશે. રાજ્યની 224 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે. 15મેના રોજ પરિણામ આવશે.

X
કર્ણાટક ચૂંટણી: ભાજપે વધુ 82  ઉમેદવારોની યાદી જાહેર કરી | Karnataka Polls: BJP Announces List Of 82 More Candidates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App