કર્ણાટક: સ્વામીના મંત્રીમંડળનું વિસ્તરણ આજે, કોંગ્રેસના 22 મંત્રી લેશે શપથ

ગૃહ-સિંચાઈ-કૃષિ સહિત 22 મંત્રાલયોની જવાબદારી કોંગ્રેસ સંભાળશે. જ્યારે નાણા-પીડબ્લ્યૂડી સહિતના 11 ખાતા જેડીએસ સંભાળશે

divyabhaskar.com | Updated - Jun 06, 2018, 08:41 AM
કુમારસ્વામીનું મંત્રીમંડળ વિસ્તરણ આજે| Karnataka Ministers Oath Taking Ceremony

કોંગ્રેસના 22 અને જેડીએસના 12 મંત્રીઓ જવાબદારી સંભાળશે. થોડા દિવસો પહેસા બંને પાર્ટીઓ વચ્ચે મંત્રાલયની વહેચણી ઉપર સહમતી બની હતી. નોંધનીય છે કે 23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા.

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS વચ્ચે ગઠબંધન સરકારના કેબિનેટનો બુધવારે વિસ્તરણ થયું. મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની હાજરીમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ કેબિનેટના 25 ધારાસભ્યોને મંત્રી પદના શપથ અપાવ્યાં. કર્ણાટક કેબિનેટમાં JDSના 9 અને કોંગ્રેસના 14 ધારાસભ્યો તો માયાવતીના પક્ષ BSPના એકમાત્ર ધારાસભ્ય અને 1 અપક્ષ MLAને પણ કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે. નોંધનીય છે કે 23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા. તેના 14 દિવસ પછી મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો. કર્ણાટકમાં જેડીએસ (38) અને કોંગ્રેસે (78) સાથે મળીને સરકાર બનાવી છે. ભાજપને 104 સીટ મળી હતી.

આ ધારાસભ્યોએ ગ્રહણ કર્યાં શપથ


- કર્ણાટક કેબિનેટમાં JDSના 9 અને કોંગ્રેસના 14 ધારાસભ્યો તો માયાવતીના પક્ષ BSPના એકમાત્ર ધારાસભ્ય અને 1 અપક્ષ MLAને પણ કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે.

- કોંગ્રેસના ડી.કે.શિવકુમાર, કે.જે.જયોર્જ, શિવકુમાર રેડ્ડી અને પ્રિયંકા ખડગેએ શપથ લીધા છે.

- તો સિદ્ધારમૈયાની સરકારમાં મંત્રી રહેલા કોંગ્રેસના ધારસભ્ય તનવીર સૈતને જગ્યા ન મળતા તેમના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો.
- કેબિનેટમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના ભાઈ એચ.ડી.રેવાનાએ પણ જગ્યા મળી છે.
- જ્યારે માયાવાતીની પાર્ટી BSPના એક માત્ર ધારાસભ્ય એન. મહેશને પણ એન્ટ્રી મળી છે.


- કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે મંગળવાર રાતે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી તેમણે કહ્યું હતું કે, અંદાજે બધુ જ ફાઈનલ થઈ ગયું છે. અમે અમારા મંત્રીઓના વિભાગ વિશે અમારો પ્રસ્તાવ તેમને મોકલી દીધો છે. રાહુલ ગાંધી તેને મંજૂરી આપી દેશે. તે ફાઈનલ થઈ જશે પછી તેની માહિતી મીડિયાને આપી જેવામાં આવશે.

5 તબક્કાની બેઠકમાં નક્કી થયું મંત્રાલય


- કોંગ્રેસી નેતા કેસી વેણુગોપાલના જણાવ્યા પ્રમાણે કર્ણાટકમાં મંત્રાલયની વહેચવણી માટે બંને પક્ષ વચ્ચે 5 વાર બેઠક થઈ હતી. તેમાં મંત્રાલય સિવાય 2019ની લોકસભાની ચૂંટણીના ગઠબંધન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પણ બંને પાર્ટીઓ સાથે જ ચૂંટણી લડશે.
- પાર્ટીના જણાવ્યા પ્રમાણે ગૃહ, સિંડાઈ, સ્વાસ્થય. કૃષિ અને મહિલા બાળ વિકાસ કલ્યાણ, બેંગલુરુ સિટી ડેવલપમેન્ટ, સુગર ઈન્ડસ્ટ્રીઝ, રેવન્યુ, શહેરી અને ગ્રામીણ વિકાસ, હાઉસિંગ, મેડિકલ એજ્યુકેશન, લેબર સહિના 22 મંત્રાલયોની જવાબદારી કોંગ્રેસને આપવામાં આવશે.
- જ્યારે નાણા, પીડબ્લ્યૂડી, શિક્ષા, ઈન્ફોર્મેશન-ઈન્ટેલિજન્સ, ફાઈનાન્સ-પ્રોડક્ટ, પાવર, મંડળી, ટૂરિઝમ, પરિવહન, લઘુ ઉદ્યોગ સહિત 11 ખાતાઓની જવાબદારી જેડીએસને આપવામાં આવશે.

રાહુલે કરી હતી દેવગૌડા સાથે ફોન પર વાત


- મંત્રાલયોની વહેંચણી માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલાં જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડા સાથે ફોન પર વાત કરી હતી. બંને પાર્ટીઓ વચ્ચે સહમતી કરીને દરેક મંત્રાલયોની વહેંચણી કરવામાં આવી હતી.
- નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 27મેના રોજ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ સોનિયા ગાંધીના મેડિકલ ચેકઅપ માટે થોડા દિવસ માટે દેશની બહાર જઈ રહ્યા છે.

23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા.
23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા.
કર્ણાટકમાં જેડીએસ (38) અને કોંગ્રેસે (78) સાથે મળીને સરકાર બનાવી છે
કર્ણાટકમાં જેડીએસ (38) અને કોંગ્રેસે (78) સાથે મળીને સરકાર બનાવી છે
X
કુમારસ્વામીનું મંત્રીમંડળ વિસ્તરણ આજે| Karnataka Ministers Oath Taking Ceremony
23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા.23મેએ કુમારસ્વામીએ બીજી વખત મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા હતા.
કર્ણાટકમાં જેડીએસ (38) અને કોંગ્રેસે (78) સાથે મળીને સરકાર બનાવી છેકર્ણાટકમાં જેડીએસ (38) અને કોંગ્રેસે (78) સાથે મળીને સરકાર બનાવી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App