કર્ણાટક / શિવકુમારનો દાવો- ભાજપ સરકાર પાડવાના પ્રયાસોમાં છે, કોંગ્રેસનાં 3 ધારાસભ્યો મુંબઈમાં ભાજપના નેતાઓ સાથે

Karnataka minister D K shivakumar alleged BJP operation Lotus was real
X
Karnataka minister D K shivakumar alleged BJP operation Lotus was real

  • ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે- શિવકુમાર
  • CM સ્વામીએ કહ્યું કે, ધારાસભ્યો મને જાણ કરીને મુંબઈ ગયા છે.
  • કર્ણાટકમાં જેડીએસએ કોંગ્રેસનાં સમર્થનથી સરકાર બનાવી છે. 

Divyabhaskar

Jan 15, 2019, 02:17 PM IST

બેંગલુરુઃ કોંગ્રેસ નેતા અને કર્ણાટકનાં પાણી પુરવઠા મંત્રી ડીકે શિવકુમારે ભાજપ સરકાર પાડવાના પ્રયાસો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે, રાજ્ય સરકારને ભટકાવવા માટે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે. કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યો મુંબઈની એક હોટેલમાં ભાજપનાં નેતાઓ સાથે રોકાયા હતા. આ અંગે મુખ્યમંત્રી કુમાર સ્વામીએ કહ્યું કે, તમામ ધારાસભ્યો મને જાણ કરીને ગયા છે. ચિંતાની કોઈ વાત નથી. 

શિવકુમારે કહ્યું કે, અમને ખબર છે કે શું થઈ રહ્યુ છે અને શું ઓફર આપવામાં આવી રહી છે. કર્ણાટકનાં ઉપ મુખ્યમંત્રી જી પરમેશ્વરે કહ્યું કે, ઘણા લોકો કહી રહી રહ્યા છે કે સરકાર બદલાઈ જશે, પરંતુ આવું કંઈજ થવાનુ નથી. અમારા ઘણા ધારાસભ્યો ગયા છે, આ વાત એકદમ સાચી છે. પરંતુ આ તમામ મંદિર ગયા છે. રજાઓ માણવા ગયા છે કાંતો પછી પરિવાર સાથે સમય ગાળવા માટે ગયા છે. આ તમામ લોકો અમારી સાથે જ છે. 

1. મુખ્યમંત્રીએ કહ્યું- સરકારને કોઈ ખતરો નથી
CM કુમારસ્વામીએ જણાવ્યું કે, તમામ ત્રણ ધારાસભ્યો સતત મારા સંપર્કમાં છે. તેઓ મને જાણ કર્યા પછી જ મુંબઈ ગયા હતા.મારી સરકારને કોઈ ખતરો નથી એ વાત મને ખબર છે. આ ઉપરાંત એ પણ ખબર છે કે, ભાજપ કોણા સંપર્કમાં છે અને તેઓ શું ઓફર કરી રહ્યા છે. હું બધુ સંભાળી લઈશ, મિડીયાએ આ અંગેની ચિંતા છોડી દેવી જોઈએ. 
 
2. ભાજપ પરનાં આરોપો ખોટા- સદાનંદ ગૌડા
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું કે, કોંગ્રેસને પહેલા પોતાનું ઘર સંભાળવુ જોઈએ.  તેઓ તેમના ધારાસભ્યોને એકસાથે કર્ણાટકમાં નથી રાખી શકતા અને દર વખતે ભાજપ પર આંગળી ચિંધી દે છે. ભાજપનાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે આ તમામ વાતો ખોટી છે. આ કોંગ્રેસ અને જેડીએસનો મામલો છે. અમે તેમના એકપણ ધારાસભ્યનાં સંપર્કમાં નથી. 
3. કર્ણાટક 2018 વિધાનસભાની સ્થિતી

કુલ સીટો -224

બહુમતી- 113

પક્ષ સીટો વોટ
ભાજપ 104 36.2
કોંગ્રેસ 80 39
જેડી (એસ) 37 18.3
અન્ય 3 6.5

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી