ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં રાજ્યપાલના નિર્ણય વિરૂદ્ધ રામ જેઠમલાનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી | Ram Jethmalani moves SC aganist Karnataka governor decision

  કર્ણાટકના ગવર્નરે ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ આપ્યું આમંત્રણ- જેઠમલાણી

  Divyabhaskar.com | Last Modified - May 17, 2018, 05:28 PM IST

  રામ જેઠમલાનીએ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા વિરૂદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા
  • રાજ્યપાલ દ્વારા ભાજપને પહેલાં સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવું તે ગેરબંધારણીય છે અને તેમની શક્તિનો આ ખોટો ઉપયોગ છે- જેઠમલાણી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યપાલ દ્વારા ભાજપને પહેલાં સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવું તે ગેરબંધારણીય છે અને તેમની શક્તિનો આ ખોટો ઉપયોગ છે- જેઠમલાણી (ફાઈલ)

   નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભાજપની સરકાર બન્યાં બાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનાર વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા વિરૂદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા છે. જેઠમલાનીએ કહ્યું કે, ખબર નથી કે ભાજપે ગવર્નરને એવું શું કહ્યું જેનાથી તેઓએ આ મુર્ખામીભર્યું પગલું ભર્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે તેમનું આ પગલું ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ આમંત્રણ છે. જેઠમલાનીએ કહ્યું કે મને નથી ખ્યાલ કે ગવર્નર પોતે પાર્ટી છે કે નહીં, પરંતુ જો તેઓ બીજાના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તો તેઓ પોતે જ ભ્રષ્ટ છે.

   'કર્ણાટકમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખતમ થઈ'

   - રામ જેઠમલાણીએ વધુમાં કહ્યું કે, "રાજ્યપાલ દ્વારા ભાજપને પહેલાં સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવું તે ગેરબંધારણીય છે અને તેમની શક્તિનો આ ખોટો ઉપયોગ છે."
   - જેઠમલાણીએ સાથે જ કહ્યું કે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી વ્યક્તિગત છે, અને તેઓ કોઈ પાર્ટી કે વ્યક્તિનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યાં.
   - આ અંગે CJIએ કહ્યું કે આ મામલો બીજી બેંચની સામે છે, જેની સુનાવણી શુક્રવારે થવાની છે. તમે તે જ બેંચની સામે જ પોતાની અરજીનો ઉલ્લેખ કરો.

   ભ્રષ્ટ નેતાઓ વિરૂદ્ધ લડવાની વાત કરી હતી

   - આ પહેલાં 9 સપ્ટેમ્બર, 2017નાં રોજ જેઠમલાણીએ એક કાર્યક્રમમાં વકીલ તરીકે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેઓ લગભગ 75 વર્ષ કે તેથી વધુ સમયથી વકાલત કરી છે.
   - અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચુક્યાં છે.
   - સંન્યાસ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, "ભ્રષ્ટ નેતાઓ વિરૂદ્ધ મારી લડાઈ યથાવત રહેશે. હાલના સમયમાં દેશની સ્થિતિ સારી નથી. દેશને કઠિન સમયમાંથી બહાર કાઢવાની જવાબદારી તમામ નાગરિકોની છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ મામલો બીજી બેંચની સામે છે, જેની સુનાવણી શુક્રવારે થવાની છે- CJI
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મામલો બીજી બેંચની સામે છે, જેની સુનાવણી શુક્રવારે થવાની છે- CJI

   નવી દિલ્હીઃ કર્ણાટકમાં ભાજપની સરકાર બન્યાં બાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવનાર વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા વિરૂદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા છે. જેઠમલાનીએ કહ્યું કે, ખબર નથી કે ભાજપે ગવર્નરને એવું શું કહ્યું જેનાથી તેઓએ આ મુર્ખામીભર્યું પગલું ભર્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે તેમનું આ પગલું ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ આમંત્રણ છે. જેઠમલાનીએ કહ્યું કે મને નથી ખ્યાલ કે ગવર્નર પોતે પાર્ટી છે કે નહીં, પરંતુ જો તેઓ બીજાના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તો તેઓ પોતે જ ભ્રષ્ટ છે.

   'કર્ણાટકમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખતમ થઈ'

   - રામ જેઠમલાણીએ વધુમાં કહ્યું કે, "રાજ્યપાલ દ્વારા ભાજપને પહેલાં સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવું તે ગેરબંધારણીય છે અને તેમની શક્તિનો આ ખોટો ઉપયોગ છે."
   - જેઠમલાણીએ સાથે જ કહ્યું કે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી વ્યક્તિગત છે, અને તેઓ કોઈ પાર્ટી કે વ્યક્તિનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યાં.
   - આ અંગે CJIએ કહ્યું કે આ મામલો બીજી બેંચની સામે છે, જેની સુનાવણી શુક્રવારે થવાની છે. તમે તે જ બેંચની સામે જ પોતાની અરજીનો ઉલ્લેખ કરો.

   ભ્રષ્ટ નેતાઓ વિરૂદ્ધ લડવાની વાત કરી હતી

   - આ પહેલાં 9 સપ્ટેમ્બર, 2017નાં રોજ જેઠમલાણીએ એક કાર્યક્રમમાં વકીલ તરીકે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેઓ લગભગ 75 વર્ષ કે તેથી વધુ સમયથી વકાલત કરી છે.
   - અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચુક્યાં છે.
   - સંન્યાસ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, "ભ્રષ્ટ નેતાઓ વિરૂદ્ધ મારી લડાઈ યથાવત રહેશે. હાલના સમયમાં દેશની સ્થિતિ સારી નથી. દેશને કઠિન સમયમાંથી બહાર કાઢવાની જવાબદારી તમામ નાગરિકોની છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં રાજ્યપાલના નિર્ણય વિરૂદ્ધ રામ જેઠમલાનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી | Ram Jethmalani moves SC aganist Karnataka governor decision
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top