ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Karnataka Elections- the monastery and temple politics will decide, Win- Loose

  કર્ણાટક ચૂંટણીમાં મઠ અને મંદિરનું રાજકારણ, નિશ્ચિત કરશે જય-પરાજય

  Ageny, Bengluru | Last Modified - Apr 04, 2018, 02:57 AM IST

  અમિત શાહ અને રાહુલ ચૂંટણી પ્રવાસે કર્ણાટકમાં, શાહ મંદિર પહોંચ્યા
  • દાવણાગોરેમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી લોકોને મળ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દાવણાગોરેમાં રોડ શો દરમિયાન રાહુલ ગાંધી લોકોને મળ્યા

   બેંગ્લુરુ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કર્ણાટકના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા. રાહુલનો આ બે મહિનામાં પાંચમો પ્રવાસ છે. તેમણે ચૂંટણી અભિયાનની શરૂઆત શિમોગાથી કરી. તેને યેદિયુરપ્પાનો ગઢ માનવામાં આવે છે. રાહુલે અહીં રેલી સંબોધતા કહ્યું કે વડાપ્રધાન મોદી યેદિયુરપ્પા જેવા ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. મોદીજી વિચારે છે કે આ દેશને આગળ વધારવાની રીત નફરત, ગુસ્સો, લડાઈ છે. પરંતુ આ દેશ નફરત સાથે ક્યારેય આગળ વધી શકે નહીં. રોહિત વેમુલાની હત્યા થાય છે, ગુજરાતમાં દલિતોને મારવામાં આવે છે, એસટી-એસસી એક્ટ રદ કરી દેવાય છે, પરંતુ મોદીજી એક શબ્દ નથી બોલતા. રાહુલ બુધવારે તુમકુરુ જિલ્લામાં સિદ્ધગંગા મઠ જશે. બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં કાગીનેલેમાં ઓબીસી કન્વેન્શનમાં જોડાયા હતા.

   34 વર્ષથી રાજ્યના રાજકારણમાં મઠોની દખલ

   કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં મંદિર અને મઠોમાં નેતાઓની ભીડ લાગેલી છે. રાજ્યમાં 30 જિલ્લામાં 600 જેટલા મઠ છે. રાજ્યમાં લિંગાયત સમાજના 400 મઠ, વોકાલિંગા સમાજના 150 મઠ અને કુરબા સમાજના 80થી વધુ મઠ છે. આ ત્રણ સમાજના રાજ્યમાં અંદાજે 38 ટકા વોટર છે અને તે કોઈ પણ પક્ષની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ તેમને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી અત્યાર સુધી 15 વખત અને અમિત શાહ 5થી વધુ વખત મંદિર અને મઠ જઈ ચૂક્યા છે. કર્ણાટકના રાજકારણમાં મઠોનો દબદબો 1983થી વધ્યો છે.

   - કર્ણાટકમાં મઠોનું વર્ચસ્વ 80ના દાયકામાં શરૂ થયું. જ્યારે મઠોએ આધુનિક રીતો અપનાવવાની સાથે સામાજિક અને શૈક્ષણિક કામ શરૂ કર્યા

   - 1983માં પહેલી વખત લિંગાયત મઠોએ જનતાદળના રામકૃષ્ણ હેગડેનું સમર્થન કર્યું. જોકે
   - જનતા દળ સ્થાયી સરકાર આપવામાં નિષ્ફળ રહી.
   - 1987માં લિંગાયત મઠોએ કોંગ્રેસના વીરેન્દ્ર પાટીલને સપોર્ટ કર્યો, પરંતુ વીરેન્દ્રને રાજીવ
   - ગાંધીએ એરપોર્ટ પર જ સીએમ પદેથી હટાવી દીધા.
   - 2008માં લિંગાયત મઠોએ ભાજપના યેદિયુરપ્પાને સપોર્ટ કર્યો. તેમના સીએમ પદથી હટ્યા બાદ 2013ની ચૂંટણી ભાજપ હારી ગયો.
   - કુરબા મઠોએ 2013ની વિધાનસભા ચૂંટણીમાં તેમના સમાજના સિદ્ધરામૈયાને સમર્થન આપ્યું હતું.
   આગળ વાંચો: 3 સમાજના 600 મઠ અને 38 ટકા મતદારો નિશ્ચિત કરશે જય-પરાજય
  • 34 વર્ષથી રાજ્યના રાજકારણમાં મઠોની દખલ- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   34 વર્ષથી રાજ્યના રાજકારણમાં મઠોની દખલ- ફાઈલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Karnataka Elections- the monastery and temple politics will decide, Win- Loose
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top