ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» મોદીએ નમો એપથી મહિલા કાર્યકરોને આપ્યો વિજય મંત્રl PM Modi addressed Karnataka BJP Mahila Morcha Workers

    કર્ણાટકની ચૂંટણી જીતવા મોદીનો વિજય મંત્રઃ બૂથ જીતો, ચૂંટણી જીતો

    DivyaBhaskar.com | Last Modified - May 04, 2018, 10:10 AM IST

    મોદીએ નમો એપ દ્વારા કર્ણાટકની મહિલા કાર્યકર્તાઓને ચૂંટણીમાં જીત મેળવવાના મંત્ર આપ્યા
    • કર્ણાટકની ચૂંટણી જીતવા મોદીનો વિજય મંત્રઃ બૂથ જીતો, ચૂંટણી જીતો
      કર્ણાટકની ચૂંટણી જીતવા મોદીનો વિજય મંત્રઃ બૂથ જીતો, ચૂંટણી જીતો

      કર્ણાટકઃ ચૂંટણીમાં જીત નોંધાવવા માટે રાજકીય પાર્ટીઓ કોઈ કસર નથી છોડવા માંગતી. ચૂંટણી પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત બીજેપી માટે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે મોદીએ કર્ણાટક બીજેપી મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ સાથે વાત કરી. મોદીએ આ વાતચીત નમો એપ દ્વારા કરી.

      સરકારમાં મહિલાઓનું નેતૃત્વ


      - વડાપ્રધાને પોતાના સંવાદની શરૂઆત કન્નડ ભાષમાં કરી. આ ઉપરાંત તેઓએ બીજેપી ઉમેદવારના મોત ઉપર પણ શોક વ્યક્ત કર્યો.
      - તેઓએ કહ્યું કે દેશ આજે મહિલા નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. પીએમે કહ્યું કે અમારી કેબિનેટમાં પણ મહિલાઓને મહત્વપૂર્ણ વિભાગ સોંપવામાં આવ્યા છે.
      - મોદીએ વધુમાં કહ્યું કે, હાલમાં જ ચીનમાં થયેલી SCO સમિટમાં ભારતની બે મહિલા મંત્રીઓએ ભાગ લીધો હતો.

      બૂથ જીતો, ચૂંટણી જીતો


      - મોદીએ કહ્યું કે, ચૂંટણી સીટ કે વિધાનસભા જીતવી નથી હોતું, પરંતુ બૂથ જીતવું હોય છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના, બેટી બચાવો-બેટી પઢાઓ હેઠ મહિલાઓને ફાયદો પહોંચાડ્યો છે.
      - તેઓએ કહ્યું કે મહિલા કાર્યકર્તા આજ પ્રચાર કર્ણાટકમાં કરી શકે છે. તમામ કાર્યકર્તા ઘરે-ઘરે જઈને કોંગ્રેસના જૂઠાણાંનો પર્દાફાશ કરે.
      - મોદીએ કહ્યું કે અમારી સરકારે બેન્ક એકાઉન્ટ, મુદ્દા યોજના અને સુકન્યા યોજના હેઠળ મહિલાઓને સીધો લાભ પહોંચાડ્યો છે.

      માત્ર દીકરી નહીં દીકરાઓને પણ પૂછો સવાલ


      - મહિલા કાર્યકર્તાઓ સાથે વાત કરતા મોદીએ એક વીડિયો દર્શાવ્યો અને કહ્યું કે જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો તો લોકોને આ વીડિયો બતાવો. આ વીડિયો કન્નડ ભાષામાં જ હતો.
      - એક મહિલા કાર્યકર્તાએ સવાલ પૂછ્યો કે મહિલાઓની વિરુદ્ધ જે અપરાધ થાય છે તો અમને ઘણું દુઃખ થાય છે. તેના જવાબમાં મોદીએ કહ્યું કે સમાજમાં દરેક વ્યક્તિને આ વાતનો અહેસાસ હોવો જોઈએ કે હું શું કરી શકું તો તેનો ઉકેલ નીકળશે. દરેક વ્યક્તિમાં જવાબદારી નિભાવવાની ભાવના હોવી જોઈએ.
      - મોદીએ કહ્યું કે આપણે માત્ર દીકરીઓને નહીં પરંતુ દીકરાઓને પણ સવાલ પૂછવાનું શરૂ કરવું જોઈએ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મોદીએ નમો એપથી મહિલા કાર્યકરોને આપ્યો વિજય મંત્રl PM Modi addressed Karnataka BJP Mahila Morcha Workers
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top