1

Divya Bhaskar

Home » National News » Latest News » National » BJP IT cell had said that voting will be held on May 12, results will on May 18.

કર્ણાટકઃ બીજેપી IT સેલે એલાનની 22 મિનિટ પહેલા જણાવી ચૂંટણીની તારીખ

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 12:33 PM IST

ભાજપના આઈટી સેલે ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કર્ણાટક ચૂંટણી 12મે અને પરિણામ 18 મે, પરિણામનો દાવો ખોટો

  • BJP IT cell had said that voting will be held on May 12, results will on May 18.
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાજપની આઈટી સેલના હેડ અમિત માલવીયે પોતાના ટ્વિટર પર પહેલા જ જણાવી દીધું હતું

    બેંગલુરુઃ ઇલેક્શન કમીશને કર્ણાટક વિધાનસભાની 224 સીટો માટે મંગળવારે તારીખોની જાહેરાત કરી. જોકે, રાજ્યમાં ભાજપની આઈટી સેલના હેડ અમિત માલવીયે પોતાના ટ્વિટર પર પહેલા જ જણાવી દીધું હતું કે આ તારીખે ચૂંટણી યોજાશે. દાવો સાચો સાબિત થતા કોંગ્રેસ વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ભાજપને સુપર ઇલેક્શન કમીશન કહ્યું.

    1) વોટિંગની તારીખ સાચી નીકળી, મતગણતરીની તારીખ ખોટી


    - અમિત માલવિયે પોતાના ટ્વિટમાં લખ્યું, કર્ણાટકમાં 12 મેના રોજ વોટિંગ થશે. 18 મેના રોજ પરિણામ આવશે.
    - વોટિંગની તારીખ સાચી સાબિત થઈ પરંતુ પરિણામની તારીખ ખોટી. પરિણામ 15મેના રોજ જાહેર થશે.

    2) હોબાળો થયો તો સ્પષ્ટતા કરી અને હટાવી દીધું ટ્વિટ
    - મીડિયામાં અહેવાલો આવ્યા બાદ માલવીયે કહ્યું કે તેઓએ એક અંગ્રેજી ચેનલમાં જોઈને આ ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનું ટ્વિટ કટાવી લીધું.

    3) ઇલેક્શન કમીશને કહ્યું- સખત કાર્યવાહી કરીશું
    - ઇલેક્શન કમીશનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ઇલેક્શન કમિશ્નરને માલવીયના દાવાને લઈને પત્રકારોએ સવાલ કર્યા. તેની પર તેમણે કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે. સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.

    આ છે કર્ણાટક ચૂંટણીની તારીખો


    - ઉમેદવારી દાખલ કરવાની તારીખ- 17 એપ્રિલ
    - ઉમેદવાર પત્રની તપાસ- 25 એપ્રિલ
    - ઉમેદવાર પત્ર પાછું ખેચવાની તારીખ- 27 એપ્રિલ
    - મતદાન- 12 મે
    - પરિણામ - 15 મે

    આગળની સ્લાઈડમાં જુઓ બીજેપી આઈટી સેલની ટ્વિટ

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • BJP IT cell had said that voting will be held on May 12, results will on May 18.
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્વિટરથી કરી હતી જાણ
  • BJP IT cell had said that voting will be held on May 12, results will on May 18.
    કોંગ્રેસે કર્યો વિરોધ

More From National News

Trending