કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે તારીખ જાહેર થવાની શક્યતા, લિંગાયત મુખ્ય મુદ્દો

અહીં 224 વિધાનસભા સીટ માટે એક ફેઝમાં ચૂંટણી થવાની શક્યતા છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 08:43 AM
ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી
ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી

કર્ણાટરમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે ઈલેક્શન કમિશન દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. અહીં 224 સીટ પર એક જ ફેઝમા મતદાન થવાની શક્યતા છે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે.

નવી દિલ્હી: કર્ણાટરમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે ઈલેક્શન કમિશન દ્વારા તારીખોની જાહેર કરી દેવામાં આવી છે. 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. અહીં 224 સીટ પર એક જ ફેઝમા મતદાન કરવામાં આવશે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે. ભાજપ અહીં કરપ્શન અને લિંગાયતને અલગ ધર્મ જાહેર કરવાને મુખ્ય મુદ્દો બનાવી શકે છે. નોંધનીય છે કે, છેલ્લા બે મહિનામાં રાહુલ ગાંધી ચાર વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે.

ઈસીએ પ્રેસ કોન્ફરન્સમાં કહેલા અન્ય અગત્યના મુદ્દાઓ

- પ્રચાર પ્રસારમાં ઉમેદવાર 28 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે.
- અત્યારથી જ કર્ણાટરમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી.
- દરેક સીટ માટે ઈવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ થશે.

- 450થી વધારે બુથની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવશે.
- દિવ્યાંગો અને મહિલાઓ માટે બુથ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
- કર્ણાટકમાં કુલ 4.96 મતદારો છે.
- 2013માં 52,034 બુથ બનાવવામાં આવ્યા હતા. ગઈ વિધાનસભા ચૂંટણી કરતાં તે 9 ટકા વધારે છે. દિવ્યાંગો માટે પોલિંગ બુથ પર અલગ વ્યવસ્થા કરવામાં આવશે.

કર્ણાટક ચૂંટણીના મહત્વના મુદ્દા

1) આ છે 3 મહત્વના મુદ્દા

લિંગાયત: રાજ્યની કોંગ્રેસ સરકારે તેમને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપ્યો છે. ભાજપનો આરોપ છે કે, આ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનતા રોકવાનો પ્રયત્ન છે. કારણકે તેઓ તે જ ગ્રૂપમાંથી આવે છે.
હિંદુત્વ: ભાજપનો આરોપ છે કે, સિદ્ધારમૈયા સરકાર હિન્દુ વિરોધી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 24 સંઘ કાર્યકર્તાઓની હત્યા થઈ છે. રાહુલ ગાંધી અને અમિત શાહ બંને અહીં લિંગાયત અને દલિતોના મંદિરો-મઠમાં જઈ રહ્યા છે.
ભ્રષ્ટાચાર: ફેબ્રુઆરીના ચેલ્લા સપ્તાહમાં રાજ્યની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ સિદ્ધારમૈયાને 'સીધા રુપૈયા' સરકાર કહી હતી. તેમણે કહ્યું હતું, કોઈ પણ કામ હોય અહીં માત્ર પૈસા જ ચાલે છે. જ્યારે કોંગ્રેસ ભાજપની આ પહેલાંની યેદિરુપ્પા સરકાર પર ભ્રષ્ટ સરકારનો આરોપ લગાવ્યો હતો.

2) 5 મોટા ચહેરા

- નરેન્દ્ર મોદી: 2014ની લોકસભા ચૂંટણીની જેમ મોદી લહેર છવાઈ જવાની આશા. ત્યારે ભાજપને રાજ્યમાં 28માંથી 17 સીટો મળી હતી. વોટ શેર 42.4 ટકા રહ્યો હતો.

- રાહુલ ગાંધી: ગુજરાત ચૂંટણી પછી પોતાની ઈમેજ બદલવામાં સફળ રહેલા રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બન્યા પછી આ ચોથી વિધાનસભા ચૂંટણી છે. આ પહેલાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કેમ્પેનિંગ કર્યું હતું. જોકે કોંગ્રેસ મેઘાલયમાં પણ તેમની સરકાર બચાવી શકી નહતી.

- સિદ્ધારમૈયા: રાજ્યના મુખ્યમંત્રી છે. સરકાર બચાવવાનો તેમની સામે પડકાર છે. ભાજપ તેમના પર કરપ્શન અને હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

- અમિત શાહ : રાજ્યમાં બીજેપીને જીત મળે તે માટે કોઈ કસર બાકી નથી રાખી. તેમણે 16 કેન્દ્રીય મંત્રી, 24 સાંસદ સહિત 55 લોકોની એક ટીમ તૈયાર કરી છે. જે માર્ચના અંત સુધીમાં રિપોર્ટ આપશે. શાહે 16 કેન્દ્રીય મંત્રીઓને ચાર-ચાર વિધાનસભાની જવાબદારી આપી છે. તેમણે પોતે પણ એક મહિનામાં બે વાર કર્ણાટકની મુલાકાત લીધી છે.

- બીએસપી યેુદુરપ્પા : ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર છે. દોઢ વર્ષમાં બે વાર આખા કર્ણાટકની મુલાકાત કરી લીધી છે. તેમની લિંગાયતોમાં મજબૂત પકડ છે.

કર્ણાટકમાં વોક્કાલિંગા અને લિંગાયત મહત્વના કેમ?

50 ટકા ધારાસભ્યો અને સાંસદો અત્યાર સુધી આ કોમ્યુનિટીમાંથી જ આવે છે.
224 સભ્યોમાંથી 55 વોક્કાલિગા અને 52 લિેંગાયત કોમ્યુનિટીમાંથી છે.
100 સીટો પર લિંગાયત અને 80 સીટો પર વોક્કાલિગા કોમ્યુનિટી અસર કરે છે.
14 મુખ્યમંત્રી (8 લિંગાયત અને 6 વોક્કાલિગા) રાજ્યમાં બંને કોમ્યુનિટીમાંથી આવે છે.

કર્ણાટક વિધાનસભાનું ગણીત
કુલ સીટ- 224
બહુમત- 113
મતદાર- 4.90 કરોડ
કઈ જાતીનો કેટલો દબદબો
દલિત- 19 %
મુસ્લિમ- 16 %
ઓબીસી- 16 %
લિંગાયત- 17 %
વોક્કાલિગા- 11 %
અન્ય- 21 %
મોદી લહેરમાં ભાજપને મળી 28માંથી 17 સીટો
પાર્ટી સીટ વોટ શેર
ભાજપ 17 43.4
કોંગ્રેસ 9 41.2
જેડીએસ 2 11.1

ECI આજે જાહેર કરશે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો
ECI આજે જાહેર કરશે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો
અમિત શાહ પણ છેલ્લા બે મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે, લિંગાયત મઠની પણ કરી મુલાકાત
અમિત શાહ પણ છેલ્લા બે મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે, લિંગાયત મઠની પણ કરી મુલાકાત
X
ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરીઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી
ECI આજે જાહેર કરશે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોECI આજે જાહેર કરશે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો
અમિત શાહ પણ છેલ્લા બે મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે, લિંગાયત મઠની પણ કરી મુલાકાતઅમિત શાહ પણ છેલ્લા બે મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છે, લિંગાયત મઠની પણ કરી મુલાકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App