1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory

કર્ણાટકમાં સત્તા મેળવવાનું બીજેપીનું સપનું સિદ્ધારમૈયા રોળી શકશે?

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 01:17 PM IST

કોંગ્રેસના અનેક નેતાઓ માને છે કે સિદ્ધારમૈયા એકમાત્ર એવા નેતા છે, જે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કર્ણાટકની વચ્ચે છે.

 • Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને લગભગ દોઢ માસ બાદ દક્ષિણના આ મહત્વનાં રાજ્યમાં કોની સરકાર બનશે તે પણ સ્પષ્ટ થઈ જશે. કર્ણાટકમાં ભાજપમાં સૌથી મોટો હિંદુ ચેહરો એટલે બી. એસ. યેદુયરપ્પા, જેમની હાઈકમાન્ડે એપ્રિલ 2016માં પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નિમણૂંક કર્યાં હતા. પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ યેદુયરપ્પા દિલ્હી આવ્યાં હતા જ્યાં તેઓને સવાલ કરાયો હતો કે શું રાજ્યમાં કોઈ એવો વાસ્તવિક નેતા છે, જે સીએમ સિદ્ધારમૈયાની જગ્યા લઈ શકે? આ સવાલના જવાબમાં યેદિયુરપ્પાએ કહ્યું હતું ભાજપ માટે સારૂ હશે કે સિદ્ધારમૈયાને સીએમ પદેથી ન હટાવવામાં આવે. પરંતુ આજે આ વાત એટલી અસરકારક નથી રહી, કારણ કે કર્ણાટકમાં ભાજપને સત્તા મેળવવા માટેની સૌથી મોટી અડચણ છે સિદ્ધારમૈયા જ.

  સિદ્ધારમૈયાનું વધતું કદ


  - કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સિદ્ધારમૈયા એકમાત્ર એવા નેતા છે જે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કર્ણાટકની વચ્ચે ઊભાં છે.
  - આ સિદ્ધારમૈયા જ છે જેને કોંગ્રેસના રક્ષક માનવામાં આવે છે.
  - જ્યારે સિદ્ધારમૈયા જનતા પરિવારના નેતા હતા અને એચ.ડી.દેવેગૌડાના નજીકના હતા ત્યારે તેઓએ 2013માં કર્ણાટકના તત્કાલીન સીએમ એમ.મલ્લિકાર્જુન ખડગેને સાઈડલાઈન કરી દીધાં હતા.

  આગળ વાંચો જનતા દળનો કેમ છોડ્યો હતો સાથ?

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  જનતા પરિવારમાં થયો હતો મતભેદ


  - જનતા પરિવારમાં રહેતાં સિદ્ધારમૈયાને દેવેગૌડા અને તેના પુત્ર સાથે વૈચારિક મતભેદો સામે આવવા લાગ્યાં.
  - વર્ષ 2005માં તત્કાલીન પીએમ દેવેગૌડાએ સિદ્ધારમૈયાને કર્ણાટકના ડેપ્યુટી સીએમ પદેથી હટાવી દીધાં હતા. 
  - જે બાદ અનેક લોકોને તેઓ ખટકવા લાગ્યાં હતા અને અચાનકથી જ તેઓ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. 
  - કોંગ્રેસમાં સામેલ થયાં બાદ મૈસુરની ચામુંડેશ્વરી સીટ પર પેટાચૂંટણી જીતી. અને 2009માં વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યાં હતા. 

   

  આગળ વાંચો CM બનવા અંગે શું કહ્યું હતું?

 • Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  એક દિવસ CM બનીશ


  - વર્ષ 2010માં યેદિયુરપ્પા સરકારના ભ્રષ્ટાચારના આરોપમાં ડિબેટ દરમિયાન સિદ્ધારમૈયાએ એક વખત વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ એકદિવસે મુખ્યમંત્રી બનશે અને તેને કોઈ નહીં રોકી શકે. 
  - બાદમાં એવું જ થયું અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બન્યાં, પોતાની સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં સિદ્ધારમૈયાએ રાજ્યમાં જનહિતકારી નીતિઓ પર ફોકસ કર્યું. તેઓને ભાગ્યના સીએમ પણ કહેવામાં આવે છે. 

   

  આગળ વાંચો સોશિયલ મીડિયામાં થયાં એક્ટિવ

 • Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સોશિયલ મીડિયામાં એક્ટિવ થયાં


  - સિદ્ધારમૈયા સીએમ હોવા છતાં મીડિયાથી ઘણાં દૂર હતા. આ ઉપરાંત તેઓનું સોશિયલ મીડિયા પર પણ કોઈજ એકાઉન્ટ ન હતું.
  - જો કે જુલાઈ, 2016માં બેલ્જિયમમાં થયેલી એક દૂર્ઘટનામાં તેમના 38 વર્ષના પુત્ર રાકેશનું નિધન થઈ ગયું જે બાદ બીજી વકથ સત્તા પર આવવા માટેનાં પ્રયાસો શરૂ કરી દીધાં.
  - સિદ્ધારમૈયા ધીરે ધીરે મીડિયા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. ફેસબુક અને ટ્વિટર પર પણ એકાઉન્ટ બનાવ્યું. 
  - છેલ્લાં એક વર્ષમાં સિદ્ધારમૈયા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારા મુખ્યમંત્રી છે.

  આગળ વાંચો સિદ્ધારમૈયાનો

   

  ચૂંટણી પહેલાં શું હતો માસ્ટર સ્ટ્રોક?

 • Karnataka Assembly Election CM Siddaramaiah is very big rod on BJP victory

  સિદ્ધારમૈયાનો માસ્ટર સ્ટ્રોક


  - હાલમાં જ સિદ્ધારમૈયાએ માસ્ટર સ્ટ્રોક ખેલતાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. પરિણામે રાજ્યમાં ભાજપ હાલ તો બેકફુટ પર છે. 
  - અનેક વર્ષોની મહેનત પછી સિદ્ધારમૈયા કોંગ્રેસ અધ્યક્ષની નીકટતા બનાવવામાં સફળ રહ્યાં છે. પરિમામે તેઓ સિદ્ધારમૈયાને પાર્ટીના હિતમાં કોઈપણ ફેંસલો લેવાનો અધિકાર આપ્યો છે. 
  - સિદ્ધારમૈયા એક વાત સારી રીતે જાણે છે કે તેઓ ભાજપના ઈલેકશન મશીનરીની વિરૂદ્ધમાં છે. એટલે આ ચૂંટણી તેમના માટે આસાન નહીં હોય. તેમના પર નિશ્ચિતરૂપે કોંગ્રેસને ભાજપથી બચાવવાનું દબાણ હશે.
  - જો 15મેનાં રોજ જાહેર થનારા પરિણામોમાં કોંગ્રેસ જીતી જશે તો સિદ્ધારમૈયા એક ઈતિહાસ બનાવશે, પરંતુ જો હારી જશે તો તેઓ પોતે એક ઈતિહાસ બની જશે. 

More From National News

Trending