ટ્રોલ / રાફેલનો વિરોધ કરી રહેલા સિબ્બલ એક કેસમાં અંબાણીનાં વકીલ, લોકોએ કરી ટીકા

kapil sibal trolled after tweet against anil ambani than appear in court favored with him
X
kapil sibal trolled after tweet against anil ambani than appear in court favored with him

 • સિબ્બલે રાફેલ મુદ્દે અંબાણીનાં વિરોધમાં ટ્વીટ કર્યુ, ત્યારબાદ એક કેસમાં તેમના વકીલ બનીને કોર્ટમાં પહોંચ્યા
 • એક યુઝરે કહ્યું - કોંગ્રેસ કેટલી હદે જશે, જેની કોઈ સીમા નથી
   

Divyabhaskar

Feb 13, 2019, 12:19 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે મંગળવારે રાફેલ મુદ્દે અનિલ અંબાણી વિરોધી ટ્વીટ કર્યુ હતુ. જેનાં 40 મિનીટ બાદ તેઓ એક અન્ય કેસમાં અનિલ તરફથી કોર્ટમાં હાજર થયા હતા. આ જ કારણે લોકોએ સોશયલ મીડિયા પર કપિલને આડે હાથે લીધા હતા. એક યુઝરે લખ્યુ કે, કોંગ્રેસ કેટલી હદે જશે, જેની કોઈ સીમા નથી. રાફેલ પર રાહુલ ગાંધી જે વ્યક્તિ પર નિશાન સાધી રહ્યા છે,તે જ વ્યક્તિને તેમની પાર્ટી બચાવી રહી છે. હવે ન તો નૈતિકતા બચી છે ન શરમ. 
 

 


 
1. સોશયલ મીડિયા પર ટ્રોલ થયા સિબ્બલ
 • @ગાંધી મુક્ત ભારતે લખ્યું - કપિલ સિબ્બલની રાજકીય અને કાયદાકીય કારકિર્દી ખતમ થવી જોઈએ
 • નિખીલ વાઘલે ટ્વીટ કર્યુ- સિબ્બલનાં કારણે જ કોંગ્રેસ મુશ્કેલીઓમાં ઘેરાય છે. 
 • કપિલ સિબ્બલને પહેલાથી જ ખબર હતી કે અનિલ અંબાણી ફ્રાંસ જવાના છે.
 • અભિજીત મજુમદારે લખ્યુ કે, કપિલ સિબ્બલ રાફેલ મુદ્દે કોર્ટમાં અનિલ અંબાણીનાં બચાવમાં  ઊભા રહે છે. તેઓ પાર્ટીની તરફથી અનિલ પર સવાલો ઉઠાવે છે.
 • Kapil Sibal defends Anil Ambani on #Rafale in court. He slams the same Anil Ambani for Rafale on party's behalf. A man of convictions.
2. સરકારનું જુઠ્ઠાણુ સામે આવ્યુ
સિબ્બલે મંગળવારે સવારે 9.51 કલાકે અનિલ અંબાણીનાં વિરોધમાં ટ્વીટ કર્યુ હતુ. સિબ્બલે લખ્યુ કે, લાગે છે કે એરબસ, ફાંસ સરકાર, અનિલ અંબાણી, બધાને ખબર હતી કે ફ્રાંસ પ્રવાસમાં વડાપ્રધાન એમઓયુ પર હસ્તાક્ષર કરશે. સરકારનું જુઠ્ઠાણુ સામે આવી ગયુ
 
ટ્વિટ બાદ તેઓ માનહાનિનાં કેસમાં અંબાણીને વ્યક્તિગત હાજરીથી છૂટકારો અપાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ હાજર રહ્યા હતા. 550 કરોડ રૂપિયાની ભરપાઈ ન કરી શકવાથી ટેલીકોમ કંપની એરિક્સન ઈન્ડિયાની અરજી પર કોર્ટે તેમને નોટિસ ફટકારી હતી. જો કે,આ મામલાની સુનાવણી કોર્ટે બુધવાર સુધી ટાળી છે. ત્યારબાદ એક ચેનલે કહ્યું કે, રાફેલ વિવાદ આવ્યા પહેલાં જ સિબ્બલ અંબાણી માટે વકાલત કરી રહ્યા છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી