ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કપિલ શર્માએ ભૂતપૂર્વ મેનેજર અને પત્રકાર પર લગાવ્યો બ્લેકમેઇલિંગનો આરોપ | Kapil Sharma filed blackmailing case against his former manager and journalist

  કપિલ શર્માએ 2 પૂર્વ મેનેજર, પત્રકાર સામે નોંધાવ્યો બ્લેકમેઇલિંગનો કેસ

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 10:37 AM IST

  કોમેડિયન કપિલની ફરિયાદ પર મુંબઈ પોલીસે ત્રણેય વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે
  • શુક્રવારે કપિલના ટ્વિટર હેન્ડલ પર ઘણા આપત્તિજનક ટ્વિટ કરવામાં આવ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે કપિલના ટ્વિટર હેન્ડલ પર ઘણા આપત્તિજનક ટ્વિટ કરવામાં આવ્યા હતા. (ફાઇલ)

   મુંબઈ: કપિલ શર્માએ પોતાની પૂર્વ મેનેજર નીતિ, પ્રીતિ અને પત્રકાર વિક્કી લાલવાની પર બ્લેકમેલિંગ અને વસૂલીનો આરોપ લગાવ્યો છે. કોમેડિયન કપિલની ફરિયાદ પર મુંબઈ પોલીસે ત્રણેય વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. કપિલનો આરોપ છે કે વિક્કી તેમને મીડિયામાં બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે અને તેની અવેજીમાં 25 લાખ રૂપિયાની માંગ રાખવામાં આવી છે. આ પહેલા કપિલે આરોપીઓ માટે કેટલાક આપત્તિજનક ટ્વિટ પણ કર્યા, પરંતુ પછી તેને હટાવી દીધા. બીજી બાજુ પત્રકાર વિક્કીએ કપિલ સાથે થયેલી વાતચીતનો એક ઓડિયો રીલીઝ કર્યો, જેમાં કપિલને ગાળો બોલતો સાંભળવામાં આવ્યો.

   પત્રકાર વિક્કીએ કહ્યું- કપિલ માટે કેમ્પેઇન કર્યું, મને પેમેન્ટ નથી કર્યું

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ 'સ્પોટબોય'ના એડિટર વિક્કી લાલવાનીએ કહ્યું, "મેં કપિલ માટે ડિજિટલ મીડિયા કેમ્પેઇન કર્યું, હવે તેઓ આનું પેમેન્ટ નથી કરી રહ્યા. એટલું જ નહીં, કપિલ મારા કેટલાક રિપોર્ટ્સથી નારાજ છે. હું મારું કામ કરી રહ્યો છું. એક દિવસ તેમણે મને મળવા માટે બોલાવ્યો. આ દરમિયાન મને ગાળો આપી અને દીકરી માટે ગંદી વાતો પણ કહી."
   - "કપિલે પોતાની સફળતાને સરસ રીતે સંભાળી છે, પરંતુ નિષ્ફળતાને તેઓ પચાવી નથી શકતા. એટલે સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે."

   ખોટા સમાચારોને કારણે ડિપ્રેશનમાં જવાનો આરોપ

   - ઓડિયોના હવાલાથી વિક્કી લાલવાનીએ જણાવ્યું કે કપિલ શર્માએ ગાળો આપી દીધા પછી કોઇ અન્ય વ્યક્તિએ ફોન લઇ લીધો. તેણે પોતાને કપિલનો સગો ભાઈ જણાવ્યો. મને ધમકીઓ આપી અને કહ્યું કે તારા કારણે કપિલ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. ખોટા સમાચારોના કારણે તેની તબિયત ખરાબ થઇ રહી છે. હું તારા ઘરે લીગલ ટીમ મોકલીશ.

   કપિલના ટ્વિટર પર લખવામાં આવી ગાળો

   - કોમેડિયન કપિલના ફેન્સ શુક્રવારે સાંજે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે અચાનક તેના ટ્વિટર હેન્ડલ પર એક પછી એક ગાળોથી ભરેલા અનેક ટ્વિટ કરવામાં આવ્યા. પહેલા તો તેમણે સલમાન ખાનની સજા વિરુદ્ધ સિસ્ટમને કોસીને ગુસ્સો પ્રદર્શિત કર્યો.

   - થોડીક મિનિટો પછી ગાળોથી ભરેલા અનેક ટ્વિટ કર્યા, જેમાં મીડિયા માટે ખરાબ શબ્દો લખ્યા હતા. આ ટ્વિટ મીડિયામાં આવેલી તે ખબરો વિશે હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તે તેમનો નવો ટીવી શૉ 'ફેમિલિ ટાઇમ વિથ કપિલ શર્મા' એક અઠવાડિયામાં જ બંધ થઇ જશે.
   - કપિલે આ સમાચારને ફેક ન્યુઝ ગણાવીને મીડિયા માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો. જોકે અકાઉન્ટ પરથી થોડીક જ વારમાં આ ટ્વિટ્સ ડીલીટ કરી નાખવામાં આવ્યા. એટલું જ નહીં એક ટ્વિટમાં લખ્યું હતું કે તેઓ બધાનું ખૂબ સન્માન કરે છે.

   કપિલે કહ્યું- જે લખ્યું દિલથી લખ્યું

   - જોકે કપિલ શર્માએ પોતાની એક ટ્વિટમાં લખ્યું કે પહેલા થયેલી ટ્વિટ તેમની ટીમે ડીલીટ કરી હતી અને તેમણે જે પણ લખ્યું, તે પોતાના દિલથી લખ્યું હતું. એટલું જ નહીં, અપશબ્દોનો ઉપયોગ કરીને કપિલ શર્માએ કહ્યું છે કે તેઓ કોઇનાથી ડરતા નથી, અને તેવા લોકોથી તો બિલકુલ નહીં જેઓ કંઇપણ લખી શકે છે.

  • કપિલની ફરિયાદ પર ઓશિવારા પોલીસ મામલાની તપાસ કરી રહી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કપિલની ફરિયાદ પર ઓશિવારા પોલીસ મામલાની તપાસ કરી રહી છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કપિલ શર્માએ ભૂતપૂર્વ મેનેજર અને પત્રકાર પર લગાવ્યો બ્લેકમેઇલિંગનો આરોપ | Kapil Sharma filed blackmailing case against his former manager and journalist
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top