લગ્નની વય ન હોવા છતાં કપલ લિવ -ઇનમાં રહી શકે: હાઇકોર્ટ

Agecny

Agecny

Jun 02, 2018, 12:10 AM IST
Kapal can stay in Live -In despite marriage age- HC

કોચ્ચિ: હદિયા કેસ પછી લગ્ન અને રિલેશનશિપના એક અન્ય મામલે કેરળ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વી. ચિતમબરેશ અને જસ્ટિસ કે.પી. જ્યોતીન્દ્રનાથની બેન્ચે 18 વર્ષના યુવક અને 19 વર્ષની યુવતીને લિવ ઇનમાં રહેવાની મંજૂરી આપી દીધી. એટલું જ નહીં પોતાની પુત્રીને યુવકથી અલગ રહેવા દેવા અંગેની યુવતીને પિતાની અરજી ફગાવી દીધી.

શુક્રવારે પોતાના ચુકાદામાં હાઇકોર્ટેની બેન્ચે કહ્યું કે ‘લિવ-ઇન રિલેશનશિપ’ની અવગણના કરી શકાય નહીં. જસ્ટિસ વી. ચિતમબરેશ અને જસ્ટિસ કે.પી. જ્યોતીન્દ્રનાથની બેન્ચે ચુકાદો આપતા યુવતીના પિતાની અરજી ફગાવી દીધી. યુવતીના પિતાએ પુત્રીની ઓછી વયનો હવાલો આપતા તેને પ્રેમીથી અલગ કરવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દેતાં જણાવ્યું કે યુવક-યુવતીની વય ભલે લગ્ન લાયક નથી પરંતુ બંને વ્યસ્ક છે. બંને જો એક સાથે રહેવા માગતા હોય તો કાર્ટે તેમને અલગ કરવાની મંજૂરી ન આપી શકે.


બેંચે વધુમાં જણાવ્યું કે લગ્નની વય થયા પછી યુવતી જાતે નિર્ણય લઈ શકે છે કે તે યુવક સાથે આગળ પણ લિવ-ઈનમાં રહેવા માગે છે કે તેની સાથે લગ્ન કરવા માંગે છે. કોર્ટે કહ્યું કે યુવતીની વય 19 વર્ષ છે એટલે કે તે પુખ્ત છે. તે કોની સાથે રહેશે અને કોની સાથે નહીં, લગ્ન કરશે કે લિવ-ઇનમાં રહેશે, એ તેનો નિર્ણય છે. પરિવાર તેને કોઇ નિર્ણય માનવા મજબૂર કરી ન શકે.

વયસ્ક લોકોના અધિકારોના રક્ષણ માટે કોર્ટ પ્રતિબદ્ધ

બેન્ચે કહ્યું કે બંધારણીય કોર્ટ વ્યસ્ક લોકોના અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તેથી સમાજનો એક તબક્કો વિરોધ કરતો હોય તે પણ આવા કપલ લિવ-ઇનમાં રહી શકે છે.

X
Kapal can stay in Live -In despite marriage age- HC
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી