Home » National News » Desh » Around world there are records of about 150 people suffering from this disease

કાનપુરના યુવક સપડાયો દુનિયાની દુર્લભ બીમારીમાં, વિશ્વમાં અત્યાર સુધી 150 જ દર્દી

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 12:10 AM

ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી આ બીમારીની કોઈ દવા નથી શોધાઈ, યોગ- મેડિટેશન કરે છે મદદ

 • Around world there are records of about 150 people suffering from this disease
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  20થી વધુ ડોક્ટર્સને બતાવ્યા બાદ વર્ષ 2016માં આ બીમારીની પુષ્ટિ થઈ.

  કાનપુરઃ એક યુવકમાં નસો અને સ્નાયુઓમાં દુર્લભ બીમારી ન્યૂરોમાયોનોનિયા (આઇજેક સિન્ડ્રોમ)ની પુષ્ટિ થઈ છે. વિશ્વભરમાં આ બીમારીથી લગભગ 150 લોકો પીડિત હોવાના રેકોર્ડ ઉપલબ્ધ છે. દેશમાં આ બીમારીથી પીડિત આ 22મો દર્દી હોવાનું કહેવાય છે. એનઆઆઈ સિટી નિવાસી ઉદ્યોગપતિ બૃજ મોહન ડાલમિયાના પુત્ર મુદિત ડાલમિયા (38) મુંબઈમાં ફાયનાન્સ સલાહકાર હતા.

  20 ડોક્ટર્સને બતાવ્યા બાદ પકડાઈ બીમારી


  - વર્ષ 2015માં તેના શરીરમાં અકડાઈ જવું, અસહનીય દર્દ, સ્નાયુઓ સંકોચાવા લાગ્યા. મુંબ્ઈના ડોક્ટર્સથી રાહત ન મળી તો કાનપુરના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો.
  - અહીં બે ન્યૂરોફિઝિશિયને જોયું. એક સપ્તાહ ઇલાજ ચાલ્યો પરંતુ ડોક્ટર્સને બીમારી સમજમાં ન આવી.
  - ત્યારબાદ તેને દિલ્હી, મુંબઈ અને જયપુરના અનેક ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવવામાં આવ્યો.
  - 20થી વધુ ડોક્ટર્સને બતાવ્યા બાદ વર્ષ 2016માં આ બીમારીની પુષ્ટિ થઈ.
  - હાલમાં, જયપુરના ડોક્ટર ડો. અશોક પનેગેરિયાની દેખરેખમાં ઈલાજ ચાલી રહ્યો છે.

  આ બીમારીનો ઈલાજ નહીં


  - દુનિયામાં આઈજક સિન્ડ્રોમનો કોઈ ઈલાજ નથી. બીમારી વધે નહીં તે માટે દવાઓ આપવામાં આવે છે.
  - આ સિન્ડ્રોમ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને નષ્ટ કરી દે છે. ઇમ્યૂન સિસ્ટમને સંતુલિત કરવા, દર્દ નિવારક અને સ્ટિરોઇડ દ્વારા દર્દીને રાહત આપવામાં આવે છે.
  - મુદિતને શરૂઆતમાં 40થી વધુ દવાઓ નિયમિત લેવી પડતી હતી. હાલમાં પ્લાજ્મા ટ્રાન્સફ્યૂજન, ઇમ્યુનોગ્લોબુલિન (આઈવીઆઈજી થેરપી) દર્દ નિવારક ઇન્જેક્શન, સ્ટિરોઇડ દ્વારા તેને રાહત આપવામાં આવી રહી છે.

  હેલ્થ મિનિસ્ટ્રીને જણાવી આપવીતી


  - પીડિત મુદિતે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીને પોતાની આપવીતી જણાવી છે.
  - મુદિતનું કહેવું છે કે હું રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન આ બીમારી તરફ ખેંચવા માંગું છું.
  - હું તો ઇલાજ માટે સક્ષમ હતો પરંતુ કોઈ ગરીબને કે જ્યાં સારવારની સુવિધા નથી, એવા લોકો માટે ઈલાજની સુવિધા ઊભી કરવી જોઈએ.
  - મિનિસ્ટ્રીએ તેની આપવીતીને પોતાની પત્રિકામાં પ્રકાશિત પણ કરી.

  અત્યાર સુધી 30 લાખનો થયો ખર્ચ


  - મુદિત દાલમિયાના પરિવારના કહ્યા મુજબ, બે વર્ષના ઈલાજમાં લગભગ 30 લાખ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યો છે.
  - સરકારી સિસ્ટમમાં તેનો ઈલાજ નથી. ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર થાય છે જે ઘણી મોંઘી છે.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, શું છે ન્યૂરોમાયોટોનિયા બીમારી? શું છે બીમારીના લક્ષણ? શું કહે છે એક્સપર્ટ્સ?

 • Around world there are records of about 150 people suffering from this disease
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  યોગ અને મેડિટેશનથી આ રોગમાં મળે છે ફાયદો

  શું છે ન્યૂરોમાયોટોનિયા બીમારી?


  - આ ન્યૂરોથી જોડાયેલી બીમારી છે. દર્દીની નસો અને સ્નાયુઓમાં ખેંચાણ અને અકડાઈ જવાથી અસહનીય દર્દ થાય છે.
  - હરવું-ફરવું મુશ્કેલ થતા દર્દી બેડ પર પહોંચી જાય છે.
  - અત્યાર સુધી જીનમાં આવેલા અચાનક ફેરફારથી આ બીમારીના લપેટમાં પહોંચવાની વાત સામે આવી છે.
  - સામાન્ય રીતે 15 વર્ષથી 60 વર્ષની ઉંમર સુધી આ બીમારી થાય છે.
  - પરંતુ 30 અને 40 વર્ષની વચ્ચે તેના લક્ષણ વધુ ઝડપથી ઉભરે છે. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો શું છે બીમારીના લક્ષ્ણ?

 • Around world there are records of about 150 people suffering from this disease
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હોસ્પિટલમાં ઉજવી હતી બર્થ-ડે

  આ છે બીમારીના લક્ષણ


  - સ્નાયુઓમાં કઠોરતા, સતત સ્નાયુઓ જકડાઈ જવા, વધુ પસસેવો થવો, અહસનીય દર્દ, સ્નાયુઓમાં નબળાઈ, બળતરા, ઉઠવા-બેસવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ

   

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, શું છે કહે છે એક્સપર્ટ?

 • Around world there are records of about 150 people suffering from this disease
  અત્યાર સુધી સારવારમાં થયો રૂ. 30 લાખનો ખર્ચ

  શું કહે છે એક્સપર્ટ્સ?


  - ન્યૂરો ફિઝિશિયનનું કહેવું છે કે આ બીમારી ખૂબ જ દુર્લભ છે. સ્નાયુઓ સ્થિર નથી રહેતા. દર્દથી રાહત અપાવવતા દવાઓના હેવી ડોઝ આપવા પડે છે.
  - બીમારી આગળ ન વધે, તેને દવાઓ અને થેરપીથી રોકી શકાય છે. આ બીમારીનું ડાયગ્નોસિસ ખૂબ જ મોંઘું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ