Home » National News » Desh » Women burnt in Holika

સવારે હોળીની રાખ લેવા પહોંચ્યા લોકો, ત્યાંનો નજારો જોઈને દરેક લોકો થયાં SHOCKED

Divyabhaskar.com | Updated - Mar 04, 2018, 04:05 PM

કાનપુરના ગ્રામ્ય વિસ્તાર મૂસનાગરમાં હોળીના દિવસે એક મહિલાની સળગેલી લાશ મળી આવી હતી.

 • Women burnt in Holika
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કાનપુરના ગ્રામ્ય વિસ્તાર મૂસનાગરમાં હોળીના દિવસે એક મહિલાની સળગેલી લાશ મળી

  કાનપુરઃ કાનપુરના ગ્રામ્ય વિસ્તાર મૂસનાગરમાં હોળીના દિવસે એક મહિલાની સળગેલી લાશ મળી આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ મહિલાનું માનસિક સંતુલન યોગ્ય ન હતું. પોલીસે હત્યા કે આત્મહત્યા તેમ બંને દિશાએ તપાસ હાથ ધરી છે. મહિલાની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

  રાખ લેવા પહોંચ્યા અને મળી લાશ

  સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવારે રાત્રે હોળી પ્રગટાવવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે લોકો હોળીની રાખ લેવા પહોંચ્યા તો ત્યાંનું દ્રશ્ય જોઈને હેરાન થઈ ગયા હતા. કોઈને વિશ્વાસ ન હતો કે રાત્રે જે હોળી પ્રગટાવવામાં આવી હતી તેમાંથી એક લાશ મળશે.

  જે હોળીની સામે ઊભાં રહીને કરી પૂજા, તેમાં જ સળગી રહી હતી બહેન


  - કાનપુરનું ગુલૌલી ગામ મૃતક મહિલાનું પીયર હતું. કેશવસિંહની પુત્રી સીમાના લગ્ન 7 વર્ષ પહેલાં જાલૌન જિલ્લાના પુષ્પેન્દ્ર સાથે થયાં હતા.
  - સીમાનું માનસિક સંતુલન ઠીક ન હતું.
  - પતિએ જણાવ્યું કે, "સીમા પર ભૂત-પ્રેતનો પ્રકોપ હતો. 15 દિવસ પહેલાં તેને કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં બાલાજી મંદિરમાં દેખાડવા માટે પીયર મોકલવામાં આવી હતી."
  - પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સીમા ગત ગુરૂવારે સાંજે 7 વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી અને શુક્રવારે તેની બોડી હોળીમાં સળગેલી હાલતમાં મળી હતી.
  - મૃતકનો ભાઈ મુખેન્દ્ર સિંહે જણાવ્યું કે, "હોળીમાં જેનું શબ મળ્યું, તે મારી બહેન છે. ગુરૂવારે હોળી સળગાવતાં પહેલાં તે જાણ કર્યાં વગર નીકળી ગઈ હતી."
  - "બહેનને હું અને મારો સમગ્ર પરિવાર આખી રાત શોધતાં રહ્યાં હતા પરંતુ તેની કોઈ જ ભાળ મળી ન હતી. જ્યારે હોળી પ્રગટાવવામાં આવી તો આ હોળીની સામે ઊભા રહીને મેં પૂજા કરી હતી. પરંતુ મને શું ખબર કે આ હોળી મારી બહેનની ચિત્તા બની ગઈ છે. પૂજા દરમિયાન મનમાં ઘણો જ ગભરાટ હતો. શુક્રવારે લોકો હોળીની રાખ લેવા પહોંચ્યા તો જોયું કે તેમાં બહેનનું શબ પડ્યું છે."
  - મૃતકનો પતિ પુષ્પેન્દ્રના જણાવ્યા મુજબ, " મારી પત્ની ભૂત-પ્રેતના ચક્કરમાં હતી. અનેક જગ્યાએ વિધિ કરાવી પરંતુ કોઈજ સુધારો ન થયો. 6 મહિનાથી તેને પરેશાની હતી. સાસુએ કહ્યું હતું કે દીકરીને ગુલૌલી મોકલી દ્યો, જ્યાં બાલાજીનું મંદિર છે. ત્યાં ભૂત-પ્રેત ઉતારવામાં આવે છે."
  - "એટલે જ મેં તેને 15 દિવસ પહેલાં પીયર મોકલી હતી. અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થતો ન હતો. તે બાળકોને ઘણો જ પ્રેમ કરતી હતી."
  - મુસાનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભીમસિંહ પુનિયાએ કહ્યું કે, "હોળીમાં એક મહિલાની સળગેલી બોડી મળી હતી. પરિવારનું કહેવું છે કે, મહિલા માનસિક રૂપથી બીમાર હતી. તેમની બોડીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. હાલ પરિવાર તરફથી કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ અમે અમારી રીતે તપાસ કરી રહ્યાં છીએ."

  આગળ વાંચો મોત પર કેમ ઊભા થઈ રહ્યાં છે સવાલ?

 • Women burnt in Holika
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે હત્યા કે આત્મહત્યા તેમ બંને દિશામાં તપાસ શરૂ કરી

  મોત પર ઊભાં થઈ રહ્યાં છે અનેક સવાલ....


  1) આગ લાગ્યાં બાદ મહિલાએ બૂમો કેમ ન પાડી ?
  2) મોટી ભીડ હોવા છતાં સળગતી મહિલાને લોકોએ કેમ ન જોઈ ?
  3) એવું પણ હોય શકે છે કે મહિલાને પહેલાં હત્યા કરીને હોળીમાં નાંખી દીધી હોય.
  4) પરિવારે મહિલાના ઘરેથી ગાયબ થયાં અંગેની સુચના પોલીસને કેમ આપી ન હતી?

   

  વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Women burnt in Holika
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કાનપુરનું ગુલૌલી ગામ મૃતક મહિલાનું પીયર હતું
 • Women burnt in Holika
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શવસિંહની પુત્રી સીમાના લગ્ન 7 વર્ષ પહેલાં જાલૌન જિલ્લાના પુષ્પેન્દ્ર સાથે થયાં હતા
 • Women burnt in Holika
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સીમાનું માનસિક સંતુલન ઠીક ન હતું
 • Women burnt in Holika
  મૃતકના પતિએ જણાવ્યું કે સીમા પર ભૂત-પ્રેતનો પ્રકોપ હતો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ