• Home
  • National News
  • Latest News
  • National
  • આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બસે 7 લોકોને કચડ્યાં| Lucknow expressway accident bus 7 death

આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બસે 6 વિદ્યાર્થીઓ સહિત 7ને કચડ્યાં

સરકારે મૃતકના પરિવારજનોને રૂ. 2-2 લાખ અને ઘાયલોને રૂ. 50 હજારની આર્થિક સહાય જાહેર કરી

divyabhaskar.com | Updated - Jun 11, 2018, 09:59 AM
6 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત
6 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત

આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર સોમવારે સવારે એક મોટી ર્દુઘટના થઈ હતી. એક્સપ્રેસ-વે પર કન્નૌજ પાસે રોડવેઝની બસે 7 લોકોને કચડી દીધા છે. માનવામાં આવે છે કે, તેમાં 6 સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને 1 ટીચર હતા.

લખનઉ: આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. એક્સપ્રેસ-વે પર કન્નૌજ પાસે રોડવેઝની બસે 7 લોકોને કચડી દીધા છે. માનવામાં આવે છે કે, તેમાં 6 સ્કૂલના વિદ્યાર્થીઓ અને 1 ટીચર હતા. આ બધા એક્સપ્રેસ-વેની એક સાઈડમાં ઊભા હતા. તે દરમિયાન સ્પીડમાં આવતી એક બસે તેમને કચડી નાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બધા સંત કબીર નગરમાં રહેતા હતા.

CMએ કરી આર્થિક સહાયની જાહેરાત

એક્સિડન્ટ પછી સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખ અને ઘાયલોને રૂ. 50-50 હજારની મદદની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, આ એક્સિડન્ટ પછી મુખ્યમંત્રીએ પ્રભા દેવી વિદ્યાલયના 6 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.

હરિદ્વાર એજ્યુકેશન ટૂર પર જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ


- સંતકબીર નગરના પ્રેમાદેવી ઈન્ટર કોલેજના અંદાજે 550 વિદ્યાર્થીઓ હરિદ્વાર એજ્યુકેશન ટૂર પર જઈ રહ્યા હતા.
- સોમવારે સવારે અંદાજે 4 વાગે અમુક બસમાં ડીઝલ પુરૂ થઈ ગયું હતું. એક્સપ્રેસ-વે પર તિર્વા કોતવાલી ક્ષેત્રમાં દરેક બસોને રોડની સાઈડમાં ઊભી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ એક બસમાંથી બીજી બસમાં ડીઝલ ભરી રહ્યા હતા. ત્યારે એક બસે તેનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તેણે રોડ પર ઊભેલા 9 વિદ્યાર્થીઓને કચડી દીધા હતા. એક્સિડન્ટમાં 6 વિદ્યાર્થીઓના અને 1 શિક્ષકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
- 10થી 12 બસોમાં વિદ્યાર્થીઓ હરિદ્વાર જઈ રહ્યા હતા.

મૃતકોના નામ


1) મહેશ ગુપ્તા, સંતકબીરનગર
2) વિજય, હજરા ખલીલાબાદ સંતકબીરનગર
3) મિથલેસ, ડકસરા, સંતકબીરનગર
4) વિશાલ, શાહજનવા ગોરખપુર
5) અભય પ્રતાપ, લવાઈ નગર, ખલીલાબાદ, સંતકબીરનગર
6) સતીશ, શકુલીન નાથનગર, સંતકબીરનગર
7) જિતેન્દ્ર કુમાર યાદવ, ચકિયા ભીટી રાવત ગોરખપુર

ઘાયલોના નામ


1) પ્રમોદ કુમાર, હરિયાવા મેદાવાલ બસ્તી, સંતકબીરનગર
2) ટિંતામણી, જુગાઈ સંતકબીરનગર

X
6 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત6 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App