કાંચી પીઠના શંકરાચાર્યના અંતિમ સંસ્કાર આજે, 1 લાખ લોકોએ કર્યા દર્શન

જયેન્દ્ર સરસ્વતીનો જન્મ 18 જુલાઈ 1935માં તમિલનાડુમાં થયો હતો, તે કાંચી પીઠના 69માં શંકરાચાર્ય હતા

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 08:54 AM
આજે થશે અંતિમ સંસ્કાર
આજે થશે અંતિમ સંસ્કાર

તમિલનાડુમાં કાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બુધવારે તેમના નિધન પછી તેમના પાર્થિવ દેહને મઠમાં રાખવામાં આવ્યો હતો. ગુરુવારે સવાર સુધીમાં 1 લાખ લોકોએ તેમના દર્શન કર્યા હતા

ચેન્નાઈ: તમિલનાડુમાં કાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બુધવારે તેમના નિધન પછી તેમના પાર્થિવ દેહને મઠમાં રાખવામાં આવ્યો હતો. ગુરુવારે સવાર સુધીમાં 1 લાખ લોકોએ તેમના દર્શન કર્યા હતા. ત્યારપછી સૌથી મોટા મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને કાંચી પીઠમાં જ મહાસમાધિ આપવામાં આવી છે.

શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ 65 વર્ષ સુધી સંભાળી કાંચી પીઠની ગાદી

જયેન્દ્રએ 65 વર્ષ સુધી કાંચી પીઠની ગાદી સંભાળી છે. તેમને છાતીમાં દુખાવા પછી કાંચીપુરમની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં 83 વર્ષના જયેન્દ્ર સરસ્વતીએ અંતિમ શ્વાસ લીદા હતા. હવે તેમની જગ્યાએ શંકર વિજયેન્દ્ર સરસ્વતી પદ સંભાળશે.

વૈદિક વિધિથી થયા અંતિમ સંસ્કાર


- મઠના મેનેજર સંદરેશને જણાવ્યું કે, વૈદિક વિધિથી આચાર્યના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સવારે 8 વાગે શરૂ થઈ હતી. શંકરાચાર્યને સજાવવામાં આવ્યા હતા. 24 કલાકમાં 1 લાખથી વધુ લોકોએ તેમના દર્શન કર્યા હતા.

કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા


- 18 જુલાઈ, 1935નાં રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય હતા.
- જયેન્દ્ર સરસ્વતી 1954માં શંકરાચાર્ય બન્યાં હતા.
- કાંચી મઠ દ્વારા અનેક સ્કૂલ, આંખોની હોસ્પિટલ ચલાવવામાં આવે છે.

ચાર વેદોના જ્ઞાતા હતા શંકરાચાર્ય


- જયેન્દ્ર સરસ્વતીનો જન્મ 18 જુલાઈ 1935માં તમિલનાડુમાં થયો હતો. તેઓ કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા. જયેન્દ્ર 1954માં શંકરાચાર્ય બન્યા હતા. તે પહેલાં તેમનું નામ સુબ્રમણ્યમ મહાદેવ ઐય્યર હતું. તેમને સરસ્વતી સ્વામિગલના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી.
- જયેન્દ્ર 65 વર્ષ સુધી શંકરાચાર્ય રહ્યા હતા. 2003માં તેમણે શંકરાચાર્ય તરીકે 50 વર્ષ પુરા કર્યા હતા. 1983માં જયેન્દ્ર સરસ્વતીએ શંકર વિજયેન્દ્ર સરસ્વતીને તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા.

મંદિરના પ્રબંધકની હત્યાનો લગાવવામાં આવ્યો હતો આરોપ


- 2004માં જયેન્દ્ર સરસ્વતી પર વરદરાજ પેરુમલ મંદિરના પ્રબંધક શંકર રમણની હત્યાનો આરોપ લાગ્યો હતો.
- 9 વર્ષ સુધી ચાલેલા મામલા બાદ કોર્ટે 2013માં તેમને દોષમુક્ત જાહેર કર્યા હતા.
- આરોપ હતો કે જયેન્દ્રના ઈશારે મંદિર પરિસરમાં 3 સપ્ટેમ્બર 2014ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.
- કોર્ટે ચુકાદામાં કહ્યું કે હત્યાનો ઉદ્દેશ્ય સાબિત ન થવાના કારણે આરોપીઓને દોષિત ન માની શકાય. સુનાવણી દરમિયાન મામલાના 189માંથી 80 સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયા હતા.

અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતા હતા શંકરાચાર્ય


- જયેન્દ્ર સરસ્વતી એક સમયે અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા માટે પણ ખૂબ સક્રિય હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ અયોધ્યા મામલે ઉકેલ લાવવા માટે શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના વખાણ કર્યા હતા. જયેન્દ્ર 2010માં એવો દાવો કરતા હતા કે વાજપેયી સરકાર અયોધ્યા વિવાદના ઉકેલ નજીક પહોંચી ગઈ છે. તેઓ સંસદમાં કાયદો બનાવવા માગતા હતા.

વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ


- વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શંકરાચાર્યના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું.

- તેમણે ટ્વિટર પર લખ્યું કે, તેમની સેવા અને ઉમેદા વિચારોને કારણે શંકરાચાર્ય અનુયાયીઓના હૃદય અને મનમાં હંમેશા વસતા રહેશે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...

ગુરુવાર સવાર સુધીમાં એક લાખ લોકોએ કર્યા દર્શન
ગુરુવાર સવાર સુધીમાં એક લાખ લોકોએ કર્યા દર્શન
કાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્ય
કાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્ય
X
આજે થશે અંતિમ સંસ્કારઆજે થશે અંતિમ સંસ્કાર
ગુરુવાર સવાર સુધીમાં એક લાખ લોકોએ કર્યા દર્શનગુરુવાર સવાર સુધીમાં એક લાખ લોકોએ કર્યા દર્શન
કાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્યકાંચી કામકોટિ પીઠના પ્રમુખ અને 69માં શંકરાચાર્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App