Home » National News » Latest News » National » Kamal Hassan to launch his political party today

કમલ હસન લોન્ચ કરશે પોતાની પોલિટિકલ પાર્ટી, કલામના પરિવારને મળ્યા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 10:23 AM

કમલ હસને રામેશ્વરમમાં પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત ડૉ. એપીજે અબ્દુલ કલામના પરિવારજનો અને માછીમારોની મુલાકાત કરી

 • Kamal Hassan to launch his political party today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કમલ હસન કલામની સ્કૂલમાં પણ જવા માંગતા હતા, પરંતુ તેમણે પ્રોગ્રામ કેન્સલ કરી દીધો.

  ચેન્નઈ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસન બુધવારે પોતાની પોલિટિકલ પાર્ટી લોન્ચ કરશે. તેમણે આ પ્રોગ્રામમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ બોલાવ્યા છે. આ પહેલા તેમણે રામેશ્વરમમાં પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત ડૉ. એપીજે અબ્દુલ કલામના પરિવારજનો અને માછીમારોની મુલાકાત કરી. તેમણે કહ્યું હતું કે તેઓ ફક્ત એટલે રાજકારણમાં આવી રહ્યા છે, કારણકે રાજ્યની હાલની એઆઇએડીએમકે સરકાર ખરાબ છે. આ જ કારણ છે કે તેઓ પાર્ટીના કોઇ મેમ્બરને મળ્યા નથી.

  મહાનતા તો ઘરમાંથી આવે છે

  - કલામના ઘરે પહોંચીને કમલે કહ્યું, "મહાનતા તો ઘરની સાદગીમાંથી આવે છે. અહીંયા આવીને મને એ અનુભવ થયો."

  - કમલ હસને રામેશ્વરમમાં કલામના ભાઈ-ભાભીની મુલાકાત કરી.

  કલેક્ટરને હસનની ફરિયાદ

  - તમિલનાડુના ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠન હિંદુ મુન્નાનીના જિલ્લા અધ્યક્ષે રામેશ્વરમ કલેક્ટરને પત્ર લખીને કમલ હસનની ફરિયાદ કરી હતી.

  - પત્રમાં લખવામાં આવ્યું છે કે કમલ હસનનો તે સ્કૂલમાં જવાનો પ્રોગ્રામ છે, જ્યાં કલામ ભણતા હતા. સંગઠનનું કહેવું છે કે સ્કૂલનું રાજનીતિકરણ ક્યારેય ન થવું જોઇએ.
  - જોકે કમલે કલામના સ્કૂલ જવાના પ્રોગ્રામને કેન્સલ કરી દીધો.

  તમિલનાડુની મુલાકાત કરશે હસન

  - બુધવારથી જ કમલ હસન તમિલનાડુની મુલાકાત શરૂ કરશે. તેમાં તેઓ અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં જઇને લોકોની મુલાકાત કરશે. તેનું નામ 'નાલૈ નામધે' (કાલ અમારી છે) રાખવામાં આવ્યું છે.

  રાજનીતિમાં આવવાના એલાન પહેલાં કેજરી-હાસન વચ્ચે થઈ હતી મુલાકાત

  - ગત વર્ષે 21 સપ્ટેમ્બરે કેજરીવાલે કમલ હાસને તેમના ચેન્નાઈ સ્થિત ઘરની મુલાકાત કરી હતી.

  - કેજરીવાલે હાસન સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, "મીટિંગ ઘણી સારી રહી, અમે અમારા વિચાર એક બીજા સાથે શેર કર્યાં, કમલ હાસને રાજનીતિમાં આવવું જોઈએ."
  - બંનેની મુલાકાત પછી અટકળો થતી હતી કે કમલ હાસન રાજનીતિમાં આવશે અને તેઓ આમ આદમી પાર્ટીને પોતાનો રાજકીય સહયોગી બનાવી શકે છે.

  આગળની સ્લાઇડમાં વાંચો રજનીકાંત પણ કરી ચૂક્યા છે રાજકારણમાં આવવાની જાહેરાત

 • Kamal Hassan to launch his political party today
  કમલ હસને રામેશ્વરમમાં કલામના ભાઈ-ભાભીની મુલાકાત કરી.

  રજનીકાંત પણ કરી ચૂક્યાં છે રાજકારણમાં આવવાની જાહેરાત

   

  - તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત પણ નવી પોલિટિકલ પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચુક્યાં છે.

  - 31 ડિસેમ્બરે તેઓએ કહ્યું હતું કે, "તામિલનાડુની આગમી વિધાનસભા ચૂંટણી પહેલાં હું મારો રાજકીય પક્ષ બનાવીશ. અમારી પાર્ટી રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડશે."
  - તામિલનાડુમાં વિધાનસભાની 234 સીટ છે. માનવામાં આવે છે કે તામિલનાડુની દરેક વિધાનસભામાં રજનીકાંતના 25થી 30 હજાર ફેન્સ કે સમર્થક છે.

   

  ભાજપનો સાથ નથી ઈચ્છતાં હાસન

   

  - થોડાંક દિવસો પહેલાં હાસને કહ્યું કે જો રજનીકાંતનો રંગ ભગવા છે તો તે બંને વચ્ચે ગઠબંધનની સંભાવના નથી.

  - અનુમાન લગાવવામાં આવે છે કે કમલ હાસનના મતે ભગવાનો અર્થ ભાજપ હોય શકે છે. રજનીકાંતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સારો મનમેળ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ