ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કૈરાનામાં જીત RLD કરતાં પક્ષના ચીફ અજીત સિંહ માટે મહત્વની | Kairana bypoll election win is importance of RLD Chief Ajit Singh

  2014માં 3.5% વોટ મેળવનાર અજીત સિંહનું નસીબ કૈરાનાથી બદલાશે?

  Divyabhaskar.com | Last Modified - May 31, 2018, 04:16 PM IST

  કૈરાનાની જીતે RLDને પોતાના મૂળ વોટ બેંક જાટ સમુદાયને ભાજપના બેડામાંથી ખેંચીને પોતાની રાજકીય સફરને સંજીવની આપી છે.
  • RLDના ચીફ ચૌધરી અજીત સિંહ અને તેમના પુત્ર જયંત સિંહે કૈરાના જીતવા ઘણી મહેનત કરી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   RLDના ચીફ ચૌધરી અજીત સિંહ અને તેમના પુત્ર જયંત સિંહે કૈરાના જીતવા ઘણી મહેનત કરી હતી (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ફુલપુર અને ગોરખપુર પેટાચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનની જેમ જ કૈરાનામાં પણ RLD અને તેના ચીફ ચૌધરી અજીત સિંહ અગ્નિ પરીક્ષામાં પાસે થઈ ગયા છે. આ પહેલાં RLD 2014ની લોકસભા અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ હાંશિયામાં ધકેલાઈ ગઈ હતી. કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં પાર્ટીએ પોતાના મૂળ વોટ બેંક જાટ સમુદાયને ભાજપના બેડામાંથી ખેંચીને પોતાની રાજકીય સફરને સંજીવની આપી છે. આ જીતની સાથે ચૌધરી અજીત સિંહનું કદ પણ વધ્યું છે અને હવે તેઓ પણ 2019ના પ્રસ્તાવિત મહાગઠબંધનમાં સીટો માટે મોલ ભાવ કરવાની સ્થિતિમાં આવી ગયા છે.

   પશ્ચિમી ઉત્તરપ્રદેશ RLDનો ગઢ હતો

   - કૈરાના લોકસભા સીટ પર RLDથી વિપક્ષની સંયુક્ત ઉમેદવાર તબસ્સુમ હસન, ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહ પર ભારે પડ્યાં છે.
   - પશ્ચિમી ઉત્તર પ્રદેશ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના પુત્ર અજીત સિંહના નેતૃત્વવાળા RLDનો ગઢ હતો.
   - પશ્ચિમી ઉત્તર પ્રદેશમાંથી જાટ અને મુસ્લિમ વોટોને એકજુટ કરીને અજીત સિંહ અનેક વખત સત્તાનો સ્વાદ ચાખી ચુક્યાં છે. પરંતુ જ્યારથી ગઠજોડમાં તિરાડ પડી છે ત્યારથી RLDના રાજકીય ભવિષ્ય સામે સવાલો ઉઠી રહ્યાં હતા.

   કૈરાનાથી કિલ્લો બચાવવામાં સફળ

   - 2013ના મુઝફ્ફરનગર રમખાણ પછી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જાટ અને મુસ્લિમ સમુદાય વચ્ચે સંબંધો વણસ્યા હતા. અને આ સાથે જ RLDની રાજકીય નાવ પણ ગોથા ખાવા લાગી હતી.
   - જો કે કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ વિપક્ષી એકતા બની છે ત્યારે કૈરાના લોકસભાની પેટાચૂંટણીથી ચૌધરી અજીત સિંહ અને તેમના પુત્ર જયંત ચૌધરી જાટ અને મુસ્લિમને ફરી એક કરી મંચ પર લાવવામાં સફળ રહ્યાં છે.
   - RLD અધ્યક્ષ અને તેમના પુત્ર જયંત ચૌધરી છેલ્લાં છ માસથી પોતાના આધારને મજબૂત કરવામાં લાગેલાં છે.
   - લગભગ 100થી વધુ રેલીઓ તેઓએ સંબોધિત કરી અને બંને સમુદાયના લોકોને એકજુટ હોવાના સંદેશા આપી પાર્ટી માટે વોટ માંગ્યા હતા.
   - RLDએ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના નામે ઈમોશનલ કાર્ડ પણ ખેલ્યું હતું, કારણ કે આ બેઠક પર ચૂંટણી ચરણ સિંહની પુણ્યતિથિ પછી તરત જ હતી.

   જાટ મતોને પોતાની તરફ લેવાનો હતો મોટો પડકાર

   - RLDની સામે સૌથી મોટો પડકાર જાટ મતદારોને પોતાને પક્ષે પાછો લાવવાનો હતો. જેઓ 2014ની લોકસભા ચૂંટણી બાદમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની છાવણીમાં જતા રહ્યાં હતા.
   - પરિણામે લોકસભા ચૂંટણીમાં અજીત સિંહ પોતે હારી ગયા અને પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. તો વિધાનસભા ચૂંટણીમાં એક ધારાસભ્ય જીત્યો હતો પરંતુ તે ભાજપમાં જતો રહ્યો છે.

   કૈરાના જીતવા પિતા-પુત્રએ કરી હતી ઘણી મહેનત

   - કૈરાનામાં ભાજપના હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહ પોતાના પિતાની વિરાસત બચાવવા મેદાનમાં ઉતરી હતી. અને તેઓ આ ક્ષેત્રની દીકરી હોવાનું જણાવી વોટ માગતી હતી.
   - તો RLD ઉમેદવાર તબસ્સુમ હસનના બહાને 79 વર્ષના ચૌધરી અજીત સિંહે પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે દિવસ રાત એક કર્યા હતા.
   - જાટ વોટર્સના ઘરે ઘરે જઈને અજીત સિંહ અને તેમના પુત્રએ તબસ્સુમ માટે મત માંગ્યા હતા. તો વધેલી કસર સીએમ યોગી આદિત્યનાથના તે નિવેદન કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે બાપ-બેટો (અજીત અને જયંત) આજે મત માટે ગલી ગલી ભીખ માંગી રહ્યાં છે.
   - માનવામાં આવે છે કે યુપીના CMની આવી વાત જાટ મતદાતાઓને પસંદ પડી ન હતી.
   - કૈરાના સીટ પર RLD ઉમેદવાર તબસ્સુમની જીટ કરતાં વધુ મહત્વની પક્ષ પ્રમુખ ચૌધરી અજીત સિંહ માટે છે.
   - જાટ વોટ પર ફરી વિશ્વાસ મેળવી તેઓએ મહાગઠબંધનમાં પોતાના માટેનો રસ્તો ખોલી દીધો છે. ત્યારે જો કૈરાનામાં RLDની હાર થઈ હોય તો અજીત સિંહની સાથે મહાગઠબંધનની રાહ પણ મુશ્કેલ થઈ હોત.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કૈરાનાની જીતથી મહાગઠબંધનમાં અજીત સિંહનું વર્ચસ્વ વધશે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈરાનાની જીતથી મહાગઠબંધનમાં અજીત સિંહનું વર્ચસ્વ વધશે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કૈરાનામાં જીત RLD કરતાં પક્ષના ચીફ અજીત સિંહ માટે મહત્વની | Kairana bypoll election win is importance of RLD Chief Ajit Singh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `