• Home
  • National News
  • Latest News
  • National
  • કૈલાશ માનસરોવર યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના | First Batch of Kailash Mansarovar Yatra flagged off

કૈલાશ માનસરોવર યાત્રા માટે પહેલો જથ્થો રવાના, આ વર્ષે 1500 લોકો કરશે તીર્થયાત્રા

આ વખતે 50-50 તીર્થયાત્રિકો માટે 10 બેંચ નાથુ લા થઈને ચીનના રસ્તે જશે. બાકીના લોકો લિપુલેખના રસ્તેથી જશે.

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 04:37 PM
કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો (ફાઈલ)
કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો (ફાઈલ)

કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો છે. યાત્રાને વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે રવાના કરાવી હતી. આ પ્રસંગે તેઓએ આશા વ્યક્ત કરી કે શ્રદ્ધાળુઓ હિમાલયની આ દુર્ગમ યાત્રાને સહેલાયથી પૂરી કરશે.

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો છે. યાત્રાને વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે રવાના કરાવી હતી. આ પ્રસંગે તેઓએ આશા વ્યક્ત કરી કે શ્રદ્ધાળુઓ હિમાલયની આ દુર્ગમ યાત્રાને સહેલાયથી પૂરી કરશે. તેઓએ તીર્થયાત્રિકોને શારીરિક રીતે ફિટ રહેવા અને પ્રકૃતિ સાથે તાલમેલ બનાવવાની સલાહી આપી હતી.

લિપુલેખથી જશે પહેલો જથ્થો


- વી.કે.સિંહે કહ્યું કે, "આ વર્ષે 3734 આવેદનો મળ્યાં હતા, જેમાંથી ડ્રોની મદદથી 1500 લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યાં."
- પહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશે.
- આ વખતે 50-50 તીર્થયાત્રિકો માટે 10 બેંચ નાથુ લા થઈને ચીનના રસ્તે જશે. બાકીના લોકો લિપુલેખના રસ્તેથી જશે.

લિપુલેખથી યાત્રા કઠિન, નાથુ લાથી આસાન


- લિપુલેખના રસ્તે આ યાત્રા કરવી કઠિન છે. આ રસ્તેથી યાત્રિકોને 1546 કિલોમીટર ગાડીથી અને 219 કિલોમીટર ચાલીને જવું પડે છે. યાત્રા 24 દિવસમાં પૂર્ણ થાય છે.
- નાથુ લાના રસ્તો આસાન છે. અહીંથી સરહદ પાર કર્યાં પછી યાત્રિકોને બસથી 1500 કિલોમીટર દૂર માનસરોવર ઝીલ સુધી લઈ જવામાં આવે છે. વૃદ્ધો માટે આ રસ્તો આસાન છે. આ રસ્તેથી યાત્રા 21 દિવસમાં જ પૂરી થઈ જાય છે.
- બંને રસ્તેથી જતાં દરેક શ્રદ્ધાળુઓને ત્રણ દિવસ દિલ્હીમાં રોકાણ કરવું પડે છે. અહીં તેઓને યાત્રામાં આવતી મુશ્કેલીઓથી બચવાનો અભ્યાસ કરાવવામાં આવે છે.

2015માં ચીને ખોલ્યો હતો રસ્તો


- ભારતના કહેવાથી ચીને નાથુ લાથી માનસરોવર જતો રસ્તો 2015માં ખોલ્યો હતો. જો કે 2017માં ડોકલામ વિવાદના કારણે આ રસ્તેથી યાત્રા રોકી દીધી હતી. આ વર્ષે વિદેશ મંત્રીએ ચીન સાથે વાત કરીને આ રસ્તો ફરી શરૂ કરાવ્યો છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

પહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશે
પહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશે
આ વર્ષે 3734 આવેદનો મળ્યાં હતા, જેમાંથી ડ્રોની મદદથી 1500 લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યાં
આ વર્ષે 3734 આવેદનો મળ્યાં હતા, જેમાંથી ડ્રોની મદદથી 1500 લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યાં
X
કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો (ફાઈલ)કૈલાશ માનસરોવર યાત્રા માટે 60 લોકોનો પહેલો જથ્થો સોમવારે દિલ્હીથી રવાના થયો (ફાઈલ)
પહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશેપહેલો જથ્થો ઉત્તરાખંડ અને તિબેટની વચ્ચે સ્થિત લિપુલેખ થઈને માનસરોવર પહોંચશે
આ વર્ષે 3734 આવેદનો મળ્યાં હતા, જેમાંથી ડ્રોની મદદથી 1500 લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યાંઆ વર્ષે 3734 આવેદનો મળ્યાં હતા, જેમાંથી ડ્રોની મદદથી 1500 લોકોને યાત્રા માટે પસંદ કરવામાં આવ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App