Home » National News » Latest News » National » Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue

ટ્રુડો આજે મળશે મોદીને, ન્યૂક્લિયર ડીલ અને ખાલિસ્તાન મુદ્દે થશે ચર્ચા

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 09:04 AM

ખાલિસ્તાન સમર્થક જસપાલ અટવાલને ડિનરનું આમંત્રણ આપીને ટ્રુડોની ભારત મુલાકાત વિવાદિત થઈ ગઈ હતી

 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી અને ટ્રુડોએ આપ્યું જોઈન્ટ સ્ટેટમેન્ટ

  નવી દિલ્હી: કેનેડાના પીએમ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અહીં બંને દેશો વચ્ચે સિક્યુરિટી, એજ્યુકેશન, બિઝનેસ, આતંકવાદ અને એનર્જી સેક્ટરમાં મદદ વધારવા માટે કુલ 6 કરાર થયા છે. ત્યારપછી બંને દેશના પીએમ દ્વારા જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. ત્યારપછી મોદીએ કહ્યું કે, કેનેડા આપણાં માટે ખૂબ મહત્વનું છે. આપણે તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ભારતના વિકાસમાં તેમની ભાગીદારી ઈચ્છીએ છીએ. કેનેડા એનર્જીનું સુપર પાવર છે અને આપણી વધતી જતી એનર્જીની ડિમાન્ડ પૂરી કરી શકે છે. આ પહેલાં શુક્રવારે સવારે ટ્રુડો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને અહીં પીએમએ તેમનું ઉમળાભેર ગળે લગાવીને સ્વાગત કર્યું હતું.

  મોદીએ કહ્યું- કેનેડા સાથે આર્થિક સંબંધોને વધારીશું

  - જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ કહ્યું કે, હું કેનેડા ગયો ત્યારે મને ત્યાં લોકોનો ભારત પ્રતિ વધારે લગાવ જોવા મળ્યો હતો. મને આશા છે કે, પીએમ ટ્રુડોએ પણ ભારત આવીને પરિવાર સાથે ઘણી મજા કરી હશે.
  - અમે ઘણાં સેક્ટર વિશે વાત કરી છે, જેમાં બંને દેશો સાથે મળીને કામ કરશે. આજની ચર્ચામાં અમે આતંકવાદનું જોખમ જોઈને સુરક્ષાતંત્રને મજબૂત કરવા માટે સાથે મળીને નિર્ણય લીધો છે. બંને દેશોના એનએસએ મળ્યા છે અને આગળ પણ તેઓ મુલાકાત કરશે.
  - કેનેડા સાથે આપણે સ્ટ્રેટજિક પાર્ટનરશિર સાથે આગળ વધીશું. આપણાં સંબંધો લોકતંત્ર, બહુલવાદ, કાયદાની સર્વોચ્ચ અને આતંરિક સંપર્ક પર આધારિત છે. કેનેડાનું પેન્શન ફંડ ભારતનું આર્થિકરીતે ભાગીદાર છે. કેનેડા સાથેના આર્થિક સંબંધોને વધારે વધારવામાં આવશે.
  - હાયર એજ્યુકેશન માટે કેનેડા ખૂબ સારુ ડેસ્ટિનેશન છે. 1 લાખથી વધારે ભારતીય સ્ટૂડન્ટ્સ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. તે માટે અમે એમઓયુ પણ સાઈન કર્યા છે. ટેક્નોલોજીને વધારવાનો પ્રયત્ન ચાલુ છે. બંને દેશો વચ્ચે તેની ભાગીદારી કરી દેવામાં આવી છે. સૂચના અને સંચાર ક્ષેત્રે વિકાસ માટે બંને દેશની સરકાર તૈયાર છે.
  - આપણી એટોમિક ક્ષમતા વધારવાની જરૂર છે.કેનેડા યૂરેનિયમનું ખૂબ મોટુ સપ્લાયર છે. તે એક રીતે એનર્જીનું સુપર પાવર છે. કેનેડા આપણી વધતી જતી એનર્જીની જરૂરિયાતને પૂરી કરી શકે છે.

  વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળ્યા ટ્રુડો

  - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ટ્રુડોએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોના ઘણાં ઓફિસરો સાથે હતા.

  - રાષ્ટ્રપતિ ભવનમાં કેનેડાના પીએમ ટ્રુડોને ગાર્ડ ઓફ ઓનર આપ્યા પછી તેમણે રાજઘાટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

  ન્યૂક્લિયર ડીલ અને ખાલિસ્તાન મુદ્દે થશે ચર્ચા

  ગુરુવારે મોદીએ આ વિશે એક ટ્વિટ પણ કર્યું હતું. તેમાં તેમણે ભારત-કેનેડાના સંબંધોને મજબૂત કરવાની વાત કરી હતી. એક અન્ય ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ ટ્રુડો અને તેમના બાળકોને મળવા માટે ખૂબ ઉત્સુક છે. પીએમએ આ ટ્વિટ સાથે તેમના 2015ના કેનેડાની મુલાકાતના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. માનવામાં આવે છે કે, આજની મોદી અને ટ્રુડોની મીટિંગમાં ન્યૂક્લિયર ડીલ, બિઝનેસ, એજ્યુકેશન અને વિવાદિત ખાલિસ્ચાન મુદ્દા પર ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે, સ્પેશિયલ ડિનરમાં ખાલિસ્તાનના સમર્થકને આમંત્રણ આપવાના કારમે ટ્રુડોની આ મુલાકાત વિવાદિત થઈ ગઈ હતી.

  મોદીએ કર્યા બે ટ્વિટ

  - મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને ભારત મુલાકાતમાં મજા આવી છે. હું તેમના બાળકો જેવિયર, એલા-ગ્રેસ અને હેડ્રિયનને ખાસ મળવા માગુ છું. આ મારી 2015ની કેનેડા મુલાકાતની તસવીર જ્યારે હું પહેલી વાર ટ્રુડો અને એલા ગ્રેસ (ટ્રુડોની પત્ની)ને મળ્યો હતો.

  મીટિંગમાં કયા મુદ્દાઓ પર થશે વાત?

  - શુક્રવારે મોદી અને ટ્રુડો વચ્ચે થનારી મીટિંગમાં બિઝનેસ, ડિફેન્સ, સિવિલ, ન્યૂક્લિયર ડીલ, એનર્જી અને એજ્યુકેશન મુદ્દા પર વાત થઈ શકે છે.
  - આ સિવાય કેનેડામાં વધી રહેલા સિખ એક્સ્ટ્રિમિઝ્મ અને ખાલિસ્તાનનો મુદ્દો પણ ટ્રુડો અને મોદી વચ્ચે ચર્ચાનો વિષય રહેશે.
  - નોંધનીય છે કે, ટ્રુડો સાત દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે અને શુક્રવારે તેમની ભારત મુલાકાતનો છેલ્લો દિવસ છે. તેઓ મોડી રાતે કેનેડા પરત જશે.

  આગળની સ્લાઈડમાં જુઓ મોદી અને ટ્રુડોના પરિવારની તસવીરો

 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  હૈદરાબાદ હાઉસમાં થઈ ડેલિગેશન લેવલની મીટિંગ
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  કેનેડા આપણી એનર્જીની વધતી ડિમાન્ડ પુરી કરવામાટે સક્ષમ- મોદી
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  હૈદરાબાદ હાઉસમાં ડેલિગેશન લેવલની બેઠક શરૂ
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ ટ્રુડોનું ગળે લગાવીને કર્યું સ્વાગત
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ ટ્રુડોના પરિવારનું કર્યું ઉમળકાભેરસ્વાગત
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  રાષ્ટ્રપતિ ભવનની બહાર મોદી સાથે કેનેડિયન પીએમ અને તેમનો પરિવાર
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પીએમ મોદી ટ્રુડોના પરિવાર સાથે
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  કેનેડાના પીએમ ટ્રુડોને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રુડોની ભારત મુલાકાતનો આજે છેલ્લો દિવસ
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રુડો અને મોદી આજે કરશે મુલાકાત
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ એક ટ્વિટ સાેૉથે તેમની 2015ની કેનેડા મુલાકાતની તસવીર પણ પોસ્ટ કરી છે
 • Trudeau Meet Narendra Modi today, discussed on Nuclear deal and Khalistan issue
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ