અયોધ્યા કેસ / કેસની સુનાવણીમાંથી અલગ થવાની ફરજ પડી એ જસ્ટિસ લલિત અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે

Justice UU Lalit recused himself from hearing in Ayodhya land dispute case
X
Justice UU Lalit recused himself from hearing in Ayodhya land dispute case

  • કેન્દ્રમાં મોદી સરકારે સત્તા સંભાળી અને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ પછી તરત લલિતને જજ તરીકે નિમણૂંક મળી.

  • એડવોકેટ જનરલ ગોપાલ સુબ્રહ્મણ્યમનું નામ કેન્દ્ર સરકારે નકારી દેતાં લલિત માટે જસ્ટિસ બનવાનો માર્ગ મોકળો થયો હતો.

Divyabhaskar.com

Jan 10, 2019, 02:02 PM IST
નેશનલ ડેસ્કઃ ગુરુવારે અયોધ્યા કેસની સુનાવણીમાંથી જેમને અળગા થવાની ફરજ પડી એ જસ્ટિસ ઉદય યુ. લલિત અગાઉ સૌરાબુદ્દિન નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે. સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ તરીકે તેમની નિમણૂંક વખતે પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જોકે, અયોધ્યા કેસની સુનાવણીમાંથી તેમને અલગ થવું પડ્યું તેનું કારણ એ છે કે તેઓ બાબરી ધ્વંસ કેસના આરોપી તરીકે ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહનો પક્ષ કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છે. આથી મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને વાંધો ઊઠાવતાં જસ્ટિસ લલિતે કેસથી અળગા થવું પડ્યું હતું. 

કોણ છે જસ્ટિસ લલિત?

61 વર્ષિય ઉદય લલિત દેશના ટોચના કાનૂનવિદ્ તરીકે જાણીતા છે. તેમના પિતા યુ.આર.લલિત પણ સર્વોચ્ચ અદાલતના વકિલ તરીકે વિખ્યાત હતા. ગાંધી હત્યા કેસમાં વિનાયક સાવરકરે પણ તેમની કાનૂની સલાહ લીધી હતી. 
મુંબઈ હાઈકોર્ટમાં નોંધપાત્ર કામગીરી પછી ઉદય લલિત 1986થી સર્વોચ્ચ અદાલતમાં વકિલાત કરી રહ્યા છે. 
2004માં સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ વકિલ તરીકે માન્યતા મળ્યા બાદ તેમણે 2G સ્પેક્ટ્રમ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામગીરી કરી હતી. 
સલમાનખાન સામેના કાળિયાર શિકાર કેસમાં પણ તેઓ સલમાન તરફથી કોર્ટમાં રજૂ થયા હતા. પૂર્વ સેનાધ્યક્ષ જન. વી.કે.સિંઘ સામેના ખોટી જન્મતારીખ સંબંધિત કેસમાં પણ તેમણે સિંઘનો પક્ષ રજૂ કર્યો હતો. 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વકીલ તરીકે સૌરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં તેઓ રજૂ થયા હતા. 

જસ્ટિસ તરીકેની નિમણૂંકનું ટાઈમિંગ

કેન્દ્રમાં મોદી સરકાર રચાઈ અને અમિત શાહને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી એ પછી તરત ઉદય લલિતની સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ તરીકે નિમણૂંક થઈ હતી. 
આ માટે લલિત દાવેદારીમાં ન હતાં. પરંતુ પૂર્વ એડવોકેટ જનરલ ગોપાલ સુબ્રહ્મણ્યમનું નામ કેન્દ્ર સરકારે નકારી દેતાં ઉદય લલિત માટે સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ બનવાનો માર્ગ મોકળો બન્યો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી