ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સામાન્ય માણસ બાળકોને શિક્ષણ કેવી રીતે આપી શકશે?: જ.બોબડે | Justice Bobde Says How Can The Common Man Teach Children

  સામાન્ય માણસ બાળકોને શિક્ષણ કેવી રીતે આપી શકશે?: જ.બોબડે

  Pavan Kumar, New Delhi | Last Modified - Apr 26, 2018, 05:54 AM IST

  સુપ્રીમ કોર્ટના વચગાળાના ચુકાદાથી વાલીઓની સ્થિતિ હતી તેની તે જ રહી, હવે સરકાર-સંચાલકો નવી ફોર્મ્યુલા ઘડશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: બુધવારે સુપ્રીમમાં સુનાવણી દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી એડવોકેટ અરવિંદ દાતારે ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારો ફાયદા માટે નહીં પરંતુ જરૂરિયાત માટે કર્યો હોવાની દલીલ કરી હતી. આ દલીલ અંગે જસ્ટિસ એસ.એ.બોબડેએ ટિપ્પણી કરી કે, તમે બધું ફાયદા માટે કરી રહ્યાં છો જેમાં કોઈ શંકા નથી. સ્કૂલોમાં બાળકોની સલામતી અંગે અલાયદી વ્યવસ્થાની દલીલ રજૂ કરતા એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે, સરકારે પહેલેથી આ અંગે કાયદો બનાવ્યો છે. સુપ્રીમમાં સ્કૂલ સંચાલકોની દલીલ સામે જસ્ટિસ બોબડેએ કરેલી ટિપ્પણીઓ અહીં રજૂ કરી છે.

   તમે કયા આધારે કહો છે કે સ્કૂલો પર સરકારનું નિયંત્રણ નથી?: જસ્ટિસ

   * સ્કૂલ સંચાલકોની દલીલ

   - રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને ફી વધારતા અટકાવવા કાયદો બનાવી દીધો છે. પણ રાજ્ય સરકારને ખાનગી સ્કૂલોને નિયંત્રિત કરવાનો કોઈ અધિકાર નથી.

   - અમે મોંઘી ફી લઈએ છીએ પણ તેના બદલામાં ઉચ્ચ શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આપીએ છીએ. વિદ્યાર્થીઓનું સારું પરિણામ અને સર્વાંગી વિકાસ માટે ફી વધુ લઈએ છીએ ફાયદા માટે નહીં.

   - ટ્રસ્ટ સંચાલિત સ્કૂલો દ્વારા થતી આવકના 85 ટકા તો ખર્ચમાં જાય છે. 15 ટકા સ્કૂલના વિકાસ, વિસ્તરણ અને બાળકોનંુ ભવિષ્ય સુધરે તે માટે એકત્ર કરીએ છીએ.

   - અમે દરેક સ્કૂલોમાં સારામાં સારી સુવિધા સાથેનું ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરુ પાડીએ છીએ અને સારામાં સારું મિડ ડે મીલ પણ આપવામાં આવે છે.

   - અમે દરેક શાળાઓમાં બાળકો માટે સલામતીની વ્યવસ્થા પણ અલાયદી કરી છે. ઉપરાંત વિવિધ પ્રકારની સુવિધા અને તાલીમબદ્ધ શિક્ષકોથી તાલીમ અપાય છે.

   - ટ્રસ્ટ સંચાલિત સ્કૂલો કાયદાથી બંધાયેલી છે. રજિસ્ટ્રેશન એકટ હેઠળ આ સ્કૂલોનો સમાવેશ થતો હોવાથી રાજ્ય સરકાર તેના પર નવા કાયદાથી નિયંત્રણ સ્થાપી શકે નહીં.

   - અમે જે બધું કરીએ છીએ તે બાળકોના સર્વાંગી વિકાસ માટે કરીએ છીએ. અને એટલે જ સરકારી સ્કૂલો કરતા ખાનગી સ્કૂલોનું પરિણામ ખૂબ સારુ હોય છે.

   * જસ્ટિસ બોબડેની ટિપ્પણી

   - સરકારને આમ કરવાનો અધિકાર છે. અમને આશ્ચર્ય થાય છે કે, તમે કયા આધારે આ દલીલ કરી રહ્યાં છો કે ખાનગી સ્કૂલો પર રાજય સરકારને કોઈ અધિકાર નથી.

   - તમે બધું જ ફાયદા માટે કરો છો તે વાતમાં કોઈ શંકા નથી. આ રીતે જ જો ફી વધારતા રહેશો તો સામાન્ય વ્યક્તિઓ તેમના સંતાનોને સારંુ શિક્ષણ કેવી રીતે આપી શકશે ?

   - આ અંગે તમે શું કહેશો તેમ સરકારને પૂછતા એડિ.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સ્કૂલો ટ્રસ્ટ હેઠળ રજિસ્ટર્ડ છે જેથી સરકારના નિયંત્રણમાં હોવાથી કાયદો બનાવ્યો છે.

   - તમને સારામાં સારું અને ગુણવત્તાયુકત મિડ ડે મીલ આપતા કોણે રોકયા કે અટકાવ્યા છે. જે સુવિધા સારી છે તે તો તમે આપતા જ રહો.

   - તમે બાળકોની સલામતી અને વધુ સુવિધા બધું જ સારુ આપો છો. પરંતુ રાજ્ય સરકારને એ નિર્ણય કરવાનો અધિકાર છે કે તમે નિશ્ચિત મર્યાદાથી વધુ ફી લઈ શકો નહીં.

   - આ રીતે જ જો ખાનગી સ્કૂલોમાં ફી વધારવામાં આવશે તો સામાન્ય વ્યકિતઓ તેમના સંતાનોને સારંુ શિક્ષણ કેવી રીતે આપી શકશે? ફાયદા માટે આ કરવામાં આવે છે.

   - આ વાત ખૂબ જ ચિંતાજનક છે. કેમ કે, અનેક મધ્યમવર્ગના વાલીઓ સ્કૂલોની ઊંચી ફીના કારણે જ તેમના સંતાનોને સારું શિક્ષણ આપી શકતા નથી.

   અભ્યાસ બાદ વિગતો જાહેર કરાશે

   બુધવારે ફી મુદ્દે સુપ્રીમે વચગાળાનો ચૂકાદો આપ્યો હતો. જે અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ચુકાદાના અભ્યાસ કરીને વિગતો આપવામાં આવશે.ઉલ્લેખનીય છેકે, અગાઉ સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો હતોકે, ફી કમિટી કાયદેસર છે. જેને પગલે ફી કમિટી ગેરકાયદે હોવાના મુદ્દાનો છેદ ઉડી ગયો હતો. સ્વનિર્ભર સ્કૂલોની ફી નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી ચાલતી હતી તેનો વચગાળાનો ચુકાદો આવ્યો છે. જેની માહિતી ગુરુવારે જાહેર કરવાનુ સરકારે કહ્યું છે. હજુ પણ વાલીઓની સ્થિતિ મૂંઝવણભરી છે.

   નવી ફોર્મ્યુલા નક્કી થશે

   સુપ્રીમ કોર્ટે સ્કૂલોને ફી નિર્ધારણા માટે નવી ફોર્મ્યુલા નક્કી કરવાનો આદેશ કર્યો છે. જેમાં સ્કૂલોનો તમામ ખર્ચ અને વધારાની રિઝનેબલ ફી પણ આવી જાય. આ ફોર્મ્યુલા રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવે અને રાજ્ય સરકારને આ ફોર્મ્યુલા સ્વીકાર્ય ન હોય તો તે પોતાની ફોર્મ્યુલા નક્કી કરી શકે છે.’ - એમ.પી.ચન્દ્રન , પ્રવક્તા ફેડરેશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, અે બધુ જ જે તમે જાણવા માંગો છો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સામાન્ય માણસ બાળકોને શિક્ષણ કેવી રીતે આપી શકશે?: જ.બોબડે | Justice Bobde Says How Can The Common Man Teach Children
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top