Divya Bhaskar

Home » National News » Latest News » National » જસ્ટિસ કે.એમ. જોસેફ મામલે આજે કોલેજિયમ| SC collegium convene meeting on decision of KM Josephs

જસ્ટિસ જોસેફના નામ પર સહમતિ, કોલેજિયમ ફરી મોકલી શકે છે નામ

Divyabhaskar.com | Updated - May 11, 2018, 05:23 PM

જસ્ટિસ ચેલમેશ્વરે 12 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ

  • જસ્ટિસ કે.એમ. જોસેફ મામલે આજે કોલેજિયમ| SC collegium convene meeting on decision of KM Josephs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોલેજિયમે 10 જાન્યુઆરીએ જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમના જજ બનાવવાની ભલામણ કરી હતી

    નવી દિલ્હી: ચીફ જજ કે.એમ.જોસેફને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવા માટે તેમના નામ પર પુનર્વિચાર અંગે ચર્ચા થઈ. જો કે બેઠકમાં માત્ર તેમના નામ પર જ નહીં કેટલાંક અન્ય જજના નામને પણ પદોન્નત માટે SCમાં મોકલવા અંગે વિચાર કરવામાં આવ્યો. આ મામલે કોલેજિયમની આગામી બેઠક હવે 16 મેનાં રોજ થશે.

    કેન્દ્રએ કોલેજિયમની ભલામણ પરત મોકલી હતી

    - ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે.એમ.જોસેફને પ્રમોટ કરીને સુપ્રીમ કોર્ટમાં મોકલવાના મુદ્દે પુનર્વિચાર કરવા અંગે શુક્રવારે કોલેજિયમની એક મહત્વની બેઠક મળી હતી.
    - આ પહેલાં 26 એપ્રિલે કેન્દ્ર સરકારે જસ્ટિસ જોસેફને પ્રમોટ કરવાની કોલેજિયમની ભલામણને પરત મોકલી દીધી હતી.
    - કેન્દ્રએ તર્ક રાખ્યો હતો કે આ પ્રસ્તાવ ટોપ કોર્ટના પેરામીટર્સ અંતર્ગત નથી. કેન્દ્ર દ્વારા તેમ પણ કહેવાયું કે સુપ્રીમ કોર્ટમાં કેરળથી પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે જ્યાંથી તેઓ આવે છે.
    - કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમના પ્રમોશનને લઈને તેમની વરિષ્ઠતા પર પણ સવાલ ઉઠાવ્યાં હતા.

    ભલામણ મોકલવાથી લઈને અત્યાર સુધી સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો- જસ્ટિસ ચેલમેશ્વર


    - સુપ્રીમ કોર્ટના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બુધવારે સાંજે જસ્ટિસ ચેલમેશ્વરે સીજેઆઈને એક પત્ર લખ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે, 10 જાન્યુઆરીએ જે પરિસ્થિતિમાં કોલેજિયમે જસ્ટિસ કેએમ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની ભલામણ કેન્દ્રને મોકલી હતી, તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો.
    - સીજેઆઈ અને કાયદા મંત્રી રવિશંકર વચ્ચેની વાતચીતમાં જસ્ટિસ કેએમ જોસેફના મુદ્દે ઘણાં સવાલો ઊભા થયા હતા. માનવામાં આવે છે કે, જસ્ટિસ ચેલમેશ્વરે તે દરેક મુદ્દાઓ વિશે તેમનો મત રજૂ કર્યો છે.
    - કોલેજિયમની બેઠક પહેલાં બુધવારે થવાની હતી પરંતુ ત્યારે જસ્ટિસ ચેલમેશ્વર રજા ઉપર હતા. કોલેજિયમમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ચેલમેશ્વર સિવાય જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ પણ સામેલ છે.

  • જસ્ટિસ કે.એમ. જોસેફ મામલે આજે કોલેજિયમ| SC collegium convene meeting on decision of KM Josephs
    આ પહેલાં પણ જસ્ટિસ ચેલમેશ્વર સીજેઆઈને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં સરકારની દખલગીરી વિશે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending