-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Agency, New Delhi | Last Modified - Mar 30, 2018, 02:57 AM IST
નવી દિલ્હી: સુપ્રીમકોર્ટના સૌથી સિનિયર જજ જસ્ટિસ જે. ચેલમેશ્વરે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI)ને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ન્યાયતંત્રમાં કથિત વહીવટી હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવવા ફુલ કોર્ટ યોજવામાં આવે. જસ્ટિસ ચેલમેશ્વરે 21 માર્ચે લખેલા આ પત્રમાં ચેતવણી ઉચ્ચારી છે કે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેની મૈત્રી લોકશાહીના મૃત્યુઘંટ સમાન છે. સુપ્રીમકોર્ટના અન્ય 22 જજને પણ આ પત્રની નકલ મોકલાઇ છે. કર્ણાટકમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ક્રિષ્ના ભાટની બઢતી માટે કોલેજિયમે બે વખત ભલામણ કરેલી હોવા છતાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના ઇશારે કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિનેશ મહેશ્વરી દ્વારા જજ ક્રિષ્ના ભાટ વિરુદ્ધ હાથ ધરાયેલી તપાસ સામે પત્રમાં સવાલો ઉઠાવાયા છે.
જ. ચેલમેશ્વરે ગત જાન્યુ.માં પણ નારાજગી વ્યક્ત કરેલી
જસ્ટિસ ચેલમેશ્વરે આ અગાઉ ગત 12 જાન્યુઆરીએ પણ સુપ્રીમકોર્ટના અન્ય 3 સિનિયર જજ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને CJI દ્વારા કરાતી કેસોની ફાળવણી સામે સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક દિવસ સુધી તેમણે કોર્ટમાં હાજરી પણ આપી નહોતી.