Home » National News » Latest News » National » જે ડેને 5 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી ત્યારે જાણીએ આ કેસ સાથે જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ | Know all about in J Dey murder case in 5 things

કોણ છે પત્રકાર જે ડે, કેમ થઈ હતી હત્યા?- જાણો ઘટનાથી જોડાયેલાં 5 મહત્વના તથ્યો

Divyabhaskar.com | Updated - May 02, 2018, 03:04 PM

જે ડે સીનિયર ક્રાઈમ રિપોર્ટર હતા. ખાસ તો તેઓ પોતાના ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમને કારણે ભારે ચર્ચામાં રહેતા હતા.

  • જે ડેને 5 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી ત્યારે જાણીએ આ કેસ સાથે જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ | Know all about in J Dey murder case in 5 things
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જે ડેની હત્યામાં છોટા રાજનને દોષી જાહેર કરાયો છે

    મુંબઈઃ જે ડે એક અંગ્રેજી અખબારમાં સીનિયર ક્રાઈમ રિપોર્ટર હતા. ખાસ તો તેઓ પોતાના ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમને કારણે ભારે ચર્ચામાં રહેતા હતા. ખાસ કરીને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા તેમના તમામ સમાચારો ચર્ચામાં રહેતા હતા. 11 જૂને ધોળા દિવસે જે ડેને ગોળી મારી તેની હત્યા કરવામાં આવી. ત્યારે જાણીએ આ કેસમાં જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ.

    1. છોટા રાજન વિરદ્ધ લખવું પડ્યું ભારે


    જે ડે હત્યાકાંડની સુનાવણી લગભગ 7 વર્ષો સુધી ચાલી. સુનાવણી દરમિયાન પ્રોસિક્યૂશન પક્ષે કહ્યું હતું કે, જે ડે સતત છોટા રાજનની વિરુદ્ધ લખી રહ્યા હતા અને તેના કાળા કારનામાને જાહેર કરી રહ્યા હતા.
    - આ વાતને લઈને છોટા રાજને જે ડેની હત્યા કરાવી દીધી.
    - પ્રોસિક્યૂશન પક્ષનું એમ પણ કહેવું હતું કે, જે ડે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની પ્રશંસા કરતો હતો, જે છોટા રાજનને ગમતી નહોતી. હત્યાકાંડમાં તેલ માફિયાઓના નામ પણ સામે આવ્યા હતા.

    2. પહેલી ધમકી, પછી અપરાધ કબૂલ્યો


    - જે ડે હત્યાકાંડમાં છોટા રાજનનું નામ આવ્યા બાદ તેની પર અનેક ન્યૂઝ ચેનલોને ફોન કરી ધમકાવવાનો આરોપ લાગ્યો.
    - પહેલા તે કહેતો હતો કે, તે જે ડેને માત્ર ધમકાવવા માંગતો હતો, તેની હત્યા કરાવવા નહોતો માંગતો, બાદમાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

    આગળની સ્લાઈડમાં વાંચો જિજ્ઞા વોરા પર શું લાગ્યો હતો આરોપ?

  • જે ડેને 5 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી ત્યારે જાણીએ આ કેસ સાથે જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ | Know all about in J Dey murder case in 5 things
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જિજ્ઞા વોરા (ફાઈલ)

    3. જિજ્ઞા વોરા પર લાગ્યા હતા માહિતી આપવાનો આરોપ  


    - મામલાની તપાસ દરમિયાન તે સમયે ટર્નિંગ પોઇન્ટ આવ્યો જ્યારે પોલીસે દાવો કર્યો કે, જે ડે હત્યાકાંડમાં પત્રકાર જિજ્ઞા વોરાનો પણ હાથ છે.
    - તેણે જે ડે વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
    - તેમની પર શૂટરોને જે ડેનું લોકેશન, ગાડીનો નંબર સહિત અન્ય જાણકારી ઉપલબ્ધ કરવાનો આરોપ લાગ્યો હતો.

     

    આગળની સ્લાઈડમાં વાંચો જે ડેએ લખેલા બે પુસ્તક અંગે

  • જે ડેને 5 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી ત્યારે જાણીએ આ કેસ સાથે જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ | Know all about in J Dey murder case in 5 things
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્રકાર જે ડે (ફાઈલ)

    4. અંડરવર્લ્ડની દુનિયા પર પુસ્તક લખવી પડી ભારે


    - મામલાની તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી.
    - સીબીઆઈએ દાવો કર્યો હતો કે, જે ડે અંડરવર્લ્ડ ઉપર એક પુસ્તક લખી રહ્યા હતા.
    - જેમાં રાજનને 'ચિંદી' જેવો દર્શાવ્યો અને દાઉદ ઈબ્રાહિમને મુંબઈનો અસલી ડોન હોવાનું નિરુપણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી.
    - તેના કારણે છોટા રાજન ઉશ્કેરાઈ ગયો હતો. 

     

    આગળ વાંચો છોટા રાજન કેમ જાહેર થયો દોષી?

  • જે ડેને 5 ગોળી મારી તેની હત્યા કરવામાં આવી ત્યારે જાણીએ આ કેસ સાથે જોડાયેલી 5 મહત્વની ઘટનાઓ | Know all about in J Dey murder case in 5 things
    જે ડેની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક રજૂ કરતાં પોલીસ (ફાઈલ)

    5. 155 સાક્ષીઓના કારણે મળી સજા


    - જે ડે હત્યાકાંડમાં લગભગ 7 વર્ષોની સુનાવણી બાદ અંતે છોટા રાજનને દોષી કરાર કરી દેવામાં આવ્યો છે.
    - ટ્રાયલ દરમિયાન સરકારી વકીલે કુલ 155 સાક્ષી રજૂ કર્યાહતા. તો બીજી તરફ પ્રોસિકયૂશન પક્ષે પણ તમામ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે મામલો ચુકાદા સુધી પહોંચ્યો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending