વિસ્ફોટ / J&Kના પુલવામાની એક શાળામાં વિસ્ફોટ, 12 બાળકો ગંભીર રીતે ઘાયલ

jnk encounter live update from budgam kashmir 2 terrorists killed
X
jnk encounter live update from budgam kashmir 2 terrorists killed

  • આ વિસ્ફોટ બપોરે 2.30 કલાકે થયો હતો 

Divyabhaskar

Feb 13, 2019, 04:36 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં પુલવામાની એક ખાનગી શાળામાં 2.30 વાગ્યે ધડાકા સાથે વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ દરમિયાન શાળામાં બાળકો હાજર હતા. આ વિસ્ફોટને કારણે શાળામાં હાજર બાળકો ગંભીર રીતે ઘવાયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  જો કે હજુ આ વિસ્ફોટ થવાનું કારણ સામે આવી શક્યુ નથી.

1. બપોરે 2.30 કલાકે ધડાકાભેર વિસ્ફોટ થયો
શાળાનાં શિક્ષક  જાવેદ અહેમદે જણાવ્યું કે,  હું બાળકોને ભણાવી રહ્યો હતો અને અચાનક  ધડાકાભેર વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં શાળાનાં 12 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ પાછળનાં કારણ અંગેની તપાસ શરૂ કરાઈ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી