ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઝીણાના નામે દેશમાં વિવાદ પહેલા પણ થઈ ચૂક્યા છે | AMU Issue before contoversies related to Jinnah

  DB SPL: ઝીણાની પ્રશંસાથી લઈ તકતી સુધી થઈ ચૂક્યા છે વિવાદ

  Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 10:47 AM IST

  એએમયૂ તસવીર ઉતારવા માટે હજુ પણ રાજી નથી અને વિવાદ ઉકેલાતો નથી. જોકે, ઝીણાના નામે દેશમાં વિવાદ પહેલા પણ થઈ ચૂક્યા છે.
  • ઝીણાની તસવીર હટાવવાની માગ પર AMUના લગભગ 4000 છાત્રો ગુરૂવારથી યુનિવર્સિટી ગેટ પર ધરણાં આપી રહ્યાં છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝીણાની તસવીર હટાવવાની માગ પર AMUના લગભગ 4000 છાત્રો ગુરૂવારથી યુનિવર્સિટી ગેટ પર ધરણાં આપી રહ્યાં છે

   અલીગઢ/નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલી મોહમ્મદ અલી ઝીણાની એક તસવીરનો થોડા દિવસો પહેલા શરૂ થયલો વિરોધ પ્રદર્શન, લાઠીચાર્જ બાદ હવે દેખાવો અને ફાયરિંગ સુધી પહોંચી ગયા છે. બીજેપી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હિન્દુ સંગઠન તેને હટાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ એએમયૂની ઈચ્છા કંઈક બીજી છે. એએમયૂ તસવીર ઉતારવા માટે હજુ પણ રાજી નથી અને વિવાદ ઉકેલાતો નથી. જોકે, ઝીણાના નામે દેશમાં વિવાદ પહેલા પણ થઈ ચૂક્યા છે.

   પાકિસ્તાનના કાયદે આઝમ પર ભારતમાં કેમ ભડકે છે વિવાદ?

   - મૂળે ઝીણા પર વિવાદ એક પત્ર બાદ વધી ગયો. તે પત્ર જે અલીગઢના જ ધારાસભ્ય સતીશ ગૌતમે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તારીક મંસૂરને લખ્યો હતો.
   - પત્રમાં ધારાસભ્યે એએમયૂના સ્ટુડન્ટ યૂનિયન હોલમાં ઝીણાની તસવીર લાગી હોવા પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર કયા કારણે લાગેલી છે? ઝીણા ભારત અને પાકિસ્તાનના ભાગલાના મુખ્ય સૂત્રધાર હતા. હાલમાં પણ પાકિસ્તાન બિનજરૂરી હરકતો કરતું રહે છે. એવામાં ઝીણાની તસવીર યુનિવર્સિટીમાં લગાવવી કેટલી તાર્કિક છે.
   - જોતજોતામાં આ પત્ર મીડિયામાં છવાઈ ગયો. બે દિવસ બાદ બીજેપીની સ્ટુડન્ટ વિંગ એબીવીપીની સાથે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તા ઝીણાની તસવીરના વિરોધમાં યુનિવર્સિટી પહોંચ્યા. યુનિવર્સિટીના બાબા સૈયદ ગેટ પર ઝીણાનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો. એએમયૂના સ્ટુડન્ટ્સે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો મારપીટ થઈ. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં તણાવ વધી ગયો, પ્રદર્શનો થયા અને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો.

   ક્યારથી લાગેલી છે તસવીર?

   - એએમયૂમાં ઈતિહાસના પ્રોફેસર મો. સજ્જાદ કહે છે કે ઝીણાની તસવીર 80 વર્ષથી અહીં લાગેલી છે. એટલે કે ભાગલાથી પણ લગભગ 9 વર્ષ પહેલાથી. તે સમયે ઝીણાને એએમયૂનું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું હતું. એએમયૂના છાત્રસંઘનું આજીવન સભ્યપદ મેળવનારી પહેલી વ્યક્તિ મહાત્મા ગાંધી હતા. આ યાદીમાં ડો. આંબેડકર, નહેરુ, સીવી રામનના પણ નામ છે.

   તો તસવીર હટાવવાની માંગ કેમ?

   - આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી અને પંડિત નહેરુની સાથે ખભેથી ખભા મેળવીને ચાલનારા ઝીણાનું નામ ઈતિહાસમાં ભારત-પાકિસ્તાનના ભાગલાના સૂત્રધારના રૂપમાં પણ નોંધાયેલું છે. તે ભાગલા જેમાં 5 લાખથી વધુ લોકોનું મોત થયું હતું. હજારો મહિલાઓની સાથે દુષ્કર્મ થયું. 1 કરોડથી વધુ લોકો શરણાર્થી બની ગયા.
   - મૂળે મોહમ્મદ અલી ઝીણાની આગેવાનીમાં જ મુસ્લિમ લીગે ભાગલાનો પાયો નાખ્યો હતો. તેની પાછળ હતી ભારતની મોટી મુસ્લિમ આબાદી માટે અલગ દેશ પાકિસ્તાન બનાવવાની મહેચ્છા. આ ઉપરાંત જુલાઈ 1946માં ઝીણાએ એલાન કર્યું કે 16 ઓગસ્ટ ડાયરેક્ટ એક્શન ડે રહેશે. જેથી બ્રિટિશ સરકારને જતાવી શકાય કે ભારતના 10 કરોડ મુસ્લિમ કોઈપણ કિંમતે પાકિસ્તાન ઈચ્છે છે. તેમના આ એલાનથી તોફાનો થયા. કોલકાતામાં 72 કલાકની અંદર 6 હજારથી વધુ લોકો માર્યા ગયા. અંતે ઝીણાની આ જિદ પર આઝાદીની રાતે દેશના ભાગલા થયા.

   તો પછી એએમયૂમાં હજુ સુધી કેમ લાગેલી છે ઝીણાની તસવીર?

   - વિવાદ વકરતા એએમયૂના પ્રવક્તા શૈફી કિદવઈએ સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે કહ્યું કે, જે પોટ્રેટની વાત ધારાસભ્ય કરી રહ્યા છે તે દાયકાઓથી સંસ્થાનમાં લાગેલી છે. એવી દલીલ પણ કરી કે ઝીણા તો આ યુનિવર્સિટીના સંસ્થાપક રહ્યા છે. તેમને સંસ્થાનની છાત્રસંઘનું આજીવન સભ્યપદ પણ આપવામાં આવ્યું હતું. અને સંસ્થાનના તમામ આજીવન સભ્યોની તસવીર સ્ટુડન્ટ યૂનિયન હોલની દીવાલો પર લગાવવાની પરંપરા રહી છે. તેના કારણે ઝીણાની પણ તસવીર લાગેલી છે.

   અત્યાર સુધી શું-શું થયું?

   30 એપ્રિલઃ અલીગઢથી બીજેપી ધારાસભ્ય સતીશ ગૌતમે એએમયૂમાં ઝીણાની તસવીર લાગી હોવા પર જવાબ માંગ્યો.
   2 મેઃ એબીવીપી તથા હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તા ઝીણાની તસવીરના વિરોધમાં યુનિવર્સિટી પહોંચ્યા.
   - ગેટ પર ઝીણાનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો.
   - એએમયૂના સ્ટુડન્ટ્સે રોક્યો તો મારપીટ પણ થઈ.
   - હિન્દુ યુવા વાહિનીના 6 સ્ટુડન્ટ્સને પોલીસ પકડીને લઈ ગઈ પરંતુ કોઈ કાર્યવાહી વગર છોડી દીધા.
   - તેના વિરોધમાં એએમયૂ સ્ટુડન્ટ્સ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વિરોધ કર્યો. આ દરમિયાન એસપી સાથે ધક્કા-મુક્કી થઈ અને પોલીસે લાઠીચાર્જ કર્યો. જેમાં 15 સ્ટુડન્ટ્સ ઘાયલ થયા.
   3 મે: લાઠીચાર્જના વિરોધમાં અને હિન્દુ યુવા વાહિનીના સ્ટુડન્ટસની ધરપકડની માંગ લઈને એએમયૂના 4 હજાર સ્ટુડન્ટસ ગેટ પર ધરણા કરવા બેઠા.
   4 મે: ધરણા ચાલુ રહ્યા. ધરણા પર બેઠેલા સ્ટુડન્ટ્સે પત્રકારોને માર્યા. ફાયરિંગ પણ કર્યું. પોલીસે ફોર્સ વધારી, ઈન્ટરનેટ સેવા બંધ. શાસને હવે વિવાદની કાયદાકિય તપાસ શરૂ કરી દીધી છે.

   આ પહેલા ઝીણાના નામે વિવાદના આ કારણો પણ રહ્યા છે

   1) મુંબઈના કોંગ્રેસ ભવનમાં ઝીણાના સન્માનમાં લાગેલી તખતીને લઈ થયો હતો વિવાદ

   મુંબઈના લેમિંગટન રોડની પાસે સ્થિત કોંગ્રેસ ભવન પરિસરમાં થોડા વર્ષો પહેલા સુધી ઝીણાના સન્માનમાં એક તખતી લાગેલી હતી. અહીં ઝીણાના નામે એક હોલ પણ હતો. તેનું નિર્માણ 1918માં તે મોટા પ્રદર્શનની યાદમાં થયું હતું જેનું નેતૃત્વ ઝીણા અને તેમની પત્નીએ કર્યું હતું. 1980ના દાયકામાં આ હોલ રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું. જ્યાં ઈન્દિરા ગાંધી તથા મોરારજી દેસાઈ બેઠકો યોજતા હતા. શિવસેનાના વિરોધ બાદ તેની પર વિવાદ વધ્યો અને તખતી હટાવી લેવામાં આવી.

   2) ઝીણા હાઉસને ધરાશાઈ કરવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે

   શિવસેના અને બીજેપી મુંબઈ સ્થિત ઝીણા હાઉસને ધરાશાઈ કરવાનો પ્રયાસ કરી ચૂકી છે. ભાગલા પહેલા ઝીણા આ ઘરમાં જ રહેતા હતા. ઝીણાની એકમાત્ર દીકરી દીના વાડિયાએ તેની પર હક માંગતી બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. તેઓએ પોતાના જીવનના અંતિમ થોડો સમય આ ઘરમાં પસાર કર્યો. નવેમ્બર 2017માં તેઓનું મૃત્યુ થયું. કાયદા મુજબ હવે તે સરકારની સંપત્તિ છે.

   3) ઝીણાના વખાણ કરી વિવાદોમાં રહ્યા અનેક મોટા નેતા

   - ઝીણાના વખાણ કરવાના કારણે પણ દેશભરમાં હોબાળાઓ થઈ ચૂક્યા છે. સૌથી ચર્ચિત મામલો રહ્યો લાલકૃષ્ણ અડવાણીનો. 2005માં પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન તેઓએ ઝીણાના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે ઝીણા મહાન વ્યક્તિ હતા, એક ધર્મનિરપેક્ષ નેતા હતા. તેના કારણે અડવાણી સમગ્ર દેશમાં ટીકા થઈ. તેઓને બીજેપીનું અધ્યક્ષ પદ છોડવું પડ્યું અને સંઘ સાથેના પણ તેમના સંબંધો હંમેશા માટે બગડી ગયા.
   - આજ રીતે 2009માં જસવંત સિંહને ઝીણાના વખાણ બાદ પાર્ટીથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સિંહે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે ઝીણા વિભાજન નહોતા ઈચ્છતા, તેમને બાધ્ય કરવામાં આવ્યા હતા.
   - તસવીરવાળા તાજા મામલામાં પણ એક બીજેપી નેતા વિવાદોમાં ફસાયા છે. યૂપી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ઝીણાને મહાપુરુષ કહ્યા છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • AMUમાં લાગેલી ઝીણા આ તસવીરને લઈને વિવાદ શરૂ થયો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   AMUમાં લાગેલી ઝીણા આ તસવીરને લઈને વિવાદ શરૂ થયો છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઝીણાના નામે દેશમાં વિવાદ પહેલા પણ થઈ ચૂક્યા છે | AMU Issue before contoversies related to Jinnah
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top