જેટ એરવેઝની કથળી હાલત: હવે માત્ર 60 દિવસ જ ઉડાન ભરી શકશે?

સપ્તાહની શરૂઆતમાં એડ્મિનિસ્ટ્રેશનની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, જો ખર્ચ ઘટાડવામાં નહીં આવે તો કંપની ચાલી શકશે નહીં

divyabhaskar.com | Updated - Aug 04, 2018, 11:35 AM
Jet Airways told employees that its not possible for the company to run more than two months

જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેટએરલેઝે એરલાઈન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાઈલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. કંપનીનો ખર્ચ ઓછો કરવાની કવાયત શરૂ

નવી દિલ્હી: જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેટએરલેઝે એરલાઈન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાઈલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે, તેમના માટે કંપની બે મહિના કરતા વધારે ચલાવવી મુશ્કેલ છે. પાઈલટ ગ્રૂપના સૂત્રો દ્વારા આ પ્રમાણેની માહિતી આપવામાં આવી છે. જોકે જેટ એરવેઝે 60 દિવસથી વધારે કંપની ચાલુ નહીં રાખી શકવાની વાતને ખોટી અને ર્દુભાગ્યપૂર્ણ ગણાવી છે. તે ઉપરાંત કંપની તેમનો અમુક હિસ્સો વેચ્યો હોવાની વાતને પણ ખોટી ગણાવી છે.

એરલાઈન્સમાં છે 16,000 કરતા વધારે કર્મચારીઓ


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેટ એરવેઝના કર્મચારીઓએ જણાવ્યું છે કે, કેપ્ટન માટે એક વર્ષનો નોટિસ પીરિયડ પણ ખતમ કરી દેવામાં આવશે. વર્તમાનમાં જેટ એરવેઝમાં 16,000થી વધારે કર્મચારીઓ છે. એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે, તેઓ વધારાના ખર્ચને ઘટાડવા માટે પગલાં લઈ રહ્યા છે.

નરેશ ગોયલ સાથે થઈ બેઠક


પાઈલટ ગ્રૂપના સૂત્રોએ જણાવ્યું કે, આ સપ્તાહની શરૂઆતમાં કંપનીના એડ્મિનિસ્ટ્રેશન હેડ સાથે પાઈલટ સહિત અન્ય કર્મચારીઓની બેઠક પણ થઈ હતી. તેમાં તેમણે જણાવ્યું કે, જેટ એરવેઝની નાણાકીય સ્થિતિ ખરાબ છે અને ખર્ચને ઘટાડવા માટે તેમનો સહયોગ માગવામાં આવ્યો છે. હાલ જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં વેતનનો ઘટાડો પણ સામેલ છે. આ બેઠકમાં જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલ, સીઈઓ વિનય દુબે અને ડેપ્યૂટી સીઈઓ અમિત અગ્રવાલ સહિત અન્ય લોકો પણ સામેલ હતા.

માત્ર 60 દિવસ ચાલી શકશે કંપની


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એડ્મિનિસ્ટ્રેશને બેઠકમાં કહ્યું કે, જો ખર્ચ ઘટાડવા માટેનો ચોકક્સ પગલાં લેવામાં નહીં આવે તો કંપની પાસે માત્ર 60 દિવસ જ ચલાવી શકાય તેટલા જ પૈસા છે. જેટ એરવેઝે મુંબઈ શેરબજારને જણાવ્યું કે, ખર્ચાને ઓછા કરવાની સાથે સાથે આવક વધારવાના પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝે આ માહિતી મુંબઈ શેરબજાર દ્વારા મીડિયામાં આવી હોવાની વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે.

X
Jet Airways told employees that its not possible for the company to run more than two months
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App