• Gujarati News
  • National
  • Licence Of 2 Pilots Of Jet Airways Suspended Who Tried To Take Off Flight From Taxiway In Riyadh

રિયાધથી મુંબઈ આવી રહેલા જેટ એરવેઝના પ્લેનને ટેક્સી-વેથી ટેકઓફ્ફ કરાવવા માંગતા હતા પાયલટ, લાયસન્સ રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ જેટ એરવેઝના બે પાયલટનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું. બંને પર આરોપ છે કે તેમણે ગયા અઠવાડિયે રિયાધ એરપોર્ટ પર રન-વેની સમાંતર આવેલા ટેક્સી-વેથી એરક્રાફ્ટ ટેક-ઓફ્ફ કરવાની કોશિશ કરી. સાઉદી અરેબિયાની ફ્લાઇટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પ્રાથમિક તપાસમાં આ ખુલાસો થયો. ત્યારબાદ ડીજીસીએએ બંને પાયલટ પર કાર્યવાહી કરી. 

 

વિમાનનું ટેક-ઓફ્ફ થયું ફેઇલ, 148 લોકો હતા સવાર

 

- રિયાધ એરપોર્ટથી 3 ઓગસ્ટના રોજ જેટના બોઇંગ વિમાન બી737 મુંબઈ માટે ટેક-ઓફ કરવાનું હતું પરંતુ તેનું ટેક-ઓફ નિષ્ફળ રહ્યું. તેમાં ક્રૂ મેમ્બર સહિત 148 લોકો સવાર હતા, જે તમામ લોકો બચી ગયા. 

- એરક્રાફ્ટ પૂરી ક્ષમતા સાથે ટેક-ઓફ કરવાનું હતું પરંતુ તે ટેક્સી-વેના બહારના કિનારા તરફ ફસડાઇ ગયું હતું. તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 
- સાઉદી અરેબિયાના ફ્લાઇટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને ભારતના એરક્રાફ્ટ દુર્ઘટના તપાસ બ્યુરો આ મામલાની તપાસ કરી રહ્યા હતા.  આ પહેલા જેટ એરવેઝે ડીજીસીએને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાયલટને રન-વે પર કંઇક વિચિત્ર ચીજ જોવા મળી હતી. ત્યારબાદ તેણે ઝડપથી બ્રેક્સ લગાવી જેથી વિમાનને અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...