Home » National News » Latest News » National » Bihar: JDU Started preparation of election on all 40 Loksabha seats

બિહાર: જદયુએ તમામ 40 લોકસભા સીટો પર ચૂંટણીની તૈયારી કરી શરૂ

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 11:42 AM

પાર્ટી હાલ દરેક મતદાન કેન્દ્ર પર ઓછામાં ઓછા 10 કાર્યકર્તા બનાવવાના લક્ષ્ય પર કામ કરી રહી છે

 • Bihar: JDU Started preparation of election on all 40 Loksabha seats
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જદયુ હાલ દરેક મતદાન કેન્દ્ર પર ઓછામાં ઓછા 10 કાર્યકર્તાઓ બનાવવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. (ફાઇલ)

  પટના: એનડીએમાં સીટ શેરિંગ પર ખટપટની વચ્ચે જદયુએ રાજ્યની તમામ 40 લોકસભા સીટ્સ પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટી હાલ દરેક મતદાન કેન્દ્ર પર ઓછામાં ઓછા 10 કાર્યકર્તા બનાવવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. સક્રિય સભ્યોની સાથે-સાથે તમામ સેલના અધ્યક્ષોને પણ આ માટે ટાસ્ક સોંપવામાં આવ્યું છે. બીજી બાજુ, 7 જૂનના રોજ એનડીએની મીટિંગમાં સામેલ ન થયેલા રાલોસપા ચીફ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેઓ એનડીએથી અલગ નથી થઇ રહ્યા. શુક્રવારે રાજદ નેતા તેજસ્વી યાદવે તેમને (ઉપેન્દ્ર કુશવાહા) મહાગઠબંધન (રાજદ, કોંગ્રેસ અને રાકાંપા)ની સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

  25 સીટો પર દાવો રજૂ કરી રહી છે જદયુ

  - જદયુના આખા અભિયાનનું મોનિટરિંગ રાજ્યસભામાં જદયુના નેતા તેમજ રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) રામચંદ્ર પ્રસાદ સિંહ કરી રહ્યા છે. હાલ પાર્ટી બિહારની 25 લોકસભા સીટો પર પોતાનો દાવો રજૂ કરી રહી છે. રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ કેસી ત્યાગી અને રાષ્ટ્રીય મહાસચિવ શ્યામ રજકથી લઇને રાજ્યના પ્રવક્તા ડૉ. અજય આલોકે પણ અલગ-અલગ નિવેદન આપીને સીટો પર પોતાનો દાવો રજૂ કર્યો છે.

  - આ દરમિયાન શ્યામ રજક કહે છે કે જદયુ બિહારની તમામ 40 લોકસભા સીટો પર ચૂંટણીની તૈયારી કરી રહી છે.

  તેજસ્વીનું ઉપેન્દ્રને મહાગઠબંધનમાં આવવાનું આમંત્રણ

  - વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહા સીએમ નીતિશકુમારથી મોટા નેતા છે. કુશવાહા મહાગઠબંધનમાં આવવા ઇચ્છે તો તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. તેઓ અમારી સાથે વાત કરે. ત્યારપછી જ કંઇક થઇ શકે છે. એમ પણ કુશવાહા માટે એનડીએમાં હવે કોઇ જગ્યા દેખાઈ નથી રહી. તેમની રાજનીતિ પણ બીજેપીની વિચારધારાની વિરુદ્ધ છે. કાકા નીતિશને છોડીને કોઇપણ મહાગઠબંધનમાં આવી શકે છે.

  - નીતિશકુમાર એનડીએમાં રહેશે તો આગામી ચૂંટણીમાં અમને ફાયદો થશે. મહાગઠબંધનમાં કોઇ મોટાભાઈ, નાના ભાઈ નથી. તમામ ભાઈ-ભાઈ છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને પાછા ફરેલા તેજસ્વીએ પત્રકારોને કહ્યું કે બીજેપીએ તો જદયુને લોકસભા ચૂંટણીમાં એક સીટ પણ ન આપવી જોઇએ.

  કુશવાહાએ કહ્યું- એનડીએથી અલગ નહીં થઉં

  - રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે એનડીએ એકજૂટ છે. કોઇ નારાજગી નથી. રાલોસપા એનડીએની સાથે છે. હું ગઠબંધનથી અલગ નહીં થઉં. એનડીએની મીટિંગમાં વ્યક્તિગત કારણોસર સામેલ ન રહી શક્યો.

  - તેમણે સવાલ કર્યો કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મીટિંગમાં ન આવ્યા, તો શું તેઓ નારાજ છે? શુક્રવારે દિલ્હીથી પટના પહોંચવા પર એરપોર્ટ પર મીડિયાને સવાલોના જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે મીટિંગમાં તેમની પાર્ટીના નેતા સામેલ હતા. તેનો કોઇ અન્ય અર્થ ન કાઢવો જોઇએ.

 • Bihar: JDU Started preparation of election on all 40 Loksabha seats
  બિહારમાં એનડીએમાં સામેલ દળોના નેતાઓની મીટિંગ 7 જૂનના રોજ પટનામાં થઇ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ