ચૂંટણી / જમ્મુ-કાશ્મીરમાં રમઝાન બાદ અને અમરનાથ યાત્રા પહેલા વિધાનસભા ચૂંટણી થવાની સંભાવનાઓ

Divyabhaskar

Mar 16, 2019, 12:59 PM IST
jammu& kashmir election will held after june
X
jammu& kashmir election will held after june

  •  રાજ્યનાં નેતાઓએ વિધાનસભા ચૂંટણી કરાવવાની માગ કરી 
  • ચૂંટણી 5 જૂનથી 30 જૂન વચ્ચે  યોજાવાની શક્યતાઓ 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પ્રમાણે રમઝાન પછી અને અમરનાથ યાત્રા શરૂ થવાના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રમઝાન 4 જૂનના રોજ ખતમ થઈ રહ્યા છે અને અમરનાથની યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ રહી છે. એવામાં માનવામા આવી રહ્યું છે કે ચૂંટણી 5 જૂનથી 30 જૂન વચ્ચે યોજાશે. 

ઈલેક્શન કમિશને વિધાનસભા ચૂંટણી અંગે રાજ્ય પ્રશાસન અને ગૃહમંત્રાલયને જણાવ્યું છે કે, ચૂંટણી 6થી 8 તબક્કાઓમાં યોજાઈ શકે છે. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 70 હજારથી વધારે અર્ધસૈનિક બળોનાં જવાનો તહેનાત રહેશે. આ ઉપરાંત રાજ્યની પોલીસ પણ તહેનાત રહેશે. 3 જુલાઈના રોજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના પુરા થશે. 
 

5 તબક્કાઓમાં 6 લોકસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે
1.થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે રાજ્યમાં લોકસભા ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. રાજ્યની 6 લોકસભાની બેઠકો પર 5 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. મહત્વનું છે કે કાશ્મીરની અનંતનાગ બેઠક પર ત્રણ તબક્કાઓમાં મતદાન યોજાશે. આ દરમિયાન જ પંચે કહ્યું હતુ કે, લોકસભા ચૂંટણી બાદ જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. બન્ને ચૂંટણી એક સાથે ન કરવાનું કારણ ઘાટીના અશાંત માહોલને જવાબદાર ગણાવ્યો છે. 
રાજ્યનાં નેતાઓએ વિધાનસભા ચૂંટણી કરાવવાની માગ કરી હતી
2.ચૂંટણી પંચના વિધાનસભાની ચૂંટણી સાથે ન કરવાના નિર્ણયનો વિપક્ષે વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ પીએમ મોદીના ટ્વીટ પર કહ્યું કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવીને તમે અહીંના લોકોને લોકતાંત્રિક અધિકાર આપો. આ ઉપરાંત RJD નેતા મનોજ જ્હાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. 
પહેલા રાજ્યપાલ શાસન પછી રાષ્ટ્રપિત શાસન
3.રાજ્યમાં BJP અને PDPએ મળીને સરકાર બનાવી હતી. ગત વર્ષે બન્ને પાર્ટીઓનું ગઠબંધન તૂટી ગયુ અને રાજ્યનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગી ગયું, આ દરમિયાન PDPએ નેશનલ કોન્ફ્રેંસ સાથે મળીને સરકાર બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રાજ્યપાલ શાસનનાં 6 મહિના કાર્યકાળ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામા આવ્યુ હતું. જેનું 3 જુલાઈના રોજ 6 મહિનાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી