સ્પોર્ટસ કારનો શોખીન હતો આ યુવાન, જે લખ્યું હતું કાર પર તેવી જ રીતે થયું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાલનાઃ સ્પોર્ટસ કારના શોખીન યુવક અને તેના મિત્રનું ટ્રક સાથે અકસ્માત બાદ રવિવારે મોત નિપજ્યું છે. યુવક મિત્રની સાથે પોતાના માટે એક નવી સ્પોર્ટ કાર ખરીદવા જઈ રહ્યો હતો ત્યારે તેની કારની તેજ સ્પીડ ડિવાઈડર તોડીને ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બંનેના મોત નિપજ્યાં છે, જ્યારે કારમાં હાજર ત્રીજો એક મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેના કારના શોેખની ચર્ચા શહેરભરમાં હતી. 

 

કારની પાછળ લખ્યું હતું આવું


- જાલનાનો રહેવાસી બોબી રાઉત હોલિવુડ ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'નો દિવાનો હતો. તેનો રોલ મોડલ હતો પોલ વોકર
- એકથી એક ચઢિયાતી સ્પોર્ટસ કાર ધરાવતો બોબી પોતાની જિંદગીમાં ભારે સ્પીડને જ બધું માનતો હતો. અને તેથી જ તેના મિત્રો તેને 'સ્પીડ' નામથી બોલાવતા હતા.
- બોબીએ કારની પાછળ પણ લખાવ્યું હતું, 'If One day speed kills me, Dont cry because I was smiling.' ત્યારે કારની પાછળ લખેલું આ વાક્ય રવિવારે રાત્રે સાચું પડ્યું હતું. 

 

ભારે સ્પીડે લીધો જીવ


- બોબીએ રવિવારે રાત્રે પોતાના મિત્ર ગોવિંદ દાયમા અને નીખિલ સેઠીની સાથે કારમાં ઔરંગાબાદ જઈ રહ્યો હતો. તેજ સ્પીડથી ગાડી ડિવાઈડર તોડીને ઔરંગાબાદથી આવી રહેલી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી.
- આ દૂર્ઘટનામાં કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. દૂર્ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય ઘાયલોને બહાર કાઢ્યાં હતા.
- હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બોબી અને ગોવિંદનું મોત નિપજ્યું હતું. જ્યારે નીખિલ હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે.

 

બોબીને ન ઓળખી શક્યો ભાઈ


- દૂર્ઘટના પછી પોલીસે ટ્રકની નીચે ફસાયેલા ત્રણેયને બહાર કાઢવાની ભારે જહેમત ઉઠાવી હતી, આ માટે ક્રેનની પણ મદદ લેવામાં આવી હતી.
- બોબીનો પિતરાઈ ભાઈ પણ તે સમયે ઔરંગબાદથી જાલના જઈ રહ્યો હતો. એક્સીડન્ટ સ્પોટ પર ભીડ જોઈને તે પણ કારમાંથી નીચે ઉતર્યો હતો.
- તેને એક ઘાયલને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી હતી પરંતુ અંધારૂ હોવાથી ખબર ન પડી કે તે તેનો ભાઈ જ છે. એક કલાક પછી તેને જાણ થઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું. 

 

વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લ્કિ કરો

અન્ય સમાચારો પણ છે...